“જીવન સફરમાં ભલે તું રહે જાગ્રત ,
ન આવી જાય ઉજાગરા ની અસર..!”
( બેફામ )
સરસ! વર્તમાન, ભૂત અને ભવિષ્ય, કાળની ગતિ બહુજ ન્યારી છે!
આપણે સતત જાગ્રત રહેવું છે? શાને માટે?
ભૂતકાળ.. તો ગયો.
ભવિષ્ય આવે ત્યારે ત્યારની વાત.
અત્યારે જે છે, જેટલું છે, તેને અનુરૂપ મહેનત, તો કરવી જ પડશે, પણ આળસના કીડાની જેમ પડ્યું રહેવું (અળસીયાની જેમ) એ નહિ સારુ.
એક ભાઈ હતા .તેમની આંખમાં તકલીફ થઈ. ડૉક્ટરે કહ્યું”તમારી આંખ સારી નહિ થાય” પણ એ ભાઈએ તો પીર/દરગાહ અને ભગવાનોની માનતા માની, અને નક્કી કર્યું..કે ‘જ્યાં સુધી આંખ સારીના થાય કામે નહિ જાઉં’ શું થવાનું?!’ એ ભાઈ તો બિચારા ભૂખે મરી ગયા.
આ સૂતેલા સિંહ જેવી વાત થઈને!
ખૂબજ કામમાં વ્યસ્ત રહેવું જરૂરી છે. અને એ કામ શામાટે કરીએ છીએ? મોજમાં રહેવુંરે…… મોજમાં રહેવા માટે..આનંદ થી જીવનનિર્વાહ કરવા માટે..
કામ ન કરીને…. ડાયાબિટીસ, બ્લડપ્રેશર.,ડિપ્રેશન થઈ જાય તો તેનો શું અર્થ છે!
જિંદગી ભાગંદોડી માટે છે? કે માણવા માટે? આપણે નક્કી કરવાનું છે.
આ ઘડીને માણશું
આ પળ ને મહાલશું
મનવા! મૂકી દેમોકાણ!
કાલ કોણે દીઠી..
આ રાતની નીંદર તો છે મીઠી મીઠી..
– મુક્તિદા ઓઝા