જે તમારી હાજરી થી બીક અનુભવે છે……,
તે તમને ગેર હાજરીમાં
ચોક્કસ ધિક્કારે છે.
(ઇસબ મલેક “અંગાર)
એક વાત ચોક્કસ છે કે
તમે જે કાંઈ કરો છો તે ” કોઈ ” માટે બીજાને બતાવવા માટે કરો છો? હા કે ના,એ તમારે જોવાનું છે.
એક વાત પાક્કી છે કે તમને જ્યારે ભય લાગે છે, ત્યારે તમારા મનમાં સો ટકા “ચોરી” જ છૂપાયેલી હોય છે. એટલે જ તમને બીજાની હાજરી ની બીક લાગે છે.
કોઈ બર્થડે પાર્ટીમાં, ત્રણ ફૂટ ઊંચા ટેબલ ઉપર, પાંચ કિલોની કેક ગોઠવવામાં આવી હોય અને લગભગ ચાર વરસનું છોકરું એ ટેબલની બાજુમાં જ, એ કેક ને ટગર ટગર જોતું, રાહ જોઈને ઊભું હોય.
“ક્યારે કેક કપાશે?”.. અને.. આસપાસ જુવે એને લાગે એને કોઇ જોતું તો નથી .. અને.. એ કેક ને આંગળી લગાવી જીભે અડાડે ત્યાં એને ખબર પડી જાય, કોઈ એને જુવે છે. એની ચોરી પકડાઈ જાય ત્યારે.. એ રા.. ડો પાડીને રોવા માંડે .. કે જાણે પોતે તો નિર્દોષ જ છે.
આ ચાઇલ્ડ સાયકોલોજી, મોટાઓને પણ એટલી જ લાગુ પડે છે.
કેટલીક વાર પાછળ થી લોકો એકમેકને ધિક્કારતા હોય ત્યારે સમજવું કે એવી અધૂરપ એના અંદર હોયછે જે એને કોરી ખાતી હોય છે. એનો ઈગો ક્યાક જુદી રીતે હર્ટ થાતો હોયછે. જેનો સામનો કરવાની હિંમત… એ ધિક્કાર કરનારી વ્યક્તિમાં નથી હોતી.!
હાથી પાછળ કૂતરા તો ભસે, સામી છાતીએ ઘા કરવા અથવા જિલવા એ જ હિંમતવાળાનું કામ છે. માનસિક રીતે નિમ્નકક્ષાના લોકો જ પાછળથી ધિક્કારે.
માણસને પહેલી નજરે જોતાં જ ખ્યાલ આવી જવો જોઇએ કે ભાઈ કઈ વાડીનો મૂળો છે?!
પાછળથી ‘પંચાતીયા’ લોકો, ‘અર્ધગ્ધ’લોકો, ‘ઈર્ષ્યાળુ’લોકો, ‘ચોર’લોકો,
તમારાથી દરેક રીતે નીચા લોકોને તમારી સામે થવાની હિંમત હોતી નથી. એટલે પાછળથી ધિક્કારે, છાણાં થાપે.
‘મોઢે મીઠા’થવાવાળા લોકો ક્યારે પાછળથી છુરી ભોંકી દેશે તે કહેવાય નહિ. પણ
આપણા રામ તો સાચું બોલાવાળા અને સાચું કરવાવાળા છે.
કાણાને કાણો ના કહેવાય બોલો?
તમારી હાજરી માત્ર સચ્ચાઈનુ, સાહજિકતાનુ,સરળતાનું પ્રતિબિંબ હોવુ જોઇએ..
તમારી. હાજરી એટલી આકરી પણ ના હોવી જોઈએ કે, સામે વાળાને થાય કે હવે આ જટ ચાલ્યા જાય તો…સારું…!
– મુક્તિદા ઓઝા
અન્યોને…તમારી હાજરી ગમવી જોઈએ..
