“અવાજ,એનર્જી અને આપણે”

“છે અણુ થી પણ અધિક તાકાત
શબ્દોમાં “અંગાર”,
એ રચાવે તો કોઈના
જીવનબાગ સજાવે,
વિસ્ફોટ કરે તો કોઈના
હીરોશીમાં વિરાન કરે..”!
———– (ઇસબ મલેક “અંગાર”)
***** ***** ***** ***** *
ગાળ બોલવાની અંતાક્ષરી રમ્યા છો?
કેમ નહિ?
કારણકે ગાળ એ અપશબ્દ કહેવાય? એનો ઉદ્ભવ તો આપણા મગજમાંથી જ છે, એ ગાળ ગુસ્સામાં બોલીએ તો ‘અપશબ્દ’!!પણ પ્રેમથી બોલીએ તો? ‘પ્રેયર’ ખરુંને?”કોઈ દિવસ?આજકાલના જુવાનીયાઓને પૂછી જોજો આ ‘અંતાક્ષરી’ કેમ રમાય??!! મનમાં ગુસ્સો આવે….એ પણ એક પ્રકારની”ગાળ”જ છે ને? ”’પંચાત’ સમાચાર”વિશે કહું તો એકના કાનમાં વાત ફૂંકો.. એટલે કોઈ રેડીયોની જરૂર ના પડે! એટલું મોટું માધ્યમ!!કે દુનિયા આખીમાં સમાચાર પહોંચી જાય..કેટલાકને “શબ્દ વેધી બાણ” છોડવાની આદત હોય! આવાં બાણતો….વાગ્યાં હોય તે જાણે! એ બાણ એવાંતો મનમાં દર્દ કરે કે જેની કોઈ દવા જ ના હોય.. હડેથમ્(attention)! આ કમાંડ! મોટા પુલીસ ઓફીસર, લશ્કરના કમાંડ જે રીતે અપાય છે, તેમાં આ જ પાવર છે!!
આપણને કાંઈ દુ:ખથાય,દર્દ થાય ત્યારે”હે મા”“હે ભગવાન””ઓ બાપરે” “ઉઈઈઈ”આહ”“આઉચ” .. આવા ઉદ્ગારો નીકળી જાય છે!! એ આપણા મનના ભાવ અને ભાવ એટલે શક્તિ.! તમે અરીસા સામે મોઢું રાખીને બગાસું ખાધું છે? ત્યારે જે વરાળ આપણા મોઢામાંથી નીકળી અરીસા ઉપર ચોંટે છે. એ શું છે? “વરાળના રજકણ”. આપણા અંદરથી નીકળેલી શક્તિ? !!આવી જ શક્તિ આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે,આપણા એક એક અક્ષર સાથે બહાર આવે છે. આપણે બોલતી વખતે જે અવાજ કાઢીએ છીએ. તે આપણી અંદરથી બહારનીકળે છે, ત્યારે અમુક તમુક સ્થાનો પર પછડાય છે,અને એ ‘પછડાવાનો પ્રતિઘોષ’ એટલે આપણી ‘ભાષા!’
આપણે જે કાઈ બોલીએ તે આપણી શક્તિ, ઉચ્ચારોના રૂપે બહાર આવે છે.
આ શક્તિ કેટલી અને કેવીછે? તે આપણા વ્યક્તિત્વને આધારિત હોયછે
શંકર/પાર્વતીના એક વિચારથી, આખા બ્રહ્માંડની ઉત્પત્તાથઈ! અગ્નિનાવાયુરૂપી ગોળો એવો તો ઘૂમરાવા માંડ્યો,આવાયુના ઘૂમરાવાથી જે અવાજ ઉત્પન્ન થાય છે..તેને “નાદ બ્રહ્મ” કહેછે!!.. એમાંથી ૐકારનો ધ્વનિ પેદા થયો! અણુના વાઈબ્રેશન પ્રમાણે આપણે વાયુ,પ્રવાહી,અગ્નિ,પૃથ્વી,આકાશના રૂપમાં પરિવર્તિત થાઈએ છીએ. આપણે પણ, એજ શક્તિના (એ જ બ્રહ્માંડના કણ છીએ) અને એજ શક્તિનો ઉપયોગ,આપણા હર કણ હર ક્ષણમાં થઈ રહ્યો છે.એટલે જ બોલવું તો બરાબર બારવાર વિચારીને!!‘અષ્ટપુત્રો ભવ’…આશીર્વાદના શબ્દો,’નિસાસાપડવા’,‘ખુશી’ વ્યક્ત કરવી, ગુસ્સો બતાવવો ..
આપણા પુરાણોમાં આ વિશે ઘણા ઉદાહરણ છે.
‘અવાજ’ જે તમારા મનને ‘જાગૃત’ કરી દે, મનમાં ‘થનગનાટ’ મચાવી દે. જેવો કૃષ્ણની વાંસળીનો અવાજ સંભળાય, કે ગાયો પોતાના ધાવતાંવાછરડાંને મૂકી, ખીલો છોડાવી, વૃંદાવનમાં એ અવાજ તરફ ભાગતી.!!! આવા વર્ણન આપણે ઘણી વાર સાંભળ્યા છે.
અત્યારે પણ, હું ઢોલના ઢબુકવાનો અવાજ, સાંભળું એટલે મારા પગ થરકવા માંડે!હું સોળવર્ષની છોકરીની જેમ નાચવા માંડુ.
અકબરની રાણીએ, તાનસેન પાસેથી દીપક રાગ સાંભળવાની હઠ પકડી.તાનસેનને ‘દીપકરાગ’ ગાવો પડ્યો.એના શરીરમાં દાહ ઉપડી.! એ ‘મલ્હાર રાગ’ગાનારની શોધ કરતો ‘આગ્રા’થી ‘વડનગર’ ગુજરાત પહોંચ્યો. તાનારીરીના મલ્હારરાગના ગાયનથી વરસાદ પડ્યો અને તાનસેનનો દાહ શમ્યો!!
શબ્દોમાં એટલી તાકાત છે કે અગ્નિ પેદા કરી શકે અને વરસાદ પણ પાડી શકે .
શબ્દ જ મારે ને શબ્દ જ તારે!! અવાજથી જ શબ્દ પેદા થાય.એક જ વિચાર આખા બ્રહ્માંડને હચમચાવી શકે છે.વિચાર જ શબ્દનો જન્મદાતાછે.
મુક્તિદા કુમાર ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: