કેટલો મોટો નિર્ણય,
લેવો પડ્યો પરમાત્માને…,
મંદિર.., મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારા ને બંધ કરવા પડ્યા…!!
ફક્ત એટલું બતાવવા કે,
” હું બહાર નથી…
તમારી ભીતર જ છું!’
આજગત્ પણ કઠપૂતળીનો ખેલ છે. ઉપરથી ભગવાન રમત રમતો હોય એવું લાગે છે આ બ્રહ્માંડ પણ એણે પોતાના ટાઇમપાસ માટે બનાવ્યું.એના એક વિચારની પ્રસ્તુતિથી જ બ્રહ્માંડનો ગોળો તૈયાર થઈ ગયો. એમાં જીવો તૈયાર થવા માંડ્યા.
અને અત્યારે તો શક્ય છે કે ભગવાનને જ ખબર નથી પડતી કે આ જીવ રૂપી કચરાનો નિકાલ કેમ કરવો?! એટલે ગંદવાડને સાફ કરવાએ(ભગવાન) જુદી જુદી રીતો અપનાવે છે ક્યારેક વાવાઝોડું, મોરબી જેવા પૂર, સુનામી,ધરતીકંપ, રોગચાળો,મારા- મારી, ઝઘડા,કોવિદ્-19.
આ દુનિયામાં માણસનું રૂપ લઈને જો ભગવાન આવે તો એ પણ એવો જ currept થઈ જાશે.એ( ભગવાન) પણ પોતાની જાતને ભૂલી જાશે, કે હું જ ભગવાન છુ! હું જ પાંચ
તત્વોનો બનેલો છું. એના બદલે એ પણ બહાર ભટકવા માંડશે.પોતાની ખુશી બીજે શોધવા માંડશે.પોતાના દિકરાને મેડિકલમાં એડમીશન અપાવવા માટે “સવા કિલો કેસરિયા પેડાનીપ્રસાદી ( ભગવાન)સામે ધરશે! એવી માનતા મંદિરમાં જઈને લેશે.એ પણ ભગવાન સામે!!
ભગવાન પોતે ..
સાચી સેવા, પોતાની જાતને પ્રેમ કરવા અને પોતા માટે મહેનત કરવા માં છે એ ભૂલી જાશે.
સીધી રીતે ફટાફટ મફતમાં, કંઈ પણ ક્યાંથી મળે તે જ શોધશે, અને દેખાવ કરશે ‘આતો મેં બનાવ્યું!’
‘લાંચ’ દઈને જો ભગવાન ખરીદાતો હોય તો તેને પણ રમકડાંની જેમ ખરીદી લેશે.
એ ભૂલી જાશે કે આ” પૃથ્વી,પાણી પર્વતો તેં( ભગવાને જ)કીધાં તૈયાર”
માણસજાત ના આચરણ જોઈ ને ભગવાને પણ “માણસ” બની માણસને પાઠ ભણાવવા “પથ્થરમાંથી પ્રભુ” બનવું જ પડશે.
-મુક્તિદા ઓઝા
અજબ ગજબ નો ખેલ…
