“ઝરણું અલકમલકથી આવે, ઝરણું અલકમલકમાં જાય!
ઝરણું ડુગર,કરાડ ખૂંદે,
ઝરણું મારગ ધોતું કૂદે! વાહ! આ કવિતા જ્યારે પણ યાદ આવેને, ત્યારે હું પણ મનોમન નાચવા માંડુ છું. કારણકે “હરહાલમાં ખુશ રહેવું એ મારો ગુણ છે.” ‘ગુણ’ એવી વસ્તુ છે. જેને દેખી નથી શકાતો.પણ અનુભવી શકાય છે.
અગ્નિનો ગુણ છે દજાડવું.
આ..હા.કોઈક સુંદર ગીત સંભળાઈ રહ્યું છે..!”બહેતીહવા સા થા વો …ઉડતી પતંગ સા થા વો.”વો બસ આજ કા જશન મનાતા હર લમહેકો ખુલકર જીતાથા વો..!.. આવું જ હવાનું પણ છે. હવાનો ગુણધર્મ છે બસ ચારે બાજુ ફેલાવું અને ઉડ્યા કરવુ.
પર્વત કોઈ દિવસ, કોઈ પણ સંજોગોમાં ડગશે નહિ. ‘મનોવૃત્તિ’નું પણ એવું જ છે.”મેરુ ડગે પણ જેના મનડાં ડગે નહિ પાનબાઈ ભલે રે ભાંગે ભ્રમાંડજી.”
આકાશ! ખુલ્લું બેમિસાલ!કોઈની હિમ્મત છે? ત્યાં સુધી પહોંચવાની? હા. એવું કહેવા અને વાતો કરવાવાળા લોકો ચોક્કસ આપણે જોયા છે. “જો તારા માટે ‘હું’ આકાશમાંથી તારા તોડી લાવીશ.!
“કુદરતે દરેક વસ્તુને એને અનુરૂપ ગુણ આપ્યા છે.
‘હવા’ચારે બાજુ ફેલાય. ‘અગ્નિ’ ગરમી આપે. ‘વાદળાં’ મેઘ આપે. ‘ધરતી’ આપણને ધારણ કરે. અરે!સૂરજ,ચંદ્ર, તારા.. આ..ખું બ્રહ્માંડ! જોઈ જાવ, દરેક કાઈનેકાંઈ ગુણધર્મ ધરાવે છે. પણ એમાં એક ખાસિયત છે. એ કે એ એવું નથી કહેતા,અમે, અમુક-તમુક જગ્યાએ,અથવા વ્યક્તિ ઉપર અમારો ગુણ નહિ વરસાવીએ.!
સૂરજ પોતાના કિરણ “કાદવ ઉપર નહિ નાખું,” એવું કહેતો સાંભળ્યો?
ચાંદનીનું અજવાળું ચોરલોકો પણ એટલું જ માણી શકશે, જેટલું પ્રેમીપંખીડા.!
નદીના પ્રવાહને ઉલ્ટો વહેવાનું કહો.એશક્ય છે?
દરિયાના પાણીમાં અઢળક મીઠીનદીઓ ખાલી થઈ જ્તી હોય, તો પણ દરિયો પોતાની ખારાશ છોડતો નથી.!!
ક્યારેક વાવાઝોડું,પૂર,ધરતીકંપ..આ બધા કુદરતના કોપ છે. કુદરતે કૃપા કરી તો કેવી કરી! વધારે ઓછું થવું એ પણ કુદરતની જ એક રમત છે. આકાશને આંબવાની હિમ્મત કે શક્તિ કોઇનામાં છે?
‘પાણી’ સૌને ભીના કરે! એ ધોધમારવરસે!કે ઝરમર..!
બસ .. એ તો ધરતીને એવીતો ભીની બનાવી દે, હરિયાળી બનાવી દે.
લીલીછમ ઓઢણી ઓઢેલી પદમણી જ જોઈલો.!
મુક્તિદા ઓઝા
જે માણી શકે… તેની માટે છે.. પ્રકૃતિ…..
