ક્યારેક વિચાર આવે કે કુદરતની કેવી કરામત છે. જીવની આંખથી માંડીને અંગ-ઉપાંગ સુધી બધું જ જુદું.
આખી દુનિયા સંભાળવા/સંચાલિત કરવા પછી,ભગવાનને એવો તે કેવો સમય મળતો હશે? કે ઝાડ,પાન, પશુ,પક્ષી,પ્રાણીવનસ્પતિ,માનવ બધું જ રમકડાં જેવું બનાવ્યું.
અચરજ પમાડે તેવી એક એકની અનોખી લાક્ષણિકતા!
વિચારીને જ પાગલ થઈ જવાય એવું છે.
છતાં તમે રમકડું જ છો એવું સ્વીકારવાના બદલે, માણસ માને છે કે “હુ” જ સાચો. હુ કહુ, હું કરું, એમ જ થાવું જોઈએ. એ પોતાના ‘અહમ્’માં એટલો તો રચ્યોપચ્યો રહે છે કે ભૂલી જાય છે.. રે ભાઈ “આ તો બધાં નાટક છૈ”!”
તું પાણીનો એક પરપોટો છે. “મારું મારું”ના બકવાસથી જ ઝઘડા,ટંટાફસાદ પેદા થાય છે
આપણે પેલા ‘શ્વાન’ જેવા છઈએ. ગાડાંના ચીલે બેસી..કહે છે, “ગાડું હું ચલાવું છું”..
હા,એક વાત બિલ્કુલ સાચી છે કે તમે જે લખો છો,વાંચો છો,વિચારો છો.. એ તમારી પોતાની જ માન્યતા છે. કોઈને એ સ્વીકારવું કે ના સ્વીકારવું? એ જેતે વ્યક્તિની મરજીની વાત છે.
નજરે,નજરે,નજરિયો બદલાય છે.
કાદવનોકીડો કાદવમાં જ રાચે.
મગરમચ્છ પાણીમાં જ મહાલે,
જેવું જેનું આસપાસનું વાતાવરણ એવું એ સ્વીકારે..
જેવા જેના સ્વાદ એ પ્રમાણે ભાવતું ખાય. દરેકને પોતાના વાણી, વ્યવ્હાર અને વર્તન મુબારક..
હૂસાતૂસીથી શું થવાનુ?મનદુ:ખ? સિવાય બીજુ કશું જ નહિ.
: “વાતું વગનારીયું, જણ જણ જૂજવીયું,
જેવા જેવા માનવી, તેવી એની વાતડીયું.”
( આપણા લોક સાહિત્ય નો એક પ્રચલિત દુહો)
……….
જેવા માણસ હોય તેવા તેના વિચાર..,
દરેક ને પોતાના જ વિચારો સારામાં સારા લાગે, અને એ જ પ્રમાણે તે વર્તન કરે..
ઓનલાઇન ઉપર આપણે ઘણી વખત કોઈ પોસ્ટ બાબતે કોમેંટસ માં લાંબા લાંબા વિવાદો વાંચતા હોઈએ..
ત્યારે એમ થાય કે શું આવા વિવાદો માં શક્તિ બગાડવા થી સામેની વ્યક્તિના વિચારો બદલી શકાય?
બિલકુલ નહિ.. વિવાદથી કોઈ દિવસ વિચારો બદલી શકાતા નથી.., ઉલટાનું સામેની વ્યક્તિ પોતાના વિચારો જ સાચા તેમ સાબિત કરવા નવી નવી દલીલો કર્યા કરે..!
બહેતર છે કે, આવી ચર્ચામાં સમય અને શક્તિ નો બગાડ અટકાવવા માટે, આવા વિવાદો થી દૂર જ રહેવું..
કારણ.. જેવા જેવા માનવીઓ તેવા તેવા તેના વિચારો…
મુક્તિદા ઓઝા