(એક આસ્વાદ)
હરીન્દ્ર દવે, એક વિશિષ્ટ કવિ, તેની રચના માં જાણે હદયના શબ્દો ને , માનવ સહજ લાગણીઓ માં વીંટી ને એવી રીતે રચના બનાવે, કે સામાન્ય માણસ ને પણ સહેલાઇ થી સમજાય, અને મન ને તરો તાજગી બક્ષે.. .. આ રચના માં એ ખૂબી સહજ દેખાય છે…..
અબલગ કંકર એક ન વાગ્યો,ગયાં ભાગ્યમુજ ફૂટી!!
જિંદગીની જવાબદારી રૂપી મટકીમાથે લઈ લઈને ફરીએ છીએ.
પણ ધ્યાન તો કૃષ્ણની ભક્તિમાંજ છે.
મન તડપે છે.
ભક્તિના ગોરસની મટુકી માથે લઈને ભટકું છું,ક્યાંક, ક્યારેક કૃષ્ણ મારી મન રૂપી મટકી ઉપર કંકર મારી તેના દર્શનથી ભીંજવી દેશે.પણ
પૃથ્વી,પાણી, પર્વતો, આકાશ, જંગલ, કુદરતમાં કોઈ એવી વસ્તુ નથી, જે “માધવ”ને નથી શોધતી.
“કાનમાં કહેવાની રમત હોય” એમ…વ્યક્તિ, ગોપી,ઝાડ,કાંટાની વાડ..એક-મેકને પૂછે છે “માધવ”ક્યાં છે? અને મન તો એવું ભાવ વિભોર બની જાય કે કોયલના કાળા રંગમાં કૃષ્ણને શોધે! મોરનીકળામાં, પીંછાની અંદરના રંગોમાં મુગટધારીને શોધે.
જ્યારે હરીન્દ્ર દવેની કવિતાઓ વાંચું ત્યારે ક્રુષ્ણભક્તિમાં લીન થઈ જવાય છે.
શિર પર ગોરસમટુકી,
મારી વાટ ન કેમે ખૂટે,
અબ લગ કંકર એક ન લાગ્યો,
ગયાં ભાગ્ય જ મુજ ફૂટી,
કાજળ કહે આંખોને,
આંખો વાત વહે અંસુઅનમાં..
માધવ ક્યાંય નથી મધુવનમાં..
( હરીન્દ્ર દવે)I
—————મુક્તિદા ઓઝા