“અપેક્ષા ઓ સાવ નિર્દોષ હોય…
પણ આખરે તો અપેક્ષા તું જ જાત..,
“અંગાર”….,
બધી જ પરોજણ ના મૂળ અહીં હોય છે.!”
(અપેક્ષાઓ માં થી જ નિરાશાનો જન્મ થાય..)
(ઇસબ મલેક “અંગાર”)
‘અપેક્ષા’ જેટલો દેખાય છે તેટલો નાનો શબ્દ નથી.. એ તો જનમ જનમથી સંકળાયેલો શબ્દ છે
અ…પે..ક્ષા. ……,
જડભરતનું ઉદાહરણ આપું, તો હરણને મરતાં જોઈ એમને બીજો જનમ લેવો પડ્યો..
આપણે દેખીતી રીતે જોવા જાઈએ તો સંસારના કોઈ પણ કાવાદાવાનું મૂળ છે ‘ અપેક્ષા’..
અપેક્ષા માંથી જ નિરાશાનો જન્મ થાય છે..
બધી જ તકલીફોનુ મૂળ અપેક્ષા છે.
આપણે, આધ્યાત્મના તરીકાથી વિચારશું તો આ જન્મ પણ આપણે આપણી અપેક્ષાઓને પૂરી કરવા લીધો છે..કોણજાણે કેટલા જન્મોથી, આપણા મનમાં, અધૂરી ભાવનાઓ રહી જાતી હોય છે, અને આપણે, એ અપેક્ષા, એ ઈચ્છા, એ ભાવનાઓને પૂરી કરવા જનમ લઈએ છીએ.
” અપેક્ષા” જનમ જનમને સાંકળી લેતો શબ્દ છે.
ઘરની અંદર, સોફા ઉપર બેસીને સાસુજીના આકર આવી ગયા હોય. પણ પાણીનો ગ્લાસ લેવા ઊભાં એ થાય! એ તો વહુએ જ આપવાના. વહુ એટલે હાલતુંચાલતું મશીન!
આનાથી ઊલટું જો વહુ માથાની મળી અને માનસન્માન બાજુએ રહી ગયાં,તો સાસુજીની માનસિક અવદશા જોવા જેવી થાય! ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, ઘૂંટણ…. જે જોઈએ તે રોગોનું ઘર સાસુજી બની જાય!! અને એમની જિંદગી માણવાના બદલે દોજખ બની જાય.
કન્યાને.. ‘ફિલ્મી મોજ કરાવે’ જિંદગીમાં એવા મુરતીયાની અપેક્ષા હોય છે..
પુરુષ ને પણ.. ગૃહિણી વત્તા હેમામાલિની વત્તા મનીમેકીંગ મશીન..જેવી ‘ઓલરાઉન્ડર’ પત્ની અપેક્ષા હોય છે..
મા-બાપને બાળક પાસેથી ભણવામાં કાળીમજૂરી કરાવી, પરીક્ષામાં 99% લાવવાની અપેક્ષા હોય છે..
આ તો થઈ સંસારી વાતો..
પણ રાજકારણ, ભણતર, પુલીસતંત્ર, દુનિયામાં કોઇ પણ તંત્ર જોઈ જાવ.. ઉથલપુથલ, મારામારી, ટંટાફસાદનુ મૂળ છે ‘અપેક્ષા’
“મને સ્વર્ગ મળી જાય
“તેવી ’અપેક્ષા’ કરવા કરતાં હું જ્યાં છું તેને જ સ્વર્ગ માનું તો ખરેખર ‘રામરાજ’ આ ધરતી ઉપર જ છે..!
મુક્તિદા ઓઝા