“દોસ્તી અને સાચા સબંધ નું
અઘોષિત બે શબ્દો નું
બંધારણ
એટલે
વિશ્વાસ અને
લાગણીઓ.”
– (ઇસબ મલેક “અંગાર”)
“હિન્દી-ચીની”ભાઈભાઈ..દોસ્તી? જ્યાં મનના ભાવ સમજી શકાય! મિત્રતા,એટલે “વાતોએ વડાંઅનેવહુગધેડે ચડ્યાં! “એકમેકને મળ્યા વગરના ચાલે!સાંજ પડ્યે,જેની સાથે સમય પસાર કરવાની ઈચ્છા થાય.જેના ખભે માથું મૂકીને રડી શકાય.મનનો આનંદ,જેના પાસે,ખુલ્લા દિલથી વ્યક્ત થઈ શકે!
પ્રેમછે,પણ એ દૃષ્ટિકોણનથી.”platonic love.આધુનિક જમનાની opposite sex નીદોસ્તીને‘pletonic love’નામ આપવામાં આવ્યું! આ પ્રેમબહુ જ નિખાલસ છે, નિર્દોષ છે.અહીં કૃષ્ણદ્રૌપદીની દોસ્તીની એક વાત યાદ આવી ગઈ..દ્રૌપદીએ કૃષ્ણને પાંડવો વિશે પૂછ્યું ”હેકૃષ્ણ! તારા માટે પાંડવો શુંછે? કૃષ્ણનો જવાબ હતો“જુદી-જુદીજાતના‘ફૂલોનો ગજરો’ અને દ્રૌપદી એને ‘ગૂથતોધાગો’. (દોસ્ત)કૃષ્ણએ દ્રૌપદીને પૂછ્યુ.અને”હું તારા માટેશું?” દ્રૌપદીનો જવાબ હતો “સુગંધ”જે કેદ ના થાય અને દૂર પણ ના જાય!આવીહતી,કૃષ્ણ-દ્રૌપદીની દોસ્તી! પણ opposite sex નીદોસ્તીને‘વક્રદૃષ્ટિ’થી જ જોવામાં આવેછે..એદોસ્તી,ક્યારે,પલટો ખાઈ જાય અને પરણવાની નોબત વાગીજાય! તેકહેવું,અઘરુંછે.
હાયહાય!ફલાણા ભાઈ અનેફલાબેન મિત્ર છે! એમકેમ બને? કૂતરો-બિલાડીને બાજુમાં બેસી ગેલ કરતાં, મેંજોયાંછે. તો,શું’એ’ખરાબ કહેવાય? કોઈ કોઈના સાથે,નિર્દોષ મસ્તી કરે,તોકોઈને,કોઈ પણ વાંધો,નાહોવો જોઈએ!પણ.એકબીજાને..છૂપાઈને
“લાઇન મારવી”,..તો ચોક્કસ પ્રશ્ન થાય,કે એવું શામાટે?
“દોસ્તી”થી બે ડગલાં પાછળ,અને“પ્રેમ”થીબેડગલાં આગળ!એપરિસ્થિતિનુ બીજુંનામ“PLETONIC LOVE”
Pletonic love એટલે એકબીજાને’માનસિક સાથ’આપવો.પણઆપણે આવા પ્રેમને“દીનબંધુ રજનીકાંત?”ના નામે ખપાવીએ છીએ..!
“..સમલૈંગિક” એકસાથે હોય,અને વઘારે પડતી દોસ્તી હોય.તો પણ ‘શંકા’ જાગે “ભાઈ! કેમ આ.ભાઈ\ભાઈ, બેન\બેન સાથે? ચાલો,જેહોયતે “હુંતો,મારીજાતની દોસ્તછું.એટલે હંમેશાં ખુશ છું,અને ખુશી બાંટું છું..!..
એક લીલા પાનની જરૂર હોય, અને આખું ઝાડ, લઈને આવે! એનું નામ “મિત્ર”..એક ઝાડ ઉપર એક કબૂતરોનું ગ્રુપ બેઠું હતું.ઉપરથી અનાજના દાણા જોઈ નીચે ઉતર્યાં,અને ચણવા માંડ્યાં,પારાધીએ બિછાવેલી જાળમાં પગ ફસાઈ ગયા! બધાએ અહીંથી ભાગવા માટે એકસાથે જોર લગાવ્યું! એક સાથે બધાં ઊડવા તો લાગ્યાં! પણ હવે શું કરવું?! એક કબુતર બોલ્યુ,પે….લા ખેતરમાં, મારો એક ફ્રેન્ડ”ઉંદરભાઈ” રહે છે. આપણે એને મળીએ, એ ચોક્કસ મદદ કરશે. અને..ઉંદરભાઈએ જાળ કાપી દીધી.બધાં કબુતર આઝાદ થઈ ગયાં..પાછાં ઊડવા લાગ્યાં!! અહીં કહેવાનું એટલું છેકે,સાચ્ચોમિત્ર ગમેતે સંજોગોમાં મદદ કરે!
બાકી ‘હિન્દી-ચીની ભાઈભાઈ’વાળા તો ચોરેને ચૌટે પટકાય છે. દોસ્તી? જ્યાં..મનમેળ હોય,ત્યાં‘કામકઢાવવા’ની ભાવના ન હોય! મનનાભાવ સમજી શકાય! સાસુ-વહુ,નણંદ-ભાભી,દિયર-ભાભી,મા-દીકરી,પતિ-પત્ની,બાપ-દીકરી… (સાચીદોસ્તી)….!સિમેન્ટ,રેતી અને પાણી મિક્ષ થાય તો એક મકાનનુચણતરચણી નાખે…. “દોસ્તી”નું પણ એવું જ છે..દોસ્તી સંબંધોની ઓળખાણ છે.જરૂરી નથી કે સાસુ-વહુ ઝઘડતાં જ હોય, દોસ્ત બનીરહે,તોદુનિયા‘સ્વર્ગ’બનીજાય!, પતિ-પત્નીદોસ્તબનીનેરહે,તો દુનિયા’જન્નત’બનીજાય!, નણંદ-ભાભી દોસ્તબનીનેરહેતો દુનિયામાં‘રામરાજ’ થઈ જાય! ભાઈ-ભાઈ વચ્ચે દોસ્તીહોયતો,’પારસીની અગિયારી’અહીં જ બની જાય!
અહીંયાંજ કાશીને અહીંયાંજ મથુરા!અહીંયાજ હિલસ્ટેશન અને અહીંયાંજ ‘ચારઘામયાત્રા’..
મિત્ર દરેક સમયે સરખુંજ વર્તન રાખતો હોય!..
”વલણ હું એક સરખું રાખું છું આશા-નિરાશામાં,
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું કંઈ નથી, હારું છું બહુધા,પણ
નથી હું હારને,પલટાવવા દેતો હતાશામાં..” (- અમૃત ઘાયલ)
—–/ મુક્તિદા ઓઝા