“બગ ભગત”

એકાગ્રતા ની શક્તિનું ભૌતિક
શ્રેષ્ઠ પરીક્ષણ એટલે
બિલોરી કાચ… !
ફક્ત બે ઈંચ વ્યાસમાં જે સૂર્ય પ્રકાશની ગરમી પડે, તેને એક જ કેન્દ્રમાં ફોક્સ કરવાથી.. લાકડું સળગવા લાગે…,
મનની શક્તિઓ તો આનાથી હજાર ગણી વધારે હોય…..
જો તેને એક જ કેન્દ્રમાં એકત્રિત કરવામાં આવે તો ..!!!”
(ઇસબ મલેક “અંગાર”)

\\\\\\\\\\\\\\\\\ \\\\\\\\\
મનની શક્તિઓ તો એટલી તાકાતવાળી છે, કે તમે ધારો તો,આખા બ્રહ્માન્ડને ઉથલાવી શકો.
‘ધ્યાન’!,
બગલાને ધ્યાન ધરતો જોયો છે? કેટલીકવાર લોકો બોલતા હોય ‘ બગભગત’!
એક દિવસ, તળાવ ઉપર હું ઊભી હતી,ત્યારે સમજાયુકે, આ તો બગલાભાઈ એકદમ ધ્યાનથી ઊભા રહી, માછલી પકડે છે એટલે!!..”બગભગત..”
એકલવ્ય,અર્જુન,બિલાડી, બગલો,માણસજાત,બધામાં એકાગ્રતા હોય છે.
એકલવ્ય, અર્જુનની એકાગ્રતા યાદ રહેશે.એકલવ્યે જે દિશામાં બાણ છોડ્યાં,અને જેવી રીતે કૂતરાના મોં માં એ બાણ જઈને અટકી ગયાં, કે કૂતરો ભોંકતો બંઘ થઈ ગયો.!!!
‘પક્ષીની આંખ’ સૌ ભાઈઓની પરીક્ષા લેવાઈ,હવે અર્જુનનો વારો હતો! ગુરૂએ અર્જુનને પૂછ્યું ”અર્જુન! તને શું દેખાયછે?” અર્જુનનો જવાબ હતો! “પક્ષીની આંખ!” અને અર્જુને પક્ષીને વીંધી નાખ્યું! તમે,ધ્યાન( એકાગ્રતા)નો ઉપયોગ કેવી રીતે કરો છો તે મહત્વનું છે.
શહેરના ઘોંઘાટની વચ્ચે, ઢોલના તાલે, સોટીના સટાક સટાક મારની વચ્ચે, એક નાનકડી છોકરી! જમીનથી ઊંચે હવામાં અધ્ધર,પાતળા તાર ઉપર ચાલતી, તાલબધ્ધ નાચતી જોઈ જ હશે? એ છોકરીની એકાગ્રતાને રંગ છેને?!
હું મારી વાત કરું,અમે નાના હતાં ત્યારે ’પાંચીકે’ રમતાં..”ઢબો ઢાંચ પૂરાપાંચ” બોલતાં જાઈએ અને કાંકરીને જીલતાં જાઈએ..એક પણ કાંકરી જમીન પર પડે તો આઉટ.
એક જૈનમુનિશ્રી મદ્રાજચંદ્ર: કરોડોના હિસાબ,મોઢે કરી શકતા.એકાગ્રતા એવી વસ્તુ છે!
હિમાલયની ઠંડીમાં,ગરમીનો અનુભવ કરાવે! તે જ એકાગ્રતા! એકાગ્રતાનું બીજુ નામ ‘ધ્યાન’
હિમાલયમાં ઊડતાં લામાને, ઘણા લોકોએ જોયા હશે! એક જ જગ્યાએ, સાધના કરતાં, બેઠા હોય છતાં, શરીર એક જ જગ્યાના બદલે, બીજી જગ્યાએ “હાજર” હોય!
એક સંત‘શ્રી નિર્મોહીબાબા’,ટ્રેનમાં બેઠા,ગમેતે કારણસર એમના પાસે ટિકિટ નહોતી. ચેકર આવ્યો, એણે સંતને ટ્રેનમાંથી ઉતારી દીધા. પાંચ મિનિટમાં તો, ટ્રેન અટકી ગઈ! લોકો હેરાનપરેશાન,ખબરના પડે ટ્રેન કેમ ચાલતી નથી? છેવટે, એ બોગીમાં બેઠેલા એક બુજુર્ગ મુસાફરે કહ્યું,”તમે પેલા ‘સંતને’ પાછા બેસાડો”.જેવા એમને બેસાડ્યા, ટ્રેન ચાલુ થઈ ગઈ!!.(આ સાચો બનેલો બનાવ છે.)અહીં કહેવાનુએ છે, કે પેલા સંતમાં કેટલી એકાગ્રતાની શક્તિ હશે! કે,એમને લીધા વગર ટ્રેને ગતિ જ ના કરી.
આપણને ભગવાને મગજ આપ્યું છે,પણ તેના ચાર ટકા મગજનો,આપણે,ઉપયોગ નથી કરતા. કારણકે,આપણે દિવસો દિવસ આળસુ,મતિભ્રમ અને ભૌતિક થતા જઈએ છીએ.
માણસ પાસે, આવુ સુંદર મગજ છે “જે ધારે તે કરી શકે!” પણ.. એક વસ્તુ ના આપી”શાંતિ” એને મેળવવા માણસ અહીંથી તહીં ભટકે છે.. “લુકીંગ ટુ લંડન ટોકીંગ ટુ ટોકિચો!!”
“ધ્યાન”એકાગ્રતાનું બીજું નામ છે. તમને શું જોઈએ છે? શામાટે જોઈએ છે? નક્કી કરો.અને એ રસ્તે આગળ વધો. તમે તમારી મંઝિલ નક્કી કરી જ લીધી છે! તમારે પહોંચવું તો છે જ.પણ અડચણો આવશે જ. એને પાર કરવાની પ્રક્રિયા, એટલે ‘એકાગ્રતા’. કોઈ પણ કાર્યમાં,સફળતા માટે, એકાગ્રતાથી સતત અભ્યાસ કરવો જરુરી છે. કરતાં જાળ કરોળિયો ભોંય પડી અથડાય પણ.. છેવટે, જાળું બનાવીને જ જંપે.! કૂતરા, બિલાડા જુદાંજુદાં પક્ષીઓમાં આપણે જોયું છે. આપણને એમ થાય કે આ તો રમે છે! પણ હકીકતમાં એ કશુંક નવું કરવાનું શીખતાં હોય.!!
મુક્તિદા કુમાર ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: