“કોઠાસૂઝ”

“સાત કોઠા હાલતા આવશે જીવન લડાઈમાં,
હાથવગું રાખજે.. અંગાર
સૌથી મોટું હથિયાર
તારી કોઠાસૂઝ…. !”
(ઇસબ મલેક “અંગાર”)

“Sixth scence”
સાહેબ! છઠ્ઠી ઈન્દ્રિય.! બધા પાસે નથી હોતી.”અમે શીખવ્યુંને, ત્યારે તમને આવડે છે!” પણ અહીં મારું કહેવાનું કે, એકજ શિક્ષક પાસે, ભણેલા બે વિદ્યાર્થી, એક ‘ચોર’ અને બીજો ‘વિદ્વાન’ બને, એવું કેમ? કેટલીક વાર,ગળથૂથીમાંથી, આવતી વસ્તુઓ જ ’કોઠાસૂઝ’હોઈ શકે.!
દા.ત.રસોઈ! એક ને એક પ્રકારના ઢોકળા,દરેક વ્યક્તિના હાથથી બનાવેલા હોય, છતાં, જુદા હોય છે. એકના બનાવેલા,બહુજ સરસ હોય છે, અને એ બીજી વ્યક્તિ બનાવે તો ,એટલું સુંદર ના બને!
આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો, તેને “ભાવ” કહી શકીએ. ગળથૂથીમાં કોઠાસૂઝ ભરેલી હોય છે.
જેમ કે નાનું બાળક ક્યારે,કોને કેવી રીતે, જવાબ દેવો, કોની સાથે કેવું વર્તન કરવુ, કેમ પટાવવું? તે જાણતું હોય છે!(એક્યાંય શીખવા ગયું હોતું નથી). બે મહિનાનું બાળક, માનો ‘હાથ’ જાણતું હોય છે! મા ન ઉપાડે તો એ રડવા માંડે!!
ચિત્રકારને ખબર હોય,મેઘધનુષના રંગોનું મિશ્રણ કેવીરીતે કરવુ? એ ચિત્ર દોરે ત્યારે, ‘પટ્ટી’ ન લાગતાં, જે રીતે, મેઘધનુષમાં, એકમેકમાં રંગ ભળ્યા હોય, તેવા જ બનાવે! એક મહાન સંગીતકાર audienceને કેવી રીતે પકડે છે? એ જેવો એની ગાયકીની રજુઆત કરે “સભા”ની “દાદ”ઉપરથી સમજી જાય, ‘દાળ’ કેટલી ગળવાની છે? audienceને “કેવું પીરસવું જોઈએ?
‘કોઠાસૂઝ!’intuition ‘છઠ્ઠીઈન્દ્રીય,sixth sence..સામી વ્યક્તિને,વસ્તુને,પરિસ્થિતિને પારખવાની કળા.
ખરાબ છે, છતાં તેને સુધારીને દેખાડવાની કળા!
“પોપટીયુ જ્ઞાન!” ભગવતંગીતાના અઢાર અધ્યાય, મોઢે હોય! જીવનમાં, ઊતારી જાણે તે સાચી કોઠાસૂઝ! “બકરીપલ્લી”ખાય, એમ બોલી જાય! પણ “એક પણ રૂપીયો છોડવા”.. તૈયાર ના હોય!!!
અટપટે રસ્તે.. ન દેખય તો પણ, મંઝિલ સુધી પહોંચવાની કેડી શોધી લે. એક શબ્દને બીજા શબ્દ સાથે જોડી, આખી વાક્ય રચના બદલી શકે, અને આખો અર્થ બદલાઈ જાય, ”નાના!”ઈ તો, હું,એમ કેતી હતી” કોઠાસૂઝથી જ ‘લડાઈનાવ્યૂહ’ બદલી શકાય,વાતનું વહેણ બદલી, વાતાવરણ બદલતા આવડે. વિચાર નો પ્રવાહ બદલી,વાતાવરણમાં આહ્લાદકતા નાખી શકે. જુદાજુદા, જુદીજુદી જાતના, પ્રશ્ન ઊભા થાશે.. તમે ધાર્યું હશે! હાશ હવે દિકરી દિકરા પરણાવી દીધા, હવે બાકીની જિંદગી‘મજા’કરીશું! પણ..કાંઈક એવું થાય કે “મજ્જા” બાજુએ રહી જાય…ત્યારે તકલીફને પકડી રાખવાના બદલે,,આપણે હુશિયારીથી, રસ્તો કાઢી,આનંદ શોઘવો જોઈએ..
ટાંકી ઉપર,પલંગ ઉપર પાથરવાની ચાદર, લટકાવી હોય..!! એવું લાગે તે ફેશન છે? હા.. ,કારણકે “ગુંજઊઠી કૉરોના” નામની ફિલમમાં, ઐશ્વર્યાએ એવાં કપડાં પહેર્યાં હતાંને??! આ કોઠાસૂઝ નથી! બીજાની નકલ કરી,પોતાની આવડત ઉપર પાણી..ના ફેરવાય..પોતાની જાતને અરીસામાં જોઈને શણગારીએ, તો પોતાની આંખને તો ગમીએ, જ પણ બીજાને પણ સારા દેખાઈએ..!
ક્યારેય તમે જોયું છે? અતિવૃષ્ટિ થવાની હોય,વાવાજોડું આવવાનું હોય કે કોઈ કુદરતી આફત આવવાની હોય….ત્યારે….” કુદરતના ફેરફારો જોયાછે? પક્ષીઓ,પશુઓ,પ્રાણીઓ….
પક્ષીઓ એવી રીતે ઉડાઉડ કરતાં હોય કે એમની ઉડવાની ને બોલવાનીગતિ ઉપરથી સમજાઈ જાય!કે કાંઈક જુદું છે!
ઉનાળામાં ચકલાં ધૂળમાં નહાતાં હોય, એની રીત ઉપરથી ખેડૂતો કહી દે…. કે,ભાઈ આ વર્ષે વરસાદ કેટલો અને કેવો છે?
બાળક પેટમાં હોય. અને વડીલ દાદી, માસીઓ.. અનુમાન કરીલે “દીકરો છે કે દીકરી”..આ બધા વડીલોના અનુભવો છે..રસોઈ,જીવન,ધંધો,ભણતર..માત્ર “google” કરવાથી નહિ,પણ વડીલોની વાતો સાંભળવાથી,અને એ પ્રમાણે કરવાની તૈયારી બતાવવાથી અને હિમ્મત રાખવાથી, સમજવાથી..જ “કોઠાસૂઝ” વિકસિત થાય છે..
હવે….
જિંદગીમાં મારે,શું કરવું છે? મારે નક્કી કરવાનું છે. અને એ મારી કોઠા સૂઝ છે.!
આનંદોહમ્! આનંદોહમ્!!!!!..
—-મુક્તિતા કુમાર ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: