“દેખાવમાં સુંદર તો કેટલાય ફૂલો હોય,
પણ રાતરાણી ના ફૂલ…….,
તેની ફોરમ થી વિખ્યાત છે….!
રૂપ એ ફક્ત , દેખાવ પૂરતી શરૂઆતની છાપ,
પણ વ્યક્તિના સંસ્કાર…. એ તેની ફોરમ છે.”
—(-ઇસબ મલેક “અંગાર”)
ફૂલ માટે આપણે વ્યાખ્યાઓ બાંધી દીધી છે! અમુક ફૂલ,અમુક-તમુક ભગવાનને જ ચઢે! ગીતોમાં પણ લોકોના વ્યક્તિત્વ મુજબ ફૂલને સરખાવ્યું છે. મારો વર તો કે “લજામણીનું ફૂલ” જે હોય તે! મને તો બધી જ જાતનાં ફૂલ ગમે. હકીકતમાં કવિઓએ,માણસને ફૂલ સાથે સરખાવી, જુદાંજુદાં,વ્યક્તિત્વની વાત કરી છે. જુદાજુદા સંસ્કારની વાત કરી છે.
“ચંપા તુજમેં તીન ગુણ રુપ,રંગ ઔર બાસ,એક અવગુન ઐસો ભયો કી ભંવર ના આવે પાસ! કેટલું બધું કહી દીધું છે! કવિએ? “સંગત એવી રંગત”.જહેરીલો સાપ! તમે કોની સાથે રહો છો? કોણ તમારી આસપાસ ફરે છે? તમારી આસપાસનું વાતાવરણ કેવું છે? તેના ઉપરથી નક્કી થઈજાય કે,તમેકેવા છો?
જેવી જમીનમાં,જેવું બીજ નાખો, તે પ્રમાણે ઉપજ થાય.તમે જુવાર વાવી હશે,તો બાજરો પેદા નહિ જ થાય. સંસ્કાર અંદરથી જ આવતા હોય છે. આસપાસ જેવું જોઈએ, એવા જ વિચાર આપણે અપનાવતા હોઈએ છીએ.
તમે બહુજ સારા દેખાવ છો.પણ વ્યક્તિત્વની સાથે,વર્તાવ! બોલવાની રીત,સતત “તમે જ મહાન છો” અને બીજા તો”ભાજીપાલા”! એવું તમારું વર્તન,તમને તમારા સંસ્કારની અંદર ભરીભરીને “અહમ્”ભર્યો છે,એવું સાબિત કરે છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, કે પ્રાણી પોતાની “ખાસીયત”પ્રમાણે ઓળખાય છે. કાગડાના ગ્રુપ સાથે,એક હંસને જોશું,તો થોડું જુદું લાગશે, હંસને જોવો ગમશે! પણ એક માત્ર “દેખાવ” સિવાય હંસનો આપણને શું ઉપયોગ?
સંસ્કાર! એવા હોવા જોઈએ જે “self centered” ના હોય.
બહારથી સારા દેખાતા હોય એવા, કે “માખણ માખણ”જેવા….’તમે તો મારા ભાઈ,મારાંબેન’ મીઠું બોલી બોલીને પાછળથી,ક્યારે છૂરી ભોંકી દે તે ખબર પણ નાપડે.. બહારથી દેખાતુ ‘સારું’ કેટલું ‘સારું’ છે? તે તો”અનુભવ” જ સાબિત કરી શકે. ફૂલ અને ભમરો, એવી રીતે મસ્તી કરે! જેની સુગંધ તેનો પમરાટ સૃષ્ટિને આહ્લાદક બનાવે! અને જાણે ભમરો પોતાના ગુંજનમાં ગાતો હોય.ભમરી ને કહેતો હોય.. ‘ ફૂલ તુમ્હેં ભેજા હૈ ખતમેં ફૂલ નહિ મેરા દિલ હૈ’.
એક રાજા ભિખારણને પરણ્યો, અને મહેલમાં ખાવાની રીતથી ભિખારણની શુ હાલત થઈ! તે તો આપણે જાણીએ છીએ.કેટલાક ‘જલેબી’ જેવા, કેટલાક ‘સેકેરીન’ જેવા પણ હોય! દરેકની ખાસીયત છે. તે એના સંસ્કાર છે.
જડ લોકોને સંસ્કાર એટલે શું? ફરક નથી પડતો.
સ્વાર્થી લોકો પોતાની મરજી પ્રમાણે સંસ્કાર ઊભરાવે.
નાલાયક લોકો બીજાને હેરાન કરવા માટે સંસ્કારનો ઉપયોગ કરે.
ગરીબ લોકોને સંસ્કારથી કાઈ ફરકના પડે.
મધ્યમ વર્ગ ને જ બધા ‘નીતિ નિયમો’ લાગુ પડે.
પણ.. જો તમારો આત્મા ખરેખર “સંસ્કારી” હોય તો’તમે ધારો, ખોટું કામ તો શું ખોટો વિચાર કર્યો હોયને તો પણ તમારો આત્મા જ તમને ડંખે!!
સત્સંગથી સંસ્કારને,ચોક્કસ બદલી શકાય.સંસ્કાર એટલે”અંદર.”જ્યાં,તમે ઉછર્યા છો ત્યાંના તો હોય જ. પણ તમારી આસપાસનો માહોલ પણ તમને સંસ્કાર આપે.વરુના ટોળામાં સિંહનું બચ્ચું ઉછરે,તો વરુ જેવું જ થઈ જાય!, વાલીયો લૂટારો વાલ્મીકિ બની શકે. ”ચા” વહેંચવાવાળો “પ્રાઈમમિનીસ્ટર” બની શકે!
હિંદુઓમાં,માણસ જન્મે ત્યારથી,મૃત્યુ થાય ત્યાંસુધી ‘સોળ સંસ્કાર’ આપવામાં આવે છે. એક વાસણ બહારથી ખૂબ ઘસેલું,ચમકતું હોય,પણ એને અંદરથી પણ એટલું જ સાફ અને ચમકતું રાખવું પડે છે.! તેને “સંસ્કાર”કહે છે. ”સોળ સંસ્કાર” એટલે તમારા” મગજ રૂપી કૉમ્પ્યુટરની ચીપને સતત એનર્જેટિક રાખવાની પ્રક્રિયા.!
“સંસ્કાર”કાંટા જેવાતો ન જ હોવા જોઇએ! વાણી અને વર્તનમાં પણ એ દેખા દે છે.
“કોયલડી ને કાગ, વાને વર્તાયે નહિ. જીભલડીમાં જવાબ સાચું સોરઠીયો ભણે”. તમે દેખાવમાં જેવા હો તેવા,પણ શુદ્ધ સાત્વિક વર્તન તમારા સંસ્કારોનું પ્રતિબિંબ છે.
“ના, રુપ કે ના રંગકેરી મહેકનો છાંટો નથી, આમ તો વગડાઉ તો યે ફૂલ છું, કાંટો નથી”.