“જગતના સંકટોમાં ,
જિંદગાની લઇને આવ્યો છું,
ભર્યા છે કંટકો ત્યાં,
ફૂલદાની લઈને આવ્યો છું..!”
(બેફામ)
આખી જિંદગી સંકટોથી જ ભરેલીછે..કાલે સવારે શું થાશે? અરે આગલી ઘડીએ શું થાશે! એ જ આપણને ખબર નથી. એટલે સતત માનસિક ભય રહ્યા કરે “હવેશું” શું થવાનું છે? શું થશે?
ભય નામનું તત્ત્વ જ સંકટને આમંત્રણ આપ્યા કરે એવું લાગે છે.
જિંદગીની કેડી કાંટાળી છે એવું માનવા વાળા માને છે જરૂર પણ,
કવિતો “હરિયાલિ ઔર રાસ્તા” કહીને જિંદગીને વધાવે છે..!
કેટલો contrast!
તમારા ભાવ જ તમને “સુખ અને દુ:ખ”ની અનુભૂતિ કરાવે છે.
સૂકો રોટલો ચાવીને ખાવ એ મીઠાશ રસગુલ્લા ખાવામાં ના પણ મળે, પણ મિઠાશ તો મિઠાશ છે.
એને સતત શોધતા રહેવું અને માણવું જ ઘટે.
માના ગર્ભમાં પ્રવેશ કરો ત્યારથી જ સંકટનો સામનો માણસ જાતે કરવો પડે છે..પણ એના માટે એ તકલીફનો સમનો કરવા માટે,કુદરતે એવી રચના કરી હોયછે કે દુ:ખની અસર નથી થાતી..
હજુ તો, ન્યુઈયરપાર્ટી celebrate કરતા હતા. 2020 નું વર્ષ અફલાતૂનટ પસાર થાય એવી શુભેચ્છાઓ આપતા હતા!. પણ અત્યારે?
આવા તો કેટલા રોગો આવીને ગયા, આપણે જ્યાં ના ત્યાં જ છીએ.
જાગીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ મજ્જા કરીએ છીએ.
જિંદગીની કોઈ પણ તકલીફ ટ્રાફિક સિગ્નલ જેવી હોય છે . થોડીક રાહ જુઓ શાંતિ રાખો એને રેડ માં થી ગ્રીન થવું જ પડે છીએ જિંદગીની કોઈ પણ તકલીફ ટ્રાફિક સિગ્નલ જેવી હોય છે . થોડીક રાહ જુઓ શાંતિ રાખો એને રેડ માં થી ગ્રીન થવું જ પડે
——-મુક્તિદા ઓઝા