” અપની જિંદગી સે,
કભી નારાજ ના હો….
ક્યાં પતા,
જો તુજે મિલા હૈ વોહ,
દુસરો કે લિયે સપના હો…”
.. ———- અજ્ઞાત…
……
માણસનીજાત તરીકે પોતાનીજાતને જોઈએ તો આ સુંદરઆંખ,બે હાથ, બેપગ,જીભ,કાન અને બીજાં પ્રાણીઓ પાસે નથી તેવું મગજ! કોના પાસે છે, આપણા સિવાય?
પણ માણસને જે મન મળ્યું છે ને! તે મર્કટ જેવું છે. મનને કોઈ જાતનો સંતોષ નથી. એને ‘પારકી થાળીમાં લાડુ મોટો’ લાગે છે બાજુવાળાને ત્યાં ‘મર્સીડીઝ’છે.મારે ત્યાં કેમ નહિ? “ઉસકી સાડી મેરી સાડી સે સફેદ કૈસે?” આ ઇર્ષ્યાની ભાવના સારાનરસાનું ભાન ભૂલાવી દે છે.
પોતાને જે મળ્યું છે તે ઉત્તમ છે. અને થોડું બહાર નજરાવશે,તો દુનિયાના દુ:ખ નજરે ચઢશે.
અપંગલોકો, અનાથલોકો, ઘરબાર વગરનાલોકો,રોગિષ્ટ લોકો. આવા લોકોને જોવા માટે આપણે દૃષ્ટિ કેળવીએ.તોજ આપણને જિંદગીમાં જે મળ્યું છે તેની કિંમત સમજાય.
વિચાર તો કરી જુઓ તમારા હાથમાં ટીનનો તૂટેલો ડબ્બો છે!તમે મહિનાઓથી સ્નાન પણ નથી કર્યું!અને રસ્તા ઉપર ઊનાળાના ભઠ્ઠ તાપમાં માગતા ઊભા છો.!!
આવા તો હજારો/ લાખો લોકો દુનિયામાં છે.
આપણે તો કેટલા નસીદાર છીએ! વિચાર કરો. આપણને જે મળ્યું છે તેનો સદુપયોગ કરીએ. સારા વિચાર કરીએ.અને આપણી પાંચેય ઈન્દ્રિયો તંદુરસ્ત રહે, જેથી આપણે સમાજને ઉપયોગી થઈ શકીએ..
માટે….,
જે મળ્યું છે, તે. ….. અણમોલ છે..
તેને પુરી રીતે માણીએ..
મુક્તિદા ઓઝા
આપણી જિંદગી… જીવવા જેવી છે…..
