“दो पाँव मस्का लगाके तीखा कम” આવું તો તમે ઘણીવાર સાંભળ્યું હશે.આ જે “મસ્કાલગાકે”., સ્વાદથી જાપટીએ છીએને! એ”માખણ”કેટલું સાચું છે? આપણને ખબરનથી.
ખાવાપીવાથી માંડીને જીવવા સુધી !! બધી જ જગ્યાએ”દેખાડો”છે!.બિલકુલ દેખાવ.! ખોટું તમને ભ્રમમાં નાખે.સાચું ચોખ્ખું દર્શન કરાવે,પણ સાચું કરતાં ય સમય લાગે!ખોટુંતો સસ્તામાંથઈ જાય.
આપણા પોતાના વિચારો જ આપણા મિત્ર અને દુશ્મન છે.આપણો નજરીયો જ વસ્તુને ચગાવે છે! સાચી અનેખોટી બનાવે છે. સાચું શું અને ખોટું શું? એ તો રામ જાણે! પણ..
રણમાં દેખાતાં ઝાંઝવાનાં જળની પાછળ ભાગીએ,એમ દેખાતા ભ્રમિતસૌંદર્યની પાછળ,આપણે ભાગીએ છીએ.
“અફવા.”? સાચું શું ને ખોટું શું?
“વા વાયા ને નળીયું ખસ્યું તે દેખીને કૂતરું ભસ્યું.તેથી થયો ત્યાં શોરબકોર કોઈ કહે મેં દીઠો ચોર.!” આપણી સામે જે દેખાય, અને આપણને જે ગમે,તે જ સાચું.એ તો આપણી માન્યતા ઉપર નિર્ભર કરે છે.
વધારે ચમકતું હોય તેટલું સોનું તો ન જ હોય. તમે જેટલું ખોટું બોલશો એટલા દુનિયાને વધારે attrect કરી શકશો. અમે નાનાં હતાં,ત્યારે એક રમત રમતાં. પાંચીકાના નાના નાના પત્થર ઊંચકતાં જઈએ,હાથના આગળ/પાછળના ભાગને ઉલ્ટાસૂલ્ટા કરતાં, જેટલું બોલાય તેટલું જલ્દી,ફટાફટ,બોલતાં જઈએ”કાલા-ધોલા”.. સાચા ને જૂઠુ,અને જૂઠાને સાચુ,બતાવવાની રમત એટલે જ જગત છે
આ જગત જ દ્વંદ્વથી સર્જાયેલું છે તમને ઉદાહરણ જોવું હોયને તો પેજથ્રી લોકોને વિધાઉટ મેકપ જોવાના અને એમની પર્સ્નલ લાઈફ શુ છે?! પર્સનલી.જોઈ લેવાની.
શુઆપણે સત્યના રસ્તે નથી ચાલતા? શામાટે? “જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે!”
મને એજ સમજાતુ નથી કે આવું શાને થાય છે ?
ફૂલડાં ડૂબી જતાં ને પથરાઓ તરી જાય છે…
ખોટાં નાળિયેરને મોતી થી સજાવાય! ને સાચાં વધેરાઈ જાય.! ખોટું ભ્રમમાં નાખે. સાચું,ચોખ્ખું દર્શન કરાવે.! જૂઠો જીતે ને સાચો હારે એવી બાજી જેનું નામ જગત છે.
અંતમાં…અંગાર નો એક શેર
” વાતે વાતેફરિયાદ
ના કર “અંગાર”……….
આ કંઈ અજકાળનું..,
નથી થાતું…..!
યુગોથી ખોટા નાળિયેરને,
મોતીના શણગાર
અને……..!
સાચા રોજ વધેરાય છે..!
—————
——– આવજો. મુક્તિદા ઓઝા
“જગત એટલે જુગાર”
