આજે વિશ્વભરમાં કોરોના નો કહેર વચ્ચે , આપણી કેટલીયે માન્યતાઓ સાવ સાવ ઉલ્ટી સાબિત થઈ રહી છે.
વાતને સમજવા માટે,
કલ્પના ચાવલા! છેલ્લે સ્પેસમાં ગઈ ત્યારે એને ખબર હશે? કે એજ મશીનો જે એને અવકાશમાં ઉડાડે છે તેજ મશીનો તને હવાના કણકણમાં મેળવી દેશે?!”
‘ચંદ્રયાન-2’નું શું થયું?
જેમાં કુદરતનો સાથ નથી એવી વસ્તુઓ ક્યારે તમને દગો દઈ દેશે તે કહેવાય નહિ.
અરે, તમારી જાત સિવાય બીજા ઉપર આધાર રાખો તો પણ તમારી ઇચ્છામુજબની સફળતા મળે કે નહિ એ તો જોવું જ રહ્યું. એટલે તો કહેવાય છે કે ‘પારકે ખભે ચડી બંદૂક ફોડતા પહેલાં સાત વખત વિચારવું.
જાતે મર્યા વગર સ્વર્ગે ના જવાય.પણ સ્વર્ગમાં જવા માટે પણ ભઈ પ્લાનિંગ કરવું જ પડે છે. આ પૃથ્વી પર હવે હું કેવા કામ કરું કે મને સ્વર્ગ મળે?! હું ફટાફટ કેસરી કપડાં પહેરી લઈશ એટલે સ્વર્ગમાં.
જિંદગીમાં સફળ થવું હોય તો ચોક્કસ નક્કી વિચારના એક એક પગથિયાં પરથી જ આગળ વધવું પડશે, અને જ્યાં જરૂર પડે ત્યાં બીજા લોકોની, અને ભૌતિક સાધનોની મદદ પણ લઈને જ આગળ વધીશું.
આધુનિક વિજ્ઞાને માણસને આગળ વધવા માટે ખૂબ મદદ કરી છે તે કબૂલ, પણ વિજ્ઞાન એવું મદદ મેળવવાનું સાધન છે કે જે ક્યારે ખૂટપી જાશે, અટકી જાશે તે કહેવાય નહિ.
વિજ્ઞાન એટલું તો પાવરફુલ છે કે પૃથ્વીથી ચંદ્ર,મંગળ અને ગુરુ સુધી આપણને પહોંચાડવાની ક્ષમતા રાખે છે.
આપણે એવા સપનાં પણ જોઈએ છીએ કે સો વરસ પછી આપણે “મંગળ ગ્રહ” ઉપર બંગલા બાંધશું. વેપાર કરશું, શનિ રવિ week-end enjoy કરવા ‘ચંદ્ર’ પર જાશું. ત્યાં ફાઈવસ્ટાર હોટલ બાંધશું!!!!
પણ ..ક્યાંક વિજ્ઞાનમાં એવું તો કશુંક ખૂટે છે કે આપણે આપણી ‘હવા’માં જ રહી જાઈએ છીએ. આપણે એવી તો ભૂલ કરીએ, કે એ મશીન માં એવી ખોટ આવી જાય કે આપણને સફળતા ના મળે.
વિજ્ઞાન હવે માણસ જાતના અંગ/ ઉપાંગો બનાવવા માંડ્યું છે. પણ ત્યાં પણ છેવટે તો માણસે જ વિચાર કરવો પડે કે ભાઈ, આ હીયરીંગએઈડ, હું કાનમાં નહિ પહેરું ત્યારે શું કરીશ?
બિચારા મજૂરો !! દિવસ રાત કાળીમજૂરી કરતા હોય..પણ એ કેટલે સુધી?? “ખાવ/ પીવો અને મજૂરી કર્યા કરો!” એનાથી વિશેષ કશું જ નહિ..
ટૂંકમાં જાતે મૂવા વગર સ્વર્ગે ના જવાય.
મુક્તિદા ઓઝા..
કુદરતને આપણી નહિ…, આપણને કુદરતની જરૂર છે.
