“તેં માગ્યું,
અને આપ્યું ખુદાએ…
હવે અતિવૃષ્ટિ કે નુકશાનની
ફરિયાદ ના કર,
તું માંગે બે ચાર ઈંચ..
તારી જરૂરત મુજબ,
તેણે આપ્યું છપ્પડ ફાડીને..,
ત્યાં આવા હિસાબો નથીને,
એટલે “અંગાર”..!”
…………………(અંગાર)
તમને શું જોઈએ છે?… બસ! આપણી ઈચ્છાઓને કોઈ અંત નથી.એક ઈચ્છા પૂરી થાય,તો બીજાની ઈચ્છા જાગે
અને જે મળ્યું છે, એમાં કોઈ દિવસ સંપૂર્ણ સંતોષ, સંપૂર્ણ આનંદ થાય જ નહિ!! હંમેશાં, આપણો એક જ જવાબ હોય ” આમ કર્યું હોત તો વધારે સારું થાત!તેમ કર્યું હોત તો કેવું લાગત? જે મળ્યું છે, તેમાં અધૂરાશ શોધવી.
માણસ જાતનો સહજ સ્વભાવ છે, કે ગરમીમાં ઠંડી, ઠંડીમાં ગરમી, વધારે વરસાદ,ઓછોવરસાદ.!!! આપણે ભગવાન પાસે હંમેશાં એવું જ માગતાં હોઈએ જેમાં આપણને ફાયદો થતો હોય!એટલે આપણી ઓકાત પ્રમાણે જ માગીએ..આપણે “સ્વકેન્દ્રીત” જીવડાં છીએ! આપણા‘ખુદ’સિવાય કોઈ બીજાંનો વિચાર પણ આપણે ના કરીએ! અરે સાક્ષાત્ ભગવાન પણ આપણા સામે આવે,તો આપણે એને ભૂલી જઈએ.
તમારી લાયકાત કેટલી છે? એક શેઠ ઉમરવાન થયા,એમને ત્રણ દિકરા હતા..શેઠ જોવા માગતા હતા, કે મારા ત્રણ દિકરા કેવા છે? એક દિવસ ત્રણેને બોલાવી..ત્રણેના હાથમાં એક એક મણ ઘઉંના થેલા પકડાવ્યા, અને કહ્યું “આ થેલા,તમારી પરીક્ષા છે,”તમે તમારી મરજી મુજબ એનો ઉપયોગ કરી બતાવો…એક દીકરો ઘઉં ખાઈ ગયો.બીજાએ બજારમાં વેંચી પૈસા બનાવી લીધા અને ત્રીજાએ ખેતીની બંજર જમીનની માટી ઉથલાવી ઉપજાઉ કરી.ઘઉંવાવી દીધા.હવે એક વર્ષ પછી, શેઠે છોકરાઓને બોલાવ્યા.પેલાના હાથમાં રોટલી,બીજાના હાથમાં પૈસા અને ત્રીજો ખાલી હાથ!!શેઠે પૂછ્યું “આમ કેમ? ત્રીજો પોતાના પિતાને(શેઠને) ખેતરે લઈ ગયો,અને હરિયાળીથી લહેરાતું ખેતર જોઈ શેઠ ખુશ થઈ ગયા..YOU ARE THE CREATOR OF YOUR DESTINY!!
એ “છપ્પરફાડીને” આપે છે, કબૂલ પણ..એનો સદુપયોગ કરતાં, આપણને આવડે છે?
ભગવાનને જાણો છો? મેં પણ જોયાનથી,છતાં કહીએ છીએ, ‘અલ્લાહ દેતા હૈ તો,”છપ્પરફાડકે દેતા હૈ”!!!
ભગવાને જ્યારે, રમત રમવાનું શરુ કર્યું! ત્યારે બધાં જ દુનિયાના રમકડાંઓ ની પોતાનીજરૂરિયાત પૂરી કરવા માટે વસ્તુઓ અને સગવડ તથા એનો ઉપયોગ કેમ કરવો? તેના રસ્તા તથા એ માટેની ચાવીઓ ભગવાને આપી દીધી છે. એણે માણસ જાતને મગજમાં ‘અદુભૂત કોમ્પ્યુટર’ બેસાડી દીધાં છે.!!!..
હવે તો ભગવાન”તથાસ્તુ”ની‘અદા’માં, આરામથી બેસીગયા છે. બસ તમે વિચારો,માગો એ આપે! અને એનો સદઉપયોગ કેમ કરવો તે તમારા હાથમાં છે.એ ભગવાનની જવાબદારી નથી.
આપણે ભગવાનને”ભોળાનો ભગવાન”કહીએ છીએ,પણ એ એવા’ભોળા’પણ નથી.એ ક્યારેક’પરીક્ષા’કરે છે! એમાંથી ખરા કેમ ઉતરવું? તે આપણા હાથમાં છે.તમે તમારી નજર,જેવી રાખશો, એવું તમને દેખાશે. એવા તમને અનુભવ થાશે. પાછો.. શરૂ થ્યો.. (વરસાદ!)તમારી નજર સામે.. જુદી જુદી વસ્તુઓ નો ઢગલો પડ્યો છે તમને ગમતી વસ્તુ તમે ઉપાડશો જ આ બધી જ વસ્તુઓ ભગવાને, તમારા માટે મૂકી છે!
માણો અને મજા કરો.
ત્યાં લગી હું વરસાદમાં ભીજાઈ
આવું..
મુક્તિદા કુમાર ઓઝા
“છપ્પર ફાડકે”
