શ્રીકૃષ્ણ બોલ્યા છે. उत्तिष्ठत!जाग्रत भव।
કઈ વાતોથી આપણે જાગૃતિ લાવવી જોઈએ?
“નસીબ સૂતાનું સૂવે,ચાલે ચાલતા સંગ”
જ્યારથી tv આવ્યું છે.ત્યારથી લોકોનીનીંદર અર્ધી થઈ ગઈ છે. લોકો દુનિયાદારીનું વધારે વિચારતા થઈ ગયા છે.(પોતાનાઘરમાં, પોતાનાઘરમાટે, કેટલો વિચાર કરે છે? એ તો બિલકુલ જુદી વાત છે!!).
અરે!અત્યારની જ વાત! મેં મારી આસપાસ,પડોશમાં એવા લોકો જોયા..આ”કૉરૉનાવેકેશન”માં અમુક લોકો, સવારના અગિયાર વાગ્યે જાગી.! આમતેમ નિત્યક્રમ પતાવી,ટીવી સામે બેસી જાય! તે..રાતના એક/વાગ્યે પથારી. એજ..પથારીમાં લંબાવી દે.આમાં ખાવા-પીવાનું”ફ્રોઝન”બોલો? શું‘જાગ્રત’થવાની વાત અહીં લાગુ પડે છે?! આવા લોકોને general knowledge બહુ જ હોય.અત્યારે દુનિયામાં’શું’ચાલે છે?
‘પુતિન’સારો?‘ટ્રમ્પ’સારો? કે‘નરેન્દ્રભાઈ’??? એનીચર્ચા કરો તો,આવાલોકો”છ”કલાક સુધી ભાષણ આપી શકશે.
હવે તો watsup એ દાટવાળ્યો છે..
દરેક જાતના ખોટા કામ વોટ્સેપથી થઈ રહ્યા છે.
હું મારાથી જ શરૂઆત કરું..તો સવારના જાગતાપહેલા”મોબાઈલ”નો વિચાર આવે.. મોબાઈલ ક્યાં છે? શું મેસેજ છે?” મારી માએ બાળપણમાં શીખવ્યું હતું,પહેલાં,”હથેળીનાદર્શન કરવા!!!” कराग्रे વसते लक्ष्मी !करमूले सरस्वती। ક્યાં ગયું એ બધું?
મા,તો એમ કહેતી કે,ધરતી ઉપર પગ મૂકો, એથી પહેલા, ધરતીને પણ વંદન કરો!! આપણે બધું જ ભૂલી ગયા?! આ‘મોબાઈલ’પાછળ. આપણે એવા”ઘાંગા” થઈ ગયા..કે ‘નિત્યકર્મ’ શું છે ?
તે પણ ભૂલી ગયા.પોતે પોતાની જાતને ભૂલીગયા. મગજને પણ “સાત્વિક ખોરાક” એટલે કે ‘વિચાર’ની જરૂરછે.પણઆપણું”ધ્યાન”સતત મોબાઈલ અને ટીવીમાં અટવાઈ ગયું છે.”ध्यानस्थ कुरु कर्माणि”।
હાજતો, ખરેખર, રુષિમુનિઓને પણ આંટી જઈએ એવા.“ધ્યાનમગ્ન” ટીવીઅનેમોબાઈલમાં છીએ.શરીર બહુજ આળસુ છે.એને હલવા/ચલવાનું ગમતું નથી.એને પંપાળો અનેકહો કે બેસી જા! તો એ તો બેસી જવાનું,પણ,”આ શરીર મારું છે.” તેને “હું” કટાવા નહિ દઉં. કારણ કે મારે,ભવિષ્યમાં ક્યારે પણ “પરાધીન”નથી થાવું.આવી! આવા વિચાર પ્રત્યેની‘આંખ’ આપણે જ ખોલવી પડે.
જેમ શરીરનું છે તેમ મનનું છે, મનને ‘આનંદઅનેખુશી’ આપણે જ આપવાના છે.
ટૂંકમાં,આપણા મનમાં ‘શું ક્રીએટ કરવું’ તે; આપણા હાથમાં છે.
દુ:ખી થાવું છે? તો દુ:ખના જ વિચાર કરવા. સુખી થાવું છે? તો સારાજ વિચાર કરવા.
બાકી તો,જે રસ્તે જતાં કાંટાલાગવાના છે. એ ખબર હોય, તો એ રસ્તે જાવું શામાટે? દા.ત.ડાયાબિટીસ એવો રોગ છે. જે તમારા વડીલોને છે, તમને થવા નથી દેવો તો! અત્યારથી જ ‘આંખખોલો’. Walk કરો, ખાવા-પીવાની રીત બદલાવો, નિત્યક્રમમાં ફેરફાર કરો.સ્વભાવ બદલો.
હરઘડી ખુશ રહેવાની કોશીશ કરો.
તમને ડાયાબિટીસ તો શું? દુનિયાનો કોઈ પણ રોગ નહિ થાય.
તમને તમારી હોશિયારી,કલા, વિદ્યા,ધન.બધીજ વસ્તુઓનું જ્ઞાન હોવું જોઈએ.
એ,વસ્તુકે પરિસ્થિતિ કટાઈ ન જાય, એટલામાટેસતત મહેનત કરી,એને(શરીરને) ચમકાવવા કોશીશ કરવી જોઈએ.
ખરેખર વ્યક્તિએ પોતાના,અસ્તિત્વ,વ્યક્તિત્વ અને તંદુરસ્તી માટે યોગ,આસન,પ્રાણાયામ,સંગીત,સાહિત્ય,આનંદી અને મિલનસાર સ્વભાવ પોતે જ પેદા કરવાપડશે.
અને તોજ પોતાની તથા આસપાસની દુનિયા દરેક રીતે ખુશ રહેશે.”
મુક્તિદા ઓઝા
આપણે…, જાગ્યા .., ક્યારે કહેવાઈએ..!
