ઝાંઝવા ખળખળ નથી વહેતા કદી,
જાત મુશળધાર હોવી જોઈએ….,
હસ્તગત કઈ હોય કે ના હોય….,
પણ લાગણી ચિક્કાર હોવી જોઈએ,
મૃત્યુને પણ મારવી અઘરી પડે,
જિંદગી ખુંખાર હોવી જોઈએ..!”
( અજ્ઞાત)
ઉપરની કડીમાં… જે વાતને વણી છે, તે છે…….. ખુમારી…!
આંનદદાયક જીવન માટે ખુમારી એક ચમત્કારી પરિબળ બની રહે છે.
દરેક કદમ ઉપર એક એક નવી ખુશી, સૌ કોઈને પ્રાપ્ત થાય.
સપનાઓમાં રાચવું અને વસ્તુને મેળવવા કોશીશ કરવી, એમાં આસમાન જમીનનો તફાવત છે. સૂતેલા સિંહના મોઢામાં ઉંદર પણ જાય નહિ. પેટ ભરવા માટે તો એણે હરણ પર તરાપ મારવી જ પડે..!
હું માનું કે હું “ઐશ્વર્યા રાય” બની ગઈ છું! એ કેટલું શક્ય છે? ઐશ્વર્યા જેવા બનવા મારે બ્યૂટી પાર્લરમાં જાવું પડે. એક્ષરસાઈઝ કરવી પડે, “ડાયેટીંગ” કરવું પડે, લોકોથી ઓળખાણ રાખવી પડે.. જિંદગીમાં ઘણાબધા બદલાવ લાવવા પડે!
તમે કહેશો કે ઐશ્વર્યા તો કુદરતી રીતે જ સુંદર છે. સાચી વાત, કબૂલ કરું છું , પણ રેખાનું ઉદાહરણ લઈ લો..શરૂઆતના અભિનયના સમયમાં એ બિલકુલ ઘોડા જેવી લાગતી હતી. પણ ..અભિનયના ક્ષેત્રમાં તેણી તનમનધનથી એવી તો લાગી ગઈ કે, અત્યારે એનું નામ દુનિયાની સર્વોત્તમ અભિનેત્રીમાં ગણાય છે. . અબ્રાહમ લિંકનને કશું જ બોલતા નહોતું આવડતું..! ઝાડ સામે ઊભા રહેતા અને ઝાડ સામે બોલીને પ્રેક્ટીસ કરતા..! અત્યારે કોણ તેને ઓળખતું નથી?
દરેક ક્ષેત્રમાં મહેનતવગર કશું જ મળતુ નથી.. ધીરુભાઈ અંબાણી.. સાવ મજૂર માણસ પણ એની મહેનતે ક્યાય આગળ વધી ગયા.
ટૂંકમાં સપનામાં રાચવાથી કશું મળતું નથી. સફળતાનો પર્યાય તો મહેનત જ છે. કાળી મજૂરી, ચોટી બાંધી..કામ કરવું.
મુક્તિદા ઓઝા
જિંદગી ખુંખાર જોઈએ… ( કંઈક સારું કરીએ)
