સૌથી મોટી જાણકારીની
ઉપલબ્ધી
એને_ કહેવાય “અંગાર”..
જેમાં આપણે એટલુ જ
સ્વીકારીએ કે
એ બાબત હું નથી જાણતો
(અંગાર)
“મુત્સદ્દી” જ્ઞાની હોય એવું જરૂરી નથી.પણ મૂરખથી આઘા રહેવું.
જેને ખબર નથી‘પોતાને જ્ઞાન છે.એને ‘ઘડો’.
જે માણસ અજ્ઞાની છે, એને ખબર પણ નથી કે એ અજ્ઞાની છે..” એ મૂર્ખ છે..એને શીખવો.કે ના શીખવો ‘કોઈ ફરક નથી પડતો’
જેન જ્ઞાન છે,પણ ખબર નથી, કે એને જ્ઞાન છે, મતલબ કે એ સૂતેલો છેતો એને ‘જગાડો’..અને જેને ખબર છે કે પોતાને જ્ઞાન છે..તે ‘ડાહ્યો’ છે.. (ચાઈનીઝ કહેવત કહે છે..) આપણે વસ્તુને કઈ દિશાએથી જોઈએ છીએ, તે મહત્વનું છે.આપણે આપણી વિચારધારા પ્રમાણે અનુમાન કરી લઈએ,અમે નાના હતા ત્યારે એક રમત રમતા..એનુ નામ હતું ”વચકવાલોળિયો” અધૂરા જ્ઞાની લોકોને સંપૂર્ણ જ્ઞાન ન હોય, પણ પોતાને આવડે છે,એવું બતાવવા કોશીશ કરે.”અને છેવટે હારી જાય”
બીજુ એક વાક્ય, અમે ઘણીવાર મસ્તીમાં બોલીએ છીએ, “મને બધું આવડે.mba!કચ્છીમાં જેને “વડો ભા” કહેવાય.ખમતીધર લોકો સામાન્ય રીતે,ઊંડા,શાંત પાણી જેવા હોય.
..આપણે તો કર્મની થીયરી પર ચાલશું.. અહીં નિર્લેપ બનવાની વાત છે..
દરેકની સમજણ શક્તિ જુદી હોય છે.
‘બૉક્ષીંગ’ની રમત જોઈ છે? Referee સીટીઓ મારતો હોય, અને બે જણાને જોરદાર ‘કુસ્તી’ કરાવતો હોય!વધારે થાય તો સીટી મારી અટકાવે,પણ વચ્ચે ના આવે.આપણે જિંદગીને,referee તરીકે જોવાની છે.સંસાર રૂપી દરિયામાં પડવાનું છે. ડૂબવાનું નથી તરવાનું છે.
ફિલ્મ જુવો છો,માણો છો,એના carrectorને આત્મસાત કરો છો તમે રડો છો, હસો છો વાર્તામાં એવાં ખોવાઈ જાવ છો કે પોતાની જાતને ભૂલી જાવ છો!છતા, તમે તમે જ છો. તમએ ફિલમના કેરેક્ટર તો નથી જ… ફિલમ પૂરી થાશે એટલે મસ્ત ગરમાગરમ ‘ઈડલી-સંભાર’ ખાઈને સૂઈ જાશો, અને બીજા દિવસે ‘ નવી ઘોડી,નવો દાવ’
મારી સામે બે વ્યક્તિ ઊભી છે. એકને હું પ્રેમ કરુંછું.. બંનેની આંખે પાટા બાંધેલા છે .. અને હું બોલું છું “તું ચોર છો…” હવે પાટા ખુલ્લ્યા બાદ, બેઉ મને નફરત કરે છે..! અને મનમાંથી ગ્રજ રાખી બેઠા છે કે તે દિવસે “તેંમનેચોરકહ્યો!”
આવી પરિસ્થિતિ ઊભી ના થવા દેવા માટે, જ પોતાને બધું જ આવડતું હોય, સમજાતું હોય તો પણ “જાણકારી નથી” એવું જ સ્વીકારવું પડે, અને તો જ તમને ‘અપયશ’ ના મળે અને હંમેશાં માનસિક શાંતિ રહે..અને એ જ તો પોતાની પોતાના માનસિક સુખ માટેની “સૌથી મોટી જાણકારી” છે
મુક્તિદા ઓઝા