“आ बैल मुझे मार!”

“સમસ્યાઓને દૂર કરવાનું
ઠેલવી દેવાથી
સમસ્યા ને વધુ શક્તિશાળી
બનવાનો
મોકો મળતો રહે છે…”
(ઇસબ મલેક “અંગાર”)

આગ લાગે, ત્યારે કૂવો ખોદવા જવાય?
સમસ્યાનીરાહ જોવાની હોય?
આ તો પેલું “હિન્દી-ચીની ભાઈ ભાઈ” જેવું જ થયું!! ભારત-ચીનની લડાઈની વાતો સાંભળીએ ત્યારે થાય,તે જમાનાની લડાઈમાં આપણે બહુજ ગાફેલ રહ્યા હતા! (એ ચોક્કસ સમજી શકાય એવી વાત છે.).
આપણે કેટલીક વાર,સામેથી સમસ્યાને સહર્ષ, સ્વીકારીએ છીએ, પંપાળીએ છીએ.
કેટલાક લોકોને તમે મળશો તો એમની અમુક પ્રકારની જ વાતો હશે! એ લોકો શરૂ થાશે ” કેમછો”થી.. પણ એમની વાતો માત્ર અને માત્ર “મારો રોગ” એ વિષયને આધારિત હશે.જેમ ગુમડું થયું હોય તો,એના ઉપર ‘ખરજ’ કર્યા કરો, તો વકરી જાય. રુઝ વળતાં વાર લાગે! પણ અહીં તો “પોતાનો રોગ, પોતાનું ગૌરવ” બની જાતો હોય છે.આવા લોકોને જોઈને વિચાર આવે! રોગોમાં રાચવા કરતાં એ રોગ ના થાય..એવી જીવનશૈલી અપનાવીએ તો? અમુક વસ્તુઓ ઘોડાવેગે આવે અને કીડીવેગે જાય!
સૂરજ છાબડે ઢાંક્યો થોડો ઢંકાય!!! કાગડા,કૂતરા,બિલાડા કે માણસ! કોઈના પણ shitને સાચવીના શકો છુપાવી ના શકો! એક દિવસ,બેદિવસ,ત્રીજા દિવસે ગંધ મારશે જ. આનું એક ઉદાહરણ દઉં? “ચોમાસામાં વસ્તુની બટાવાની વાસ”, ઘરમાં કોઈ ખૂણે ખાંચરે ઉંદરના મરીજાવાની વાસ!! કેમ આવે?? કારણકે આપણે ઘરની ચોખ્ખાઈ માટે ગાફેલ રહ્યા હોઈએ છીએ.!
“પગે કમાડ ઠેલવા!” કોઈને પણ “ભાવ” આપો તો એ જ થવાનું ! માનવ સહજ સ્વભાવ છે. એને ખબર પડે,કે સામી વ્યક્તિને, તમારી “ગરજ“છે!! તો એ વધારે ને વધારે ‘વટ’ બતાવશે!!રોગો,જિદગીની જરૂરિયાતો,સામાજિક પ્રશ્નો આ બધી જ વાતો માણસની ‘મનોવૃત્તિ’ જેવા જ છે,તમને જરૂર પડે ત્યારે વટ બતાવે..
સરકાર ખૂબ ફિલ્મો બતાવે, સમાજમાં જાગૃતિ લાવવા જુદાજુદા કીમિયા અપનાવે “તમાકુ” “એઈડ્સ”વગેરે.. માટે લોકોને સમજાય તેવી advertisement બનાવે, ફિલ્મોબનાવે પણ… “એમાં શું? ” આપણે કાંઈ ના થાય”ની મનોવૃત્તિ! જીવનને ખેદાન-મેદાન કરીદે! “પડશે એવા દેવાશે!”
“ઘરની અંદરનુ વાતાવરણ”! એક વડીલ બિમારીથી ખાંસતા હોય! એને મદદ કરવાની જફા પાછળ.. પૈસાથી માંડીને સમય તથા મજૂરી, બધાનો ઉપયોગ કરવો પડે.!!!. એટલે “આંખ આડા કાન”!વ્યક્તિ, વસ્તુ, કાર્ય પ્રત્યે નકારાત્મક વલણ,આળસ.. દરેક માટે સરખું જ લાગુ પડે છે.
“ભલેને ખાંસતો! પડશે ઐવા દેવાશે”.
સામાન્ય રીતે રોગ, દિકરી પરણાવવી,ઓફિસમાં અમુક કામ, એ ‘આજે પૂરાં ન કરો’ તો મહા વિકરાળ રાક્ષસની જેમ સમસ્યા બનીને તમારી સામે ઊભા રહે છે.
‘હા થાશે થાશે’.. અરે! પણ પહેલાં પૂરું કરીએ ને.. ?? અહીં સાંભળે કોણ?
માણસનો વજન વધારો દિવસેદિવસ ચરબી! વધતી જ જાય વધતી જ જાય!!!!
પરિસ્થિતિનો સામનો કરવાનો અને જે છે તેને ખેંચ્યા કરવાનું, એટલે ખેંચાઇને એક દિવસ તડાક દઈને તૂટે!!!
પશુ પક્ષીઓ પણ આફતથી રક્ષણ માટે તૈયારી કરતાં હોય છે. પણ માણસ બેફામ થઈ ગયો છે. શક્ય છે એ પોતાની જાતને એટલો મહાન માનવા માંડ્યો છે કે, એના માટે આ તો રોજિંદા સૂત્રો થઈ ગયાં છે! “શું છે, શું કરી લેશે, શું થઈ જાશે”!!!
અત્યારે કૉરોના માટે લોકોનું “વર્તન” બસ! તમે એક શાકમાર્કેટ પાસે ઊભા રહો!અને જુવો ‘કાંદા-બટેટાના ભાવ કેમ કરે છે!?!!
“જે છે તે છે બોલો ચલાવી લો”***************
મુક્તિદા કુમાર ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: