જીવનમાં અમુક હદ સુધી જતું કરવાની ભાવના…, કાયમ ઉપયોગી અને ઉત્સાહ વર્ધક છે.
એ વાત સાચી
પણ પોતાનીજાતને પોતાના મનને “હું આ,ન કરીશક્યો” અથવા “મારાથી આ,નથી થતું”એવા નકારાત્મક વિચારોથી દૂર રાખવુ જોઈએ..પણ સ્વભાવ તો સ્વભાવ જ છે. સ્વભાવને બદલવો અઘરું નથી.પણ સમય માગી લે છે.સતત્ અભ્યાસથી બધું બદલી શકાય. વાલીયો લૂટારામાંથીવાલ્મીકીઋષિ બની ગયો. દરેક ઘર્મમાં માનસિક શાંતિ માટે રસ્તા હોય જ છે..
જૈનધર્મમાં”પ્રતિક્રમણ”નો રિવાજ આ વાત માટે જ છે. દિવસ આખો આપણે સારાનરસા, જુદાજુદાકાર્યો કર્યાં હોય.આ બધું સુધારવા માટે, એક જગ્યાએ સાંજના ટાણે બેસી જાવું. ચિત્ત શાંતકરી શુ ખોટું થયું,શુ સારું થયું”તેનો વિચાર કરવો, અને એ દરમ્યાન સતત નવકારમંત્રનો જાપ કરતાંકરતાં નક્કી કરવું.’હવે કઈ રીતે જાતને સુધારવી’.
કેટલીક ઓફીસોમાં દરરોજ સાંજે મીટીંગ થાય., અઠવાડિયે મીટીંગ થાય,મહિને મીટીંગ થાય. અને જુવે કે “કયાભૂલો થઈ છે. અને કેવી રીતે સુધારવું?”
કેટલાક ફિલ્મડાયરેક્ટર પોતાની ફિલમ વારેઘડીએ જુવે.
વારંવાંર ભય પેદા કરવાથી શું થાય તેનો જોક કહુ..એક ફિલમ “ પતિ,પત્ની ઔર વો”માથી છે..
સંજીવકુમાર વારંવાર કરડાકીથી કોઈ પણ કામ માટે કહે..”વરના”અને બિચારી પત્ની બી જાય!
એક વખત સંજીવકુમારે “મને સવારે પાંચ વાગે ગરમપાણી જોઈ નહાવા માટે..નહિતો?… જેવુ “વરના” કહયું વિદ્યાસિંહા:(પત્નીએ)હિમ્મત ભેગી કરી જવાબ આપી દીધો “વરના વરના ક્યા કરલો ગે?)
સંજીવકુમાર પણ ગભરાઈને જવાબ આપે છે …… “વરના ઠંડે પાનીસે નહાલૂંગા.”
કેટલાક ધતિંગ લોકો બીજા લોકોને”આપઘાત” કરવાનીબીક બતાવતા હોય, અને…”જા કર”, એવું કહો કે શાત થઈ જાય.
નિશાળ જવા માટે બાળક ‘પેટમાં દુખેછે’નું બહાનું કાઢે પણ જેવું મા કહે “ભલે નાજા..”તુરંત
બાળક રમવા માંડે.
મનનુ પણ એવું જ છે. મનને ગમે તે જ કરે.
પણ સતત અભ્યાસ કરી,સતત થતી ભૂલોને, તથા આપણે આપણી જાતને,અને મનને ચોક્કસ સુધારી શકીએ
અંત માં મારા ભાઈ સમાન fb ફ્રેન્ડ ઇસબભાઈ ની એક કડી
. “જતું કરવાની ભાવના…..,
બે બાબતમાં…..,
કદી ના કરી શક્યો “અંગાર”….,
એક દિલનો ઝમીર…..,
ને બીજું સ્વમાન મારુ…..!”
— આવજો
મુક્તિદા ઓઝા
જતું કરવાની ભાવના…
