જે થઈ ગયું…. તે તો થઈ જ ગયું…., હવે તેમાંથી રસ્તો ….. કાઢવાનો છે..!

“રસ્તો કદાચ….
ભૂલાય ગયો હોય……,
તો….,
એને ભૂલ્યા ના કહેવાય ”અંગાર”……,
એટલું તો સારું પણ થયું કે,
નવા મારગથી પરિચિત
તો થયા……! “..
(અંગાર)

“જે થાય તે સારા માટે.”
“જાગ્યા ત્યાંથી સવાર” try and try again and again until you succeed.
બિલાડીના બચ્ચાને જોયા છે? એક દોરીને પકડવા ઉપરનીચે થાય.અને છેવટે પકડીને જ રહે!
મને મારા ટ્વીન્સ નું બાળપણ યાદ આવી ગયું! દીકરી“નાજૂક”,દીકરો “તરવરિયો!” બસ! બહેનને જેમ ભાઈ કરે તેમ કરવું હોય! ભાઈ ટેબલપર ચડેપડે..અને બેનભાઈની નકલ કરવાજાય પડે.. એની યાદગિરી એના હોઠપાસેનો scratch! હજુ યાદ કરાવે છે.કે ભાઈનીનકલ કરવામાં, ભાઈથી પહેલાં દોડતી થઈ ગઈ.! બાળક પડે,ઊભું થાય,પડે,ઊભું થાય..કોશીશ કર્યા જ કરે, પછી જ ચાલતું થાય.. કરતાં જાળ કરોળિયો ભોંય પડી પછડાય! વણ તૂટેલે તાંતણે, ઊપર ચડવા જાય!!
આળસ તજી મહેનત કરે, પામે લાભ અનંત!!!
કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિ ,.. “તમારી ભૂલ છે” એવી રીતે ના જુવો,જે થઈ ગયું તે થઈ ગયું.
રેતીના ઢગલા ઉપર લપસણાની જેમ રમ્યા છો? ઉપર જાવા કોશીશ કરો, તોપણ પગ સરક્યા જ કરે! આવું બરફમાં પણ થાય..ખાસ હિલ સ્ટેશનમાં, આવી રમતો માણવાની બહુજ મજા આવે..
અહીં તો જિંદગીની ગલીઓ, એટલી બધી અટપટી છે ને કે, તમે જે રસ્તે જવાનું હોય, તે રસ્તે જવાના બદલે,બીજા રસ્તે ચડી જાવ.(સાચાના બદલે ખોટા રસ્તે).
આ તો ભૂલભૂરામણી છે ભઈ. બસ તમે અટવાયા કરો ,અને ફર્યા કરો. પણ.“અરે હવે, મંઝિલે કેમ પહોંચીશ?” એમ માથે હાથ રાખીને બેઠા રહેશુ, અથવા દુ:ખી થાશુ,તો કોઈદિવસ કાર્યમાં સફળતા નહિ મળે! પણ એજ વસ્તુને હસતા હસતા, લેશો તો રસ્તો ‘આસાન’ થઈ જાશે.
તમારે મંઝિલ સુધીપહોંચવાનું પણ નક્કી છે.શક્ય છે, સીધા રસ્તે નહિ,તો વાંકાચૂકા રસ્તેથી પણ પહોચશો તો ખરાજ. કારણકે,રસ્તો તો રસ્તો છે. ક્યાંય એવું નથી લખ્યું કે.. danger zone..”ये रास्ता राहदारीके लिए नहि है। એવું ક્યાંય નથી.
હા, બસ ચાલતા રહેવાનું છે.જે છે તેને તેવી જ રીતે સ્વીકારવું. જે મળ્યું છે,તેમાં જ આનંદ માણવો.
“મળ્યું છે, તે માણો જીવન કચવાટે શીદ વહો?“ શક્ય છે, જીવનનો રસ્તો તમને ,”જટીલ” લાગતો હશે! પણ,એ પસારતો કરવાનો જ છે.
એક કલ્પના કરો.આસપાસ લીલાછમ ખેતરો છે, અને વચ્ચે જિંદગી રૂપી નાનકડી કેડી છે… તમે નાચો છો ગાવ છો.. “હરિયાલી ઔર રાસતા ઈન રાહોં પર તેરા મેરા જીવન ભર કા વાસતા..”
— -મુક્તિદા ઓઝા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: