“અબોલ જીવ”

“जीवोजीवस्य भक्षणम्”!
અબોલ જીવનો ઉપયોગ કરવો માનવસિદ્ધ અધિકાર છે!
હું સવારે કચરો આપું, ત્યારે કચરાવાળા સાથે એક બિલાડી હોય જ! એટલે હું, કચરાવાળાનીમસ્તી કરું,અને પૂછુ ‘આ તારી ગર્લફ્રેન્ડ છે?!’ અને અમે બંને વાત કરતાં હોઈએ, ત્યારે એવા રસથી એ બિલાડી પણ જોતી હોય,જાણે એ પણ અમારી વાતો માણતી હોય! બહુજ પ્રેમાળ પ્રાણીછે,બિલાડી. આડુ ઊતરે,તો અપશુકન થાય!
આપણે જુદાજુદા પ્રાણીને જુદીજુદી માન્યતા-કુમાન્યતાઓમાં ઢાળી દીધાં છે.!
કાગડો બોલવો મહેમાનઆવે, !ઘરનામોભ ઉપર ઘુવડ બોલેતો વડીલોમાંથી કોઈનું મૃત્યુ! !કૂતરાનુરોવું,એને તેલવાળીરોટલી ખવડાવવી, ગાયને ગોળરોટલી ખવડાવવા, બિલાડીને લક્ષ્મીનુરૂપ માનવું.!
પશુ-પક્ષીની કોઇને કોઈ ખાસિયત હોય છે. સવારમાં આંખ ઉઘડે,એવો જ કાબર,ચકલાં,દેવચકલી,કાગડા, બધાં જ પક્ષીઓ!કોણજાણે,શું કલબલાટ કરી મૂકતાં હોય છે.
અત્યારે તો,આ કૉરોનાના કારણે noice polution તો બહુજ ઓછું છે,એટલે ટ્ક, ટ્રેન,ગાડી,ફ્રૂટવાળા, શાકવાળાના અવાજના રાક્ષસીઘોંઘાટ વચ્ચે! આ કુદરતના ખોળે ખેલતા,નાનાનાના પશુપંખીઓનો અવાજ!ક્યાં દબાઈ જતો હતો,તે ખબર ના પડતી!પણ અત્યારે તો,ખરેખર!એ પંખીઓ જાગ્યાં હોય અને એક ઝાડથી બીજે ઝાડે,એક-બીજા સાથે જાણે વાતો કરતાં હોય! કોયલની કૂક,કાગડાનીકાકા,દેવચકલીજાણે કોઈનેલાઈનમારતી હાય તેવીતેનીસીટી.આ બધાં પક્ષીઓનામધુરઅવાજ! બસ!સાંભળતાં જ રહીએ….
પણ આપણે કેટલા નિષ્ઠુર છીએ! આપણે કેવા છીએ.જે”અબોલ”છે તેનો એકયા બીજી રીતે “ફાયદો” ઉઠાવીએ છીએ! કબૂતરનાગળે ચિઠ્ઠીબાંધી,’love letter’ મોકલીએ છીએ. જિંદગીમાં ખુશી આવે એટલે જુવારઅનેબાજરીનું’ચણ’ નાખીએ છીએ.જીવતા કબૂતરને કાપી,એના તાજાલોહીથી,મસાજ કરવાથી લકવો મટે છે!એવી માન્યતા છે!
સરકસમાં એક નાનકડા સ્ટૂલ ઉપર,ચારપગ મૂકાવી,સલામ કરતા હાથીને જોયાછે? આ પ્રક્રિયા દરમ્યાન મહાવત હાથીને સોટીથી મારતો હોય! મને તો, એમ થાયકે આ મહાવતને પણ ખાવાનું મળતું નથી લાગતું!. .(સરકસમાં પ્રાણીઓથી પણ ખરાબ હાલત માણસની કરવામાં આવતી હોયછે)!…
એ…ઝમૂરાનાચ! વાંદરાઅને વાંદરીને રસ્તા ઉપરનાચનચાવી એમનુ ખાવાનું ખાઈ જતા અને પૈસા કમાતા મદારીને જોયા છેને?!
ઘરમાં નાનાનાના love birdને કેપછી.. મેના,પોપટનેપીંજરામાંપાળી,ધાર્યું બોલાવતાં અને કામ કરાવતા,લોકોને આપણે જોયાં છે!
કાગડો કેટલું ઉમદાપક્ષી છે! મહેમાન,good newes, badnewes..એ જ આપે છે!મેં લોકસાહિત્યનીવાર્તાઓમાં,કાગડાને કોઈના ભવિષ્ય વિશે અને એમનામૃત્યુ વિશે,એકમેકની અંદર વાત કરે એવું સાંભળ્યું છે!
ગાય,ભેંસ,બકરી,ઊંટનાદૂધનો આપણે એકયા બીજી રીતે ઉપયોગ કરીએ છીએ.
એક એવું પશુ,પક્ષી કે દરિયાઈ પ્રાણી,બતાવો જેનો ઉપયોગ આપણે નાકરતા હોઈએ!
દરેક પ્રાણીથી માણસજાત એટલી બધી જોડાયેલી છે કે..પોતાની સારી-નરસી માન્યતાઓ સાથે પ્રાણીઓને જોડીદીધાં છે.જનમથી માંડી મૃત્યુ પછી પણ માણસજાત પશુપક્ષી અને પ્રાણીથી જોડાયેલો છે. કોયલ,મોર,કાગડો!કોઈને.. આપણે ગીતોમાંપણ છોડતા નથી.!”બોલેરે પપીહરા પપીહરા.. ઈકમન પ્યાસા ઈક મન તડપે..!”
મન મોર બની થનગાટ કરે!
કોયલ બેઠી આંબલીયાની ડાળ મોરલીયો બેઠોરે ગઢને કાંગરે!!!
કબૂતર જા.. જા .. જા.
આપણે એ લોકોને આપણા કુટુંબનાસભ્ય માનીએ તો કેટલું સારું!( કેટલાક માનતા હોય છે) અમેરિકામાંતો,એક કૂતરો ખરીદે,પછી એને એકલું ના લાગે! એટલે એને કંપની માટે,બીજો કૂતરો ખરીદે! કૂતરું બિમાર થાય તો માણસથી પણ વધારે સારીરીતે એ કૂતરાની સેવા કરવામાં આવે.!
ખાવા,પીવા જીવવામાં“અબોલપ્રાણીનોઉપયોગ” માણસનો સહજ સ્વભાવ!

મુક્તિદા.કુમાર.ઓઝા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: