“આસમાન ને ટચ કરવુ સહેલું છે,
કોઈના હદય ને ટચ કરવું
બહુ અઘરું છે
-( ઇસબ મલેક “અંગાર”.).
તમે નક્કી જ કરી લીધું છે કે”દ્રાક્ષ બહુ ખાટી છે! તમે એને ચાખી જ નથી, તો દ્રાક્ષ ગમે તેટલી મીઠી હોય! શું ફરક પડવાનો?
લોખંડના પતરાને ઘાટ આપવો હોય ત્યારે લુહાર એને અગ્નિ ઉપર રાખી ખૂબ ગરમ કરે, પોતાની ધમણથી ખૂબ હવા આપે અને સતત ગરમી માટે અગ્નિને પ્રજ્વલિત રાખે, જેથી પે’લુ પતરું ઠંડું ના પડે! હથોડીથી ટીપે, આકાર આપે..
મનના ભાવનું પણ એવું જ છે. કોઈના ઘેરે જાવ ત્યાં એક મોટો ડાઘિયો કૂતરો હોય, જે પહેલાં તો તમને જોઈને એવો તો ભોંકે કે તમે ડરી જાવ. પણ આ જોઈને કૂતરાનો માલિક કૂતરાને શાંત કરે, પટાવે,અને છેવટે બાંધી દે! થોડી વાર પછી, એ જ કૂતરો તમને વા’લો થવા માંડે.
કારણકે એના માલિકે સમજાવી દીધું કે “આ આપણો માણસ છે.” અને તમે પણ એ કૂતરા તરફ વહાલથી વર્તન કરવા લાગ્યા. તમે તમારા મનમાંથી ભય દૂર કર્યો કે “આ કૂતરો કરડશે તો?”
ઘરની અંદર નવીવહુ આવે ત્યારે, એને આદર-સન્માન મળવાના બદલે “તું જે જગ્યાએથી આવી છો એ તો કચરો જગ્યા હતી. એવું વારે ઘડીએ “વર્તન”થી સાબિત કરવામાં આવે, તો .. એ જે નવી આવેલી “વહુ” છે તે “નવી” જ રહેશે! તેને ક્યારેય સાસરું”પોતાનું” નહિ લાગે.
સરકસમાં ભયંકર સિંહને એના માલિક સામે નાચ નાચતો જોયો છે? માલિક એને માત્ર મારતો જ નથી, એને થાબડે છે, પ્રેમ કરે છે, ખવડાવે છે.
કોઈના મન “હૃદય” સુધી પહોંચવા માટે,’પ્રેમનોભાવ’ હોવો બહુ જરૂરી છે. તમે નક્કી જ કરી લીધું હશે કે “આ તો મારો દુશ્મન છે” તો તમે જાતે જ એના સુધી પહોંચવા માટેના દરવાજા બંધ કરી દીધા છે! તમારો “ભાવ” શું છે? એ બહુજ મહત્વનું છે. કોઈના હૃદય સુધી પહોંચવાનું અઘરું તો જરાય નથી. પણ એ હૃદય સુધી પહોંચવા માટે તમે, જે રસ્તે ચાલ્યા છો, તેને તમે કાંટાળો તો નથી બનાવ્યો ને???
GIVE LOVE RECEIVE LOVE.
મુક્તિદા ઓઝા
ઝેરને પણ અમૃત બનાવી દે…, તેનું નામ પ્રેમ…!
