કેટલીક વાર કાનથી સાંભળેલું કે નજરથી જોયેલું પણ ખોટું હોઈ શકે. કહેવાય છે ને “કમળો હોય તે પીળું દેખે”
અમે નાના હતાં ત્યારે એક રમત રમતાં.”કાનમાં કહેવાની રમત” લગભગ પંદર/વીસ બહેનપણીઓ હોઈએ, અને એકના કાનમાં એકમાત્ર “શબ્દ” કહેવાથી શરૂઆત થાય અને અંતે છેલ્લી બહેનપણી એ જે શબ્દ સાંભળ્યો હોય તે કાંઈક જુદાજ રૂપમાં બહાર આવે!
સતીશ કુરતાની બાંય એટલે વાળીને રાખે છે કારણકે “બાબા બુખારી” એ એને એવી “ભભૂતિ” આપી છે કે એ ભભૂતિ સંતાડીને રાખે તો એ મોટા પહાડ પણ જીતી જાય. આવા ટૂચકા લોકો પેદા કર્યા જ કરતા હોય છે.
“વા વાયા ને નળીયું ખસ્યું, તે દેખીને કુતરું ભસ્યું,તેથી થયો ત્યાં શોરબકોર, કોઈ કહે મેં દીઠોચોર
“વાગ આવ્યોરે વાગઆવ્યો”!!
ઘણીવાર ઈર્ષ્યાની આગમાં જલતા લોકો બીજા લોકોને બદનામ કરવા પણ ખૂબ અનપશનપ પેદા કરતા હોય છે. ત્યારે આપણે શું કરવું? આપણા હાથમાં છે. હકીકત કેટલી સાચી છે તે જાણવા માટે પણ “ચકોર” નજર, ચકોર વિચાર જોઈએ. તો લોકો કહે કે કૉરોનાથી લોકો મરી જાય જ છે તે સ્વીકારતા નહિ પણ એક હકીકત છે કે કોઈ પણ રોગ માં બેદરકારી
જાનલેવા થઈ શકે છે. જાનહાની પહોંચાડી શકે છે. તો
સરકારના નીતિનિયમો નુ પાલન કરીએ. સ્વચ્છતા અને શાંતિ જાળવીએ.
મુક્તિદા ઓઝા
અફવા ફેલાવવી ગુન્હો છે… હકીકતો ને જાણવી જરૂરી છે.
