“વિશ્વમાં જે કાંઈ ઇતિહાસ રચાયા…,
જે કાંઈ નવી નવી શોધ નો જન્મ થયો,
તેની પાછળ નું મુખ્ય કારણ…
ત્યાં કોઈને કોઈ સમસ્યાઓ પેદા થઈ હશે..
યાને..કે……,
સમસ્યા એ
આવિષ્કારનું બીજ છે. ! “
– –/- (-ઇસબ મલેક “અંગાર”)
#############
બ્રહ્માંડમાં જીવોનુ જીવનએ જીવનનો એક “આવિષ્કાર” છે..
કીડીઓને મોઢામાં ખાવાનું લઈને ચાલતી જોઈ છે? એક લાઈનમાં હા ચાલ્યા જ કરે..ચાલ્યા જ કરે.. પણ રસ્તે કોઈ અડચણ આવે તો? તો પેહેલી કીડી રસ્તો બદલાવે, એટલે બીજી બધી એની ચાલ બદલાવે!
મંઝિલે પહોંચવા માટે,રસ્તોતો શોધવો જ પડે.
મોટા મોટા મકાનોના પાયા ખોદવા વખતે, મજૂરોને જોરથી બોલતાં સાંભળ્યા છે? “દમ્ લગાકે હાઇસા”
આપણા શાયર ભલે એમ કહેતા હોય કે”અલ્લાહ બેલી”પણ, નાવિકે નક્કી જ કર્યું હોયછે..’કોઈ પણ જોર લગાવીને, હલેસાં મારી, મારે નાવડીને સામા કિનારે પહોંચાડવી જ છે.ગમેતેમ કરીને,રસ્તો કરવો,તે હિમ્મતવાળાનું કામ છે.સંસારમાં,નવા નવાપ્રશ્નો,નવીનવી સમસ્યાઓ પેદા થતી જાય છે.પાંડવોએ લાક્ષાગૃહમાંથી સુરંગ બનાવી.આગથકી, થવાનામૃત્યુનાભયથી બહાર,નીકળી ગયા!
આપણે,એક પછી એક,જુદી જુદી જાતના,પ્રશ્નમાંથી પસાર થઈએ છીએ,એના રસ્તાપણ આપણે શોધી લેતા હોઇએ છીએ.
રોગોનો ઈતિહાસ જોઈએ તો શીતળા, પ્લેગ,ટાઈફોઈડ,કોલેરા,મેલેરિયા, ડિફ્થેરિયા, ટીબી,લેપ્ટોપારોસિસ,સાર્સ, ચીકનગુનિયા,ડેનગુ,એઈડ્સ,મેનન્જાઈટીસ,પોલીયો.. એવા કેટલાય રોગોમાંથી આપણે પસાર થઈ ગયા, અને એવા રોગ,હવે નથાય માટેની દવાઓ,રસીઓ,ઈલાજ પણ શોધાઈ ગયા!
જેમ રોગોનું,એમ દેશ દેશ વચ્ચેના યુદ્ધનું છે. અમેરિકાએ હિરોશીમા-નાગાશાકીઉપર એટમ્બોમ્બ નાખ્યો,જાપાનીઓ હેરાન-પરેશાન થઈ ગયા..ખેદાન-મેદાન થઈગયા પણ એ તકલીફોનો મહેનતથી સામનો કરી બહારઆવીગયા અને અત્યારે દુનિયાની મહાસત્તાઓમાં નામ છે.. એવીજ રીતે જર્મનીને રશિયા અને બ્રિટને ખલાસ કર્યું! પણ.. ફરીથી,એ બધાજ દેશો ઊભા થઈ ગયા.
કુદરતી આફતો,માનવ સર્જિત આફતો– ભોપાલમાં રસાયણ લીક થયું,લાતૂરમાં ,ધરતીકંપ
મોરબીના મચ્છુડેમનુ તૂટવું,કચ્છનોધરતીકંપ,‘સુનામી’,
26 જુલાઈ-મુંબઈમાંઅતિવૃષ્ટિ,વર્લ્ડટ્રેડસેન્ટર(અમેરિકા)ઉપર વિમાની હુમલો,2008માંમુંબઈ ઉપર ટેરોરિસ્ટ હુમલો! સાબરમતી એક્ષપ્રેસની ટ્રેનનીબોગી બાળી!!!
કોઈ કુદરતીઆફત, કોઈ માણસે ઊભી કરેલી આફત,પણ..એ અફતોમાંથી,આપણે મહેનતકરીને,બહાર નીકળી ગયા!..
માણસે પોતાનીસલામતી,પોતે જ શોધી લીધી છે.
.
બાળક પાસેથી એક રમકડું લઈ લો, તો એ બીજી વસ્તુથી રમવા માંડે.!એ તો જન્મજાત વૃત્તિ છે .
માણસ જ્યાંરહેતો હોય, ત્યાં તે વાતાવરણમાં સલામત રહી શકાય તેપ્રકારના,ઘર બાંઘવા લાગ્યો
માણસ જાતની સંસ્કૃતિ,વિસ્તાર પામી,તેનુ મુખ્યકારણ “સમસ્યા” છે
જીવન જરૂરિયાતની વસ્તુઓ,પત્થર(ચકમક)થીમાંડીને ચંદ્રયાન-2,સુધીની બધીજ શોધ (આવિષ્કાર)”સમસ્યા”ના બીજ રૂપે જ છે.
મનુષ્યનીઉત્ક્રાંતિ,.નદી કિનારે માનવસંસ્કૃતિ વિકાસ પામવા માંડી શામાટે.?. નદી કિનારે,ખાવાથી માંડી ને જીવવા સુધીની, બધીજ વસ્તુઓ સરળતાથી મળી રહેતી..!
અંધશ્રદ્ધા/શ્રદ્ધાનો વિકાસ? સમસ્યાને દૂર કરવા. બકરાનો બલી ચઢાવવો, એકસોએકવીસ મા’રાજનો જમણવાર કરો,લાલચુદડી ઓઢાડો, મધરાતે સ્મશાનમાં જઈ ખોપરી ડાટો!! મારાદિકરાને બારમા ધોરણમાં નવ્વાણુંટકા આવશે તો, સવાકિલોસોગઠીયાપેડાનો માતાજીને થાળ કરીશ!!
આવીતો કેટલી બધી માન્યતાઓ,”સમસ્યા”ના ઉકેલ માટે,ઉદ્ભવી અને નવાનવા “આવિષ્કાર”.બની ગઈ..!
મુક્તિદા.કુમાર.ઓઝા.