“અશ્રુ વિનાનું રુદન!”

“સમરકંદ અને બુખારા…,
આપી દેવા સાવ સહેલા છે…,
જો ખાલી ખાલી…..,
વાતો જ કરવી હોય તો……..!
બહુ અઘરું છે…”અંગાર”…,
કોઈ ભીની આંખને..
હસતી કરવી હોયતો..!”
-ઇસબ મલેક”અંગાર”
——
મનના રથની, માણસાઈની યાત્રા!
અંગત એટલે કોણ? અશ્રુ વિનાનું રુદન જે સમજી શકે એ જ અંગત…! મનનું દુઃખ એવું છેને, એ કોઈ પણ સંજોગોમાં,છતું નથી થતું! કેટલીકવાર તો, દુનિયાને બતાવવા માં પણ શરમ આવતી હોય છે!
સામેવાળાને સાંભળો, પોતાની જાતને પ્યારનો સાગર માનીએ તો કેટલું સારું? ‘તુ પ્યારકા સાગર હૈ તેરી, ઈક બુંદકે પ્યાસે હમ!
તુમ ઈતના જો મુશ્કુરા રહે હો, ક્યા ગમ હૈ જિસકો ભૂલા રહે હો! અનુભવશો,અને જાગૃતિ આવશે, ત્યારે જ કો…ઈની આંખમાંથી ભીનાશ દૂર કરી શકશો..!
જેણે ગરીબી જોઈ હોય, અને જવાબદારીમાંથી પસાર થતા હોય એમને પૂછજો,ભીની આઃખ એટલે શુ? એ દિન આંસુ ભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં!
જરૂરી નથી કે, તમે દુઃખ માંથી પસાર થયા હો! પણ સામેનાને કોઈ પણ રીતે ખુશ કરવાની પ્રક્રિયા એટલે”કોઈની આંખ લૂછવી”
બીજાનું દર્દ સાંભળતા હોઈએ ત્યારે, એના ભાગીદાર બનવાના બદલે,”પોતાના ‘રોદડાં’ ચાલુ થઈ જાય. તે વ્યાજબી નથી.
ક્યારેક,એવું દુઃખ હોય,જે સતત તમને દુઃખી કર્યા જ કરે.તમારા મનને કોરી ખાય. કારણકે દુનિયાએ તમને દરેક રીતે ઉલ્લુ બનાવ્યા હોય, એ વાતની તમને ખબર પડે ત્યારે, તમે ‘મતિભ્રમ’ થઈ જાવ, ડિપ્રેશનમાં સરી જાવ,અને ‘આત્મહત્યા’નું પણ પગલું ભરી લો! આવા વખતે,કોઈ કશું જાણતા નથી,પણ સામી વ્યક્તિ સાથે વાત કરીને,એનું મન હલકું કરાવી શકો.
મુસ્લિમધર્મમાં,અમુક સમયે ખુદાને વિનંતી કરે કે,”યા અલ્લાહ! મારી આંખોથી, હું સારુ જોઉં,જીભથી હું સારું બોલું, હાથથી હું સારાં કાર્યો કરીશકું, એવી શક્તિ દે.કોઈથી પણ મનદુઃખ નહિ કરવાનું,ક્યારેક કોઈ ગુસ્સો કરતું હોય, તો એના પાછળ પણ કાઈક કારણ હોય.
હૉટલમાં જાવ ત્યારે, તમે જે ‘પાંચપકવાન’આરોગો છો,ત્યારે તમે વેઈટરની આંખમાં જોયું છે? એને શું ખાવા મળે છે? કેવી રીતે જીવવામળે છે?
કૂતરા-બિલાડાને મસ્તી કરી હેરાન કરતી, ત્યારે મારી મા બોલતી,”બિચારા અબોલ જીવને હેરાન ન કર”! કોઈકના દર્દ, કોઈ પણ રીતે દૂર કરવા, એ પુણ્યનું કામ છે.આંખોમાં ખુશી લાવવા માટે, તમારે ઘણું જતું કરવું પડે.action speaks louder than words! મોઢેથીમીઠાથાવું બહુ સહેલું છે. પણ કોઈને મદદરૂપ થવા જાતને ઘસવી જહેમત માગી લે છે.
એક અમેરિકન speech therapiest એવુ મશીન બનાવ્યું.(switch talk machine) જેની સ્વીચ દબાવીને કૂતરું બોલી શકે છે!
સુદામા,તાંદુલનીપોટલી,કૃષ્ણનીસોનાની દ્વારિકા! શું ભાવ હતા ? “મનમોહનના”?
બહુ અઘરું છે! જો કોઈ ભીની આંખને હસતી કરવી હોયતો!
“દીયે છે કોડીનું દાન, લેખે છે. મેરુ સમાન!”
અરે! હોય હાલો! અત્યારેનેઅત્યારે મારા વીરા!! મદત્ કરું! પછી એ ‘વીરો’ ય ખોવાઈ ઝાય ,ને ઈ ‘મદત્’ પણ ઘૂમાઈ ઝાય!!
આ લખુ છું ને ત્યારે, મને, એક વાંચેલી વાત યાદ આવે છે..(ગભરુ આંખોમાં કાજળ થઈ,લહેરાઈ જવામાં લિજ્જત છે!)….એક છ\સાત વર્ષનો નાનો બાળક,પોતાના હાથમાં, એકરૂપીયાનો સિક્કો લઈને દુકાને દુકાને ફરી, પૂછતો હતો.”તમારે ત્યાં‘ભગવાન’મળશે? સૌએ ના પાડી, છેવટે એક દુકાનદારે, આ મુંઝાયેલા નાનકડા બાળકને જોઈ, સમજણ પૂર્વક પૂછ્યું..”તને ભગવાન શામાટે ખરીદવા છે?” છોકરાએ જવાબ આપ્યો”મારી મા રાત-દિવસ મજૂરી કરીને મને ખવડાવેછે! ડોક્ટર કહે છે, માને તો હવે માત્ર “ઈશ્વર” જ બચાવી શકશે!”દુકાનદારે રૂપીયો લઈ એકગ્લાસ પાણી આપ્યુ,અને પીવડાવવા કહ્યું.અંતે મા બચી ગઈ! દવાખાનાના ડિસ્ચાર્જ વખતે, ડોક્ટરે માને એક ચિઠ્ઠિ આપી જેમાં લખેલું હતું!”તમારો અબોધ બાળક,એકરૂપીયો લઈને નીકળી પડ્યો,એના મનમાં દૃઢ વિશ્વાસ હતો કે માત્ર ઈશ્વર જ તમને બચાવી શકશે! (દુકાનદારે મૌન “દાન” થકી સ્ત્રીની આંખોમાં હર્ષાશ્રુ લાવી દીધા.)
GIVE LOVE RECEIVE LOVE
મુક્તિદા ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: