“સમજદારની આ…………,
સામાજિક ડીગ્રી………….,
બહુ વસમી છે..”અંગાર”…!
એ મેળવવા કેટકેટલા……,
જખ્મો સાચવ્યા છે..
દિલમાં …..! “
————- “અંગાર”
“જવાબદારી સમજવી અને સ્વીકારવી એ સહેલુ નથી.
ઊંચી ટેકરીની ટોચને નીચે તળેટીમાંથી જુવો,તો એકદમ નજીક લાગે. પણ ત્યાં ટોંચ ઉપર પહોંચતા, કેટલી તકલીફો થાય? તે તો ચઢાણ કરવાવાળાને પૂછી જોવું જોઈએ,”એ ટોચ પર પહોંચતાં, કેટલો સમય લાગ્યો? અને કેટલા કાંટા વાગ્યા? અને પગમાં કેટલાં છાલાં થયાં?
તમારી કોઈ પણ સફળતા “મજૂરી” માંગી લે છે.
જે પોતાની જવાબદારી સમજીને આગળ વધે, તે પાછળ ન જાય. એ તો આગળ વધ્યા કરે, ભૂલ થાય,તો એને સુધારે અટકે નહિ..
જવાબદારી સમજવી અને સ્વીકારવી બહુજ અઘરું કામ છે.
તમે Boss છો .. તમારી ઑફિસમાં જવાબદારી છે. તમે ચોરી નથી કરી, તમે ખરાબ કામ નથી કર્યું .. તમારા કામદારોએ ભૂલો કરી છે. ખોટાં કામ કર્યાં છે. પણ જવાબદારી તમારી જ થઈ જાય છે.!! કારણકે સૌથી વધારે સમજદાર અને જવાબદાર તમે છો. કારણકે, તમે ઑફિસમાં boss છો.
જોયું! નાનકો તો જો, કેવાં તોફાન કરે છે? કેવો સ્માર્ટ છે!” અને એક પ્રકારની હંમેશાની સરખામણી,બાળમાનસ પર એક “જુદાઈ”નું પ્રતિબિંબ બેસાડી મૂકી દે છે.
” તું’ ડાહ્યો છોને?? નાના ભાઈને આપી દો જોઉં..”
તમે મોટા, એટલે સમજદાર જ હો..
તમારી ઇચ્છા-આકાંક્ષાઓ..”ડાહ્યો છો,સમજદર છો!ના “સમજદારીના કૂવા”માં વધેરાઈ જાય છે.
‘માણસ માત્ર ભૂલને પાત્ર’ પણ જવાબદાર વ્યક્તિ એ છે, કે જે ભૂલમાંથી શીખ લે, અને આગળ વધે.
આ”મોટા અને મોટી”તમને એવા”અહમ્”ના રવાડે ચડાવી દે,કે જેટલા થાય એટલા માનસિક આઘાત- પ્રત્યાઘાત,ખૂન.તમારી જાતનું ખૂન, તમે ખુદ, કરી ચૂક્યા હો છો.!!
આપણે, એવું ના કરાય! તું મોટો છોને બેટા!! ચાલો આપી દો.. આપી દોતો, આપી દો જોઉં!!
મોટા થયા, એ ગુનો. એ ‘મોટાઈ” માં, બધુ જ બાળપણ ખોવાઈ જાય!!
આ મોટાપાની ડિગ્રી, તમને તમારા”ડહાપણ”ની સમજદારીની, યાદ કરાવ્યા કરે.! એટલે જ
એ “સમજદારીની ડીગ્રી”, મેળવવા માટેના ‘ઘા’ એટલા તો ઊંડા અને વસમા હોય,કે એતો ક્યારે રુઝાય! ખબર નહિ!!
આ “સમજદારી”ની ડીગ્રી દેખાય તેટલી સહેલી તો નથી જ.
દલાઈ લામાએ કહ્યું છે:”when you lose don’t lose the lesson”.
— મુક્તિદા ઓઝા