” હવાઈ તુક્કા ઉડાડવા “.. એ એક વાત છે. પણજુવાનીયાઓ એકમેકને અવળા રસ્તે ચઢાવે !! ‘ ખરાબ કામ કરવાના, ચોરી કરવાની.. આવું તમે ક્યારેક તો જોયું જ હશે!” હું બેઠો છું ને યાર! काय को worry!. જા તું તારે જે કરવું હોય તે કર, પણ પછી ચોરી પકડાય ત્યારે પેલા બડેમારખાંઓ ક્યાં ખોવાઈ જાય? તે જ ખબર ના પડે! અને અંતે પેલા મૂરખ નો વારો આવીજાય. ” જા બેટા ચઢજા શૂલી પે”. અહીં શૂળીએ ચઢવા કે ચઢાવવાની વાત નથી, પણ અશક્યનેશક્ય પણ બનાવી શકાય છે તેની વાત છે. તેનો તમારી દૃષ્ટિ ઉપર સંપૂર્ણ મદાર છે. તમે શું કરવા માંગો છો? વસ્તુને બગાડવા માગો છો? સુધારવા માગો છો! નાનકડા ચાર વર્ષના બાળકની બીજા બાળકો સાથે સરખામણી કરી અને એ ચારવર્ષના બાળકને બીજા સામે નીચો પાડતાં અને અપશબ્દો કહેતાં અને માર મારતાં, તમે ક્યારેક જોયા હશે? છેવટે આવા બાળકની પ્રતિભા કેવી બને છે,ચોર, ડાકુ અથવા લબાડ!? કારણકે તેની સાથે “તું ખરાબ,તને કંઈ આવડે જ નહિ, બીજા તારા કરતાં મહાન!!! આવું જ નકારાત્મક વલણ તમે આચર્યું છે!! તમારો નજરીયો પરિસ્થિતિ સાથે કેવો છે, તમે પરિસ્થિતિને કઈ દિશા તરફ વાળવા માગો છો? હવે બીજી વાત કહું;સતત ચિંતાગ્રસ્ત લોકોને તમે જોયા છે? દરવાજે ટકોરા પડે તો પણ ગભરાઈ જાય એવા કે .. એમને એમ જ થાય કે ચોક્કસ” કૉરોના ” ઘરમાં ઘૂસી ગયો. હોસ્પિટલમાં કોઈ પેશન્ટને જોવા જાય ! તો એ પેશન્ટને દિલસોજી આપવાને બદલે એ પેશન્ટની સામે જ રડવા બેસે! ” હાય હાય હવે શું થાશે? તું તો મરી જાવાનો…” હકીકતમાં એવા બનાવો મેં મારી જિંદગીમાં બનતા જોયા છે, જેમાં ‘ડેન્ગ્યુ’ના પેશન્ટને એટલો બધો માનસિક આધાર આપવામાં આવે કે એને નવું જીવન મળી જાય. એવા લકવાના પેશન્ટ પણ જોયા છે કે જે દોડવા માંડ્યા છે. IMPOSSIBLE નામની કોઈ પરિસ્થિતિ જ નથી. I am possible જ છે. આપણે જ એક પ્રકારનો ” ભય” પેદા કરીએ છીએ. જે સંપૂર્ણ નકારાત્મક હોય છે. પણ આપણે આપણા ભયને દૂર કરશું તો સફળતા આપણી હાથવેંતમાં જ છે. સફળતા આપણી હસ્તરેખામાં નથી, સફળતા આપણા ભય પાછળ પણ છૂપાયેલી કે છૂપાણી નથી.સફળતાતો આપણા આત્મવિશ્વાસની અંદર અડીખમ ઊભી છે. આ સફળતાને બહાર લાવવા કોઈ પણ પ્રકારના માનસિક આધારની જરૂર હોય છે. રામનામથી પત્થર તરી પૂલ બને! રામનામ થી વાલીયોલૂટારો વાલ્મીકિઋષિ બની શકે. પણ એક વાત એટલી જ સાચી છે કે સફળતાના રસ્તા માં ego ના આવવો જોઈએ. “હું કરી શકુ છું,” બહુ સરસ. પણ ” હું જ કરી શકું છું ” એ વાત બિલકુલ ખોટી. અને IMPOSSIBLE માંથી I m possible કરવા માટે અમુક ચોક્કસ પગથિયાંનો સહારો લેવો પડશે અને એ છે,”હકારાત્મકતા.”ભય, ભ્રમણા, અહમ્ થી દૂર રહીને જ સફળતા હાંસિલ થઈ શકશે. મુક્તિદા ઓઝા..
અશકય કશું જ નથી…, બસ મહેનત કરવી પડે…!
