“કદીક ફૂલ છીએ, તો કદી તુષાર છીએ,
દરેક હાલે જીવન બાગનો શુંગાર છીએ,
ભલે પરાઇ વ્યથામાં અમે ખુવાર છીએ,
યુગોના હૈયે વસી જાય એવો પ્યાર છીએ.”
( શુન્યપાલનપુરી)
પ્રેમ એક એવી વસ્તુ છે જે ખરીદવાથી નથી મળતો. માગવાથી પણ નથી મળતો. એ તો સંવેદના છે. પ્રેમ પોતાના માંથી જ પેદા થતો હોય છે અને એ બીજાને આપવા અને લેવા વ્યથિત થતો હોય છે. બીજાના દુ:ખે દુ:ખી અને બીજાના સુખે સુખી..
આપણે સતત બીજાનો વિચાર કરતા રહીએ, એટલે સુધી કે સવારે ઊઠીને ભગવાનને તો કેટલો યાદ કરીએ ખબર નથી,પણ હાથમાં ન્યુઝપેપર લઈ દુનિયામાં શું ચાલી રહ્યું છે? તેનો જ વિચાર ચાલુ થઈ જાય. કારણકે આપણી જિંદગીનોમદાર દુનિયા છે. આપણે દુનિયાને પ્રેમ કરીએ છીએ. પછી એ પોલીટીક્સ હોય કે સિનેમા, શિક્ષણ હોય, કે સમાજ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, .મત્સર બધાનો આપણે “ભોગ” થવાના. પણ પ્રેમ એવો છે જે જગતના દરેક દુ:ખને જીતી શકે છે એટલે જ કહે છે કે give love receive love.
પ્રેમ શોધવા જાતા નથી મળતો, પામવા જાતા નથી મળતો, એતો unconditionalછે.
અને એટલે જ એ જીવનબાગમાં ઉગેલ પ્રેમરૂપી સુગંધીત ફૂલની એક સુગંધની લહેરખી છે,
જે મનને ખુશખુશ કરી દે છે.
મા પોતાના બાળકને પ્રેમકરે, ભાઈ\બહેન, નોકર\માલિકને પ્રેમ કરે એ
પ્રેમ કેવો છે? એ ખબર નથી.
એક રાજાના વાંદરા ચોકીદારે,તલવારથી માખી ઊડાડી અને શું થયું? આપણે જાણીએ છીએ.
ક્યારેક પ્રેમ ગાંડો છે. ઈતિહાસ જોશુ તો પ્રેમ આંધળો પણ છે. છત્તા જિંદગીનો શણગાર તો છે જ.
આજકાલ જુવાન લોકોને મેં જોયા છે “hug” કરતા..ચરણ સ્પર્શ કરતાં “ઈ” લોકોને નાનમ લાગે છે.? બોલવાની રીતમાં વડીલોને “કાકા,મામા,માસા,ફુવા નામ સાથે જોડીને બોલાવવામાં આવતું.. હવે સંબંધોનું અસ્તિત્વ ગુમાવીને બોલાય છે!!! mko,ITV kk વગેરે વગેરે….આનું કારણ? આપણી નકલીયા-કંગાળ મનોવૃત્તિ.!! હા ઑફિસમાં તમે ઘણા બધા લોકો હો.. અને અંગ્રેજી અક્ષરોથી ટૂંકામાં બોલો,સમજી શકાય તેવી વાત છે. આ બધી જ પ્રેમ દર્શાવવાની રીતો છે.શું??..ઘરમાં સંબંધોને ભૂલી જાવ તે કેટલું સાચું છે! અહીં આપણે આપણા અસ્તિત્વને ભૂલી જાતા હોઈએ એવું જ મને તો લાગે છે. બોલવા-ચાલવાની રીત, પહેરવા-ઓઢવાની રીત, ઊઠવા-બેસવાની રીત બદલાય…પણ તમે બીજા કરે તેમ કરવા માંડો ત્યારે ચોક્કસ તમારી પડતીની શરૂઆત થઈ ગઈ છે. એવું સમજી લેવાનું.
શિક્ષણ તમને કેવીરીતે મળે છે તેના ઉપર મનોવૃત્તિનો આધાર હતો પણ હવે “મીડિયા” તમને ખોટા રવાડે ચડાવી દે છે. ટીવી, ફિલ્મ કે ન્યુઝપેપર.. તમારા મનમાં એવાં બીજ રોપી દે છે.. જે માત્ર ભૌતિકતાછે.
સાચાપ્રેમને કોઈ જાતના બંધન,વાડા કે દેખાવ ન હોય..એતો અવિરત વહેતું ઝરણું છે..
મુક્તિદા ઓઝા