આજે, મને મારું બાળપણ યાદ આવી ગયું.
મારી મા કપડાં ધોતી હોય, હું પાણીથી મસ્તી કરતી હોઉં! હજુ એ ચિત્ર મારી નજર સામે તરવરે છે, પાણીની બાલ્ટીમાં હાથ નાખી પાણીને ખૂબ ઘૂમાવતી અને એ ઘૂમરીઓને જોયા જ કરતી!! અને શું વિચારતી ? આજે પણ મને યાદ નથી.
આજે જમીને હીંચકે ઝૂલણીયા ઝુલતી, પાન ચબાવતાં વિચાર આવ્યો.આ વિચારોનું પણ કેવું છે ને? જ્યાં જુવો ત્યા આવીજાય…,અને વમળની જેમ પેદા થાય અને શાંત થઈને ભૂલાઈ પણ જાય!!
વિચારવાયુ બહુ ખરાબ છે. તમને ગાંડા કરી મૂકે. વિચારના રવાડે કોઈ દિવસ નહિ ચઢવાનું.
સવારે આંખો ખુલે અને ભગવાનને તો યાદ કરતાં કરશું, પણ… “ઓ હો! આજે આ કામ પૂરું કરવાનું છે” .. એજ વિચારથી આપણો દિવસ શરૂ થશે!!
‘સવાર’ જ માત્ર વિચારની શરૂઆત કરે છે;એવુંનથી.ભૂતકાળ,ભવિષ્ય અને વર્તમાનવિચારની ઉત્પતિના જુદાજુદા સમય છે..
ન્યુઝપેપર લઈને ‘સંડાસ (latrin)જાતા લોકોને જોયા છે?
ન્યુઝપેપર,સિગારેટ,બીડી,કોઈનીઆંખ,આકાશ,દરિયો,પુસ્તક,હીચકો..!! વિચાર પેદા થવાના સ્થાનો છે. સંડાસજાવત્યારે,..ભલભલા ધુરંધરોના અનેક પ્રોગ્રામ, મગજમાં વિચાર કરતાંકરતાં પાકા થઈ જાય.!
સ્ટાઈલીશ સિગારેટનો ચૂસમારીવિરહનીવેદનામાં ઉલઝાતા અભિનેતાઓને તો તમેફિલ્મોમાં જોયા જ હશે.
અરે! રીસેસ ના બહાને,બાથરૂમમાં કલાકો સુધી બીડીફૂંકતા મહાનુભાવોને વિશે પણ સાંભળ્યું હશે. બાથરૂમમાં બીડી ફૂકતાં ફૂકતાંતો જિંદગીના કાવાદાવા રમાઈ જાય. કેટલીકવાર દિવાલ પાછળનો અવાજ તમને વિચાર કરવા મજબૂર કરે.
બસ! વિચાર એ વિચાર છે! કેવી રીતે વિચારને આપણા મગજમાં આવવા દેવો.? એ વિચારી જુઓ.
ત્યાં સુધી, હું મારી પાનપેટીમાંથી,પાન બનાવતી અને ચબાવતી હીચકે ઝૂલું છું..
મુક્તિદા ઓઝા
વિચારો ના મોજાઓ.
