‘હું કરું હું કરું’ એજ અજ્ઞાનતા,સકટનો ભાર જ્યમ શ્વાન તાણે.
અને ….,
જ્યારે આ “હુંકાર” માણસનીઅંદર પ્રવેશે છે ને. ત્યારે અહમ્ ,કુદરત સાથે competetion કરવા માંડે છે. અને અહમ્ પોતાનું અને પોતાની આસપાસનાનુ ….. ,અરે!આખી દુનિયાનું સત્યાનાશ કરે છે.
એક અંગ્રેજી ફિલ્મ જોયેલી.વૈજ્ઞાનિકની એક ભૂલ થકી.. વૈજ્ઞાનિક શોધ રીવર્સ થવા માંડી.આવું જ કૉરોનાનું પણ થયું છે.
ત્યારે થાય”હું માનવી માનવ થાઉં તોય ઘણું.!!!”પણ માણસને તો આભને આંબવુ છે. એ ભૌતિકતાની પાછળ એટલો તો ઘેલો થયો છે. કે ભગવાનને પણ ભૂલી ગયો છે. માણસ..”માણસખાઉ” થઈ ગયો છે.
નજરની સામે ચોરી થતી હોય.તો પણ એ નો તો એવો જવાબ હોય છે ” मेरेको नहि पता” “મૈંને કુછ નહિ દેખા”
કોઈને સાચી વાતમાં મદદ કરવી,સચ્ચાઈનો સાથ આપવો એતો “સપનું” થઈ ગયુંછે. રસ્તેજતાં, પ્રાણીઓની સેવા કરતા લોકોને જોયા છે? રસ્તામાં વચ્ચે પત્થર પડ્યો હોય તો તેને ઉપાડીને બાજુએ મૂકવામાં લોકોને શરમ આવે છે એ પણ હકીકત છે.
મેં આજે ચાઇનીઝ બનાવ્યું, લેબોનીઝ બનાવ્યું ,થાઈફૂડ બનાવ્યું!!એના સ્ટાઈલીશ રંગીન ફોટા મૂકશે! પણ જમવા ટાણે એમના ઘેરે પહોંચો જો પાણીનું પૂછે તો આપણા ” ધન્ય ભાગ ને ધન્યઘડી !!
ઘડેલો,ટીપેલો,ટીપાતાં ટીપાતાં સુંદર કોતરણી, કિનારીવાળો,ધીમાતાપે શેકાયેલો, ગુલાબી રંગનો મીઠોમીઠો રોટલો!એ પણ એક “કલા”નો જ નમૂનો છે ને!
પણ જ્યારે ખાવા બેસીએ અને કોઈ આવી જાય,તો આપણે એ રોટલાને પાટલાનીચે સંતાડી દઈએ.!ક્યાં ગયો એ “કામણગારી કમનીય હાથથી ઘડાયેલ રોટલો?
કોઈને ખવરાવવુ, મદદરૂપ થવું,દુઃખમાં સહભાગી બનવું એ માનવતા છે.
બિમારીમાંસબડતી,કણસતીમાને રુમમાં એકલી મૂકી પાર્ટી enjoy કરતા જુવાનીઓ જોયાછે?
પોતાનેસુંદરતાથી સજાવવુ,ઘર સજાવવુ, લોકો સામે પોતે બહુજ સારા છીએ તેવું સાબિત કરવું એએક પ્રકારની કલા છે.પણ એની પાછળ કોઈને મનદુ:ખ તો નથી થાતુ ને? કોઈને શારીરિક કે માનસિક તકલીફતો નથી થાતી ને?તમે જે કાંઈ કરો છો તે, સુંદરતાથીકરો,તે એક કલાછે. પણએની પાછળ “અહમ્” અને “સ્વાર્થ” આવશે.. તો કલા કલા ન રહેતાં “કાદવનોકડૂસલો” થઈ જાશે.
ઇસબ મલેક “અંગાર” એ..આ બાબતે કહેલ એક વાત …..
“રવીન્દ્રનાથ ટાગોર….,
પાસે તેનો એક શિષ્ય સું કલાકૃતિ બનાવી ને બતાવવા ગયો… ત્યારે તેઓએ કહેલા શબ્દો…..,
” કલા એ ચોક્કસ કલાકાર થી મહાન છે,
પણ……,
તું તારી કલાથી પણ
મહાન બનજે…!”
( એટલેકે ખાલી કલાકાર બનવાથી માણસ સારો નથી બનતો, પણ
માણસ ફક્ત ” માણસાઈ”
વડે જ “માણસ” બને છે.
– મુક્તિદા ઓઝા