स्वयं का दर्द महसूस होना,
जीवित होने का प्रमाण है..
लेकिन औरों के दर्द भी महसूस करना,
इंसान होने का प्रमाण है…
(अग्नात)
—
સુખીદેખાતા લોકો હંમેશાં સુખી હોય! એવું જરૂરી નથી. પણ એમનો નજરિયો ખુશીનો હોય છે.
દુઃખીના દુ:ખનીવાતો સમજવા અને સાત્વન આપવા તૈયાર રહેતા લોકોના હાથરૂમાલને જોવું જોઇએ,શક્ય છે એનો રુમાલ ચોક્કસ ભીનો હશે.
એવા લોકો જોયા છે? જેને તમે કહોને કે “આજે મારા પેટમાં વાયુ થઈ ગયો હતો” તરત એમનો ઉત્તર હશે “અરે! મને તો ગયા મહિને ગોવારનું શાક ખાધુંને તો એવી પેટમાં આંટી ચઢિ એ..વી ચઢી..” કે તમારી વાત ક્યાં ખોવાઈ ગઈ, તમારું દર્દ ક્યાં ગયુ? તે જ ભૂલાઈ જાય!!
હોસ્પિટલ માં ખાસ વ્યવહાર જાળવવા કોઈ દર્દીને મળવા જાય પણ જેવા દર્દીના ખાટલા સામે ઊભા રહે.. બસ તરત જ દુઃખઅનેદર્દની વાતો ચાલુ થઈ જાય, આવા લોકોની હાજરી પણ ખૂંચે તે સ્વાભાવિક છે. તમે,ઘણા ગરીબોને રસ્તા ઉપર ખાવાનું ખાતા હોય ત્યારે, કૂતરા એગરીબની આસપાસ આંટા મારે, તો પોતાના અર્ધા સૂકારોટલામાંથી અચૂક એક ટુકડો પેલા કૂતરાને આપતા જોયા છે..
આજના જમાનામાં બપોરના જમવાટાણે, ધોમધખ્યા તડકામાં તમે કોઈ મહાનુભાવના ઘેરે પ્રવેશ કરો ત્યારે પાણીનું તો પૂછતા પૂછશે પણ.. કીચનમાંથી બહાર આવતા આવતા મધુરભાષી આંટી, સીધાજ પ્રશ્નનો પ્રહાર જકરશે.”જમીને આવ્યા કે શું?”
આ તો બહુજ નાની નાની વાત થઈ પણ સંસારી વાતો જેવીકે
દિકરી પરણાવવી, કોઈના લગ્નજીવન વગેરે વિશે પંચાત કરતા લોકો “ઘૂમડાને ખોતરતા” હોય એવું લાગે.
કોઈક ના દુઃખની પંચાત કરવી એ “માણસાઈ” તો નથી જ.
પણ
સમય આવ્યે કોઈના દુઃખ દર્દમાં, કોઈ પણ રીતે અરે ભાવનાત્મક રીતે, મદદ કરવી એ જ “માણસાઈ”છે.
——- મુક્તિદા ઓઝા