જોજો…., જીવનમાં…. શૂન્યતા ના વ્યાપે…!

મેં આનાથી વધુ અર્થસભર અને ઊંડુ વાક્ય નથી સાંભળ્યું….
જેમ જેમ રૂપિયા વધતા જાય..તેમ તેમ શૂન્ય(તા) વધતી જાય છે..! ૧૦૦,૧૦૦૦,૧૦૦૦૦,૧૦૦૦૦૦ !!
સાથોસાથ હદયની પણ….
(80 ટકા હકીકત છે….20 ટકા અણનમ.. ( અજ્ઞાત)
“શૂન્યતા” એ માત્ર વાક્ય કે શબ્દનથી! એ તો અનુભવની વાત છે. સુદામાને તેની પત્નીએ,”ફાટેલી પોતડીમાં”તાંદુલ “બાંધીને દીધા! એ, એ લઈને તેના બાળસખા શ્રીકૃષ્ણને મળવા ગયા..સોનાનીનગરી દ્વારિકામાં પહોંચ્યા રાજમહેલમાં પહોંચ્યા. દરવાજે “ગરીબ તવંગર”, આવ્યાનું સાંભળીને કૃષ્ણ તો એવા ઘેલાઘેલા થઈ ગયા! આવી”ખુશી”રાજમહેમાં આજદિવસસુધી કોઈએ જોઈ નહોતી.. રાણીઓ તો, આ,આવા વાતાવરણને જોઈને એવી તો તલપાપડ થઈ ગઈ! એ લોકોને થયું ,કે એવો તે કેવો મિત્ર છે કે, આ,કોઈ દિવસ નહોતો જોયો એવો આનંદ, કૃષ્ણ અત્યારે અનુભવી રહ્યા છે?
કૃષ્ણ/સુદામો મળ્યા. “રાજવી”ઠાઠ-માઠથી સુદામાનુંસ્વાગત કરવામાંઆવ્યું! પણ સુદામાજી પેલી”તાંદુલ નીપોટલી” જે બગલ નીચે દબાવેલી રાખી’તી તે કાઢે નહિ!
કૃષ્ણ સુદામાજીની બાજુમાં ગયા અને પૂછ્યું; “ઘરે બધું ક્ષેમકુશળ તો છે ને? ભાભીએ મારા માટે શું મોકલ્યું છે?”
ધ્રૂજતા હાથથી, શરમાતા શરમાતા સુદામાએ કૃષ્ણને “તાંદુલનીપોટલી”આપી. રાજમહેલમાં ‘ છપ્પન ભોગ’ આરોગતા શ્રીકૃષ્ણ! અને આ સુદામા એ લાવેલા તાંદુલ! ત્યાંનેત્યાં , સૌની સામે બાળકની જેમ આરોગતા શ્રીકૃષ્ણ!!!
ઘણું બધું કહી જાય છે. આ ચિત્ર! આવો આનંદ રાજમહેલમાં ક્યારેય નહોતો,જે આજે અત્યારે છે. તાંદુલ અને છપ્પનભોગ વચ્ચે એ જ તો તફાવત છે.
આપણે નજર સામેની વાત જોઈએ, તો ..એક ખૂબ ગરીબની દિકરી જેને તમે ખૂબ પૈસાવાળા ( ધનિક) ને ત્યાં પરણાવી છે!! એને જઈને પૂછજો.. આ “શૂન્યતા” એટલે શું? શક્ય છે, એ બોલશે નહિ, પણ એની “આંખો” જવાબ દઈ દેશે.
“ભૂખ ના જોવે સૂકો ભાત” પણ,
તમારા પાસે એકના આંકડા પછી જેમ જેમ શૂન્ય વધાતો જાય, તેમ તેમ .. “ભૌતિકતા”વધતી જાય.. આવા લોકોને જોયા છે? ઝાડુ? ઘરમાં સફાઈ તો નોકર જ કરે! જમીને થાળી તો નોકર જ ઉપાડે!
ઘરની અંદર”ડ્રોઈંગરૂમમાં “મોટેથી” ના બોલાય..બાળકની જેમ “ખડખડાટ” ના હસાય! અરે! આ તો એક ઊડતી નજર છે..
“શૂન્ય” પાછળ ભાગતા માનવીને પૂછી આવજો “જિંદગી એટલે શું”? ડાયાબિટીસ? ,બ્લડપ્રેશર?, ડિપ્રેશન?, પેટનાજુદીજુદી જાતના રોગો, પરસ્ત્રીગમન? પોતાના જ ઘરમાં “પારકા” થઈને રહેવાનું?!
સમજાતું નથી,આર્થિક સમૃદ્ધિ શામાટે માનસિક દારિદ્ર્ય લાવે છે?
પણ દરેક આંગળા સરખા નથી હોતા તેમ દરેક લોકોમાં પણ અપવાદ હોય છે.
—– મુક્તિદા ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: