પરિવર્તનના પારેવડા… કઈ દિશામાં..

એક જમાનામાં સ્ત્રી, શક્તિ સહનશીલતાનું પ્રતીક હતી. સ્ત્રી આધ્યાત્મિકતાની મૂર્તિ હતી. એ ઘરકામને ફરજ નહોતી સમજતી.આજે એસ જ સ્ત્રીને ઘરનું ઝાડુ કાઢવામાં નાનમ્ લાગે છે. રવિવારે રસોઈ કરવામા થાક લાગે છે.!
ઘરકામ અને બાળકસંભાળવું તે એના માટે એક પ્રકારની સાધના હતી, પૂજા હતી.
અત્યારે, એટલી બધી”આધુનિકતા”વધી ગઈ છે કે ઘરનું કામ તો નોકરો જ કરે! વાળને ચમકાવવા અને નખોને રંગવા બ્યુટીપાર્લરમાં કલાકો ગાળવા જ જોઈએ.
સ્નાન માટે પત્થર ઘસતી, મગમાટી અને અરીઠાથી માથું ધોતી.પરોઢીયે ચાર વાગ્યે ઊઠી પ્રભાતિયાં ગાતી, ઘંટુડાથીદળણાદળતી. છાશના વલોણા વલોવતી. ઘરની અંદર આધ્યાત્મિકતા અને સહનશીલતાના પાઠ શીખવવામાં આવતા.
અત્યારે, ખર્ચાનો હિસાબ માંડીએ તો, બૈરાંઓએ ઘરથી બહાર કમાવા માટે ભાગંદોડી કરવી જ પડે. (આ દેખાતા સુખ પાછળની આંધળી દોટ છે..!) આ ભૌતિકતા વધી, તેના સાથે સ્ત્રીનો ‘અહમ્’ વધવા લાગ્યો. તેણી પોતાની જાતને ‘પુરુષ સમોવડી’ માનવા લાગી. હકીકતમાં ઘરથી બહારના કામમાં સ્ત્રી.કોઈપણ પુરુષનો આધાર શોધવા માંડી,અને.જીવનમાં પ્રવેશી લલચામણી લોભામણી વાતો.
જ્યારે ભૂખ લાગે ત્યારે ઘરમાં ખાવાનું ના મળે,તો જ્યાં ખાવાનું મળે ત્યાં તે તરફ ભાગવાના જ! એટલે ઘરનીવ્યવસ્થા તદ્દન તૂટી ગઈ છે. ઘર‘ઘર’ ના રહેતાં; માત્ર ‘સ્થાનક’ બની ગયું છે.
સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બની ગઈ છે. પૈસાઅને‘પોસ્ટ’ માટે ‘પારકુંભાણુ’ પણ પચાવી પાડવું છે.! સ્ત્રી ને.
માનસન્માનની ભાવના આજની સ્ત્રીમાં રહીજ નથી.
સ્ત્રીની સહનશક્તિ બહુજ ઓછી થઈ ગઈ છે, એનું મુખ્ય કારણ આધુનિક વિજ્ઞાન પણ છે.
પરિવર્તન એ સમયનુ બીજું નામ છે. સમય પ્રમાણે પરિસ્થિતિ બદલાતી જ રહે છે. એટલે જ ‘સુખ’ની વ્યાખ્યા પણ બદલાતી રહી છે, એ જમાનાની સ્ત્રીને પરોઢમાં પ્રભાતિયાં ગાતાંગાતાં ઘંટૂડાઅને ઘમ્મર વલોણામાંથી સંગીત સંભળાતું હતું! ‘સુખ’ દેખાતુ હતું! આજની સ્ત્રીને ‘બસ’ પાછળ દોડવામાં,કે ‘ટ્રેન’ના ધક્કા ખાવામાં ‘સુખ’ દેખાય છે..
ગંગાસતી પાનબાઈની રચના છે, એટલે સ્ત્રીની વાત કરી. બાકી પુરુષને પણ આ બધું એટલું જ લાગુ પડે છે!
“સમય પરિવર્તનશીલછે”
સ્ત્રી હોય કે પુરુષ!! !!
અંતમાં,
ઇસબ મલેક “અંગાર”નો એક તણખો..

” મેરુતો ડગે…પણ જેના …
મનડા ડગે નહિ પાનબાઈ……,”
ગંગા સતી નું આ ભજન…,
એ જમાના ની તાસીર બતાવે છે…!
જ્યારે …..આજકાલ….,
બધે ફોલ્ડીંગની કમાલ દર્શાવે છે,
આંસુ ફિલ્ડિંગ, અરમાન ફિલ્ડિંગ,
દોસ્તી ફોલ્ડિંગ, મહોબત ફોલ્ડિંગ,
ફોલ્ડિંગ હૈયામાં વ્હાલ રાખે છે…!”

———-મુક્તિદા ઓઝા..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: