(માપદંડ આ તને ના સમજાય…….
તો કોઈ શું કરે.
……”અંગાર”………….!
કે જ્યાંસુધી ઉપયોગી…
ત્યાંસુધી તે માણસ….
બહુ સારો જ દેખાય ..છે!
ઇસબ મલેક અંગાર)
માણસનું આ શરીર જ જોઈ લો! જીવ છે, ત્યાંસુધી શરીર કેવું વહાલું છે!!પણ..જેવો જીવ જાય….” ચાલો હવે જલ્દી,કાઢી જાવ! એજ સુંદર મજાનું શરીર! દોડાદોડ કરતું,લોકોને મદદ કરતુ શરીર! રમકડાંના ફુગ્ગાની જેમ હવા ભરાવા માંડે.!એજ સુગંધિત શરીર ગંધાવા માંડે..!!!!
શ્વાસથી માંડીને સ્વર્ગ સુધી સમાજનેઉપયોગી,થવા માટે ‘સારા માણસ’ તમે તો જ કહેવાવ,કે એક યા બીજી રીતે એ વસ્તુ યા વ્યક્તિની “ગરજ”કે જરૂરિયાત તમે સામાજિક પ્રાણી તરીકે પૂરી કરો..
ગરજ ઉપરથી એક શબ્દ થયો છે., “ગરજુડો”..!! સામાન્ય રીતે ગરજુડા લોકો બહુજ લુચ્ચા હોય છે.
પંચતંત્ર”ની ખૂબ વાર્તાઓ ખબર છે.હું નાની હતી ત્યારે,મારાથી કોઈ વસ્તુ સંતાડવા માટે, મારી દાદી આ વાર્તા મને કરતી….”લુચ્ચુંશિયાળ”….અને મારાં ઘર પાસે લીંબડાના ઝાડ ઉપર ઉડાઉડ કરતા કાગડાને “દયામણી નજરે”હું જોઈ રહેતી! મને સાચુકલું લાગતું અને થાતું”બિચારો કાગડો”…. હું એને મારી પુરી આપી દઉં!
ગરજે ગધેડાને પણ ‘મામા’ કહેવો પડે. જરૂરિયાત એવી વસ્તુ છે
ખૂબ પૈસો હોય તેને કોઇની ગરજ ના હોય.
આપણને ભગવાનની પણ ગરજ છે સમાજની પણ ગરજ છે
” ગરજુડા” લોકો,એને જરૂર હોય ત્યારે, તમારા પાસે એવા વહાલા થતા આવે !! ..કૂતરુંતો નિખાલસતાથી, વહાલથી,પૂંછડું પટપટાવતું હોય!પણ અહીં તો, સમજણ પડી જ જાય ” ભાઈ!શું કામ આટલા બધા આગળ-પાછળ થઈ રહ્યા છે!
‘ગરજ હોવી’,એ જરાપણ ખરાબ વસ્તુ નથી. ‘જરૂરિયાત’ પ્રમાણે બીજાની મદદ તો લેવી જ પડે .
પણ ગરજનો ઉપયોગ આમને-સામને ,બહુજ સ્વાર્થથી થતો હોય છે.
ભૌતિકતાએ ગરજનુ મેદાન સર કરી લીધું છે .
મારા પાસે પૈસો છે. એટલે મને કોઈની જ ગરજ નહિ પડે!
અરે સાહેબ! સમય આવ્યે “ચપટી ધૂળની પણ ગરજ” પડતી
હોય છે
મુક્તિદા ઓઝા