હીરા,મોતી,માણેક,અકીક–ધરતીને ખોદ્યા કરો,નીકળ્યા જ કરશે…
‘રતનટાટા’, ‘રતનકચરો સાફ કરાવવાળી(બાઈ)’,’રતન’ગાંડી’’, ’રતન’બ્યુટી પાર્લર’’, કેટકેટલાં બધાં નામને? જોકે, આજકાલ”રતન”નામ બહુજ ઓછાં પડે છે! આવાંનામ,old fationed થઈ ગયાં છે.
આપણે,રત્નોની શોધમાં ગૂંચવાયેલા છીએ.કચરાના ઢગલામાં શોધો તો રતન મળે!પણઆપણે શોધવાની મહેનત કરવી નથી.રતન શોધવા જાતાં.. નથી મળતાં!,.એતો એની જગ્યાએ જ પડ્યાં પડ્યાં,ઝગારા મારતાં હોય!
જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ! કણકણ ચમકે છે, જણજણમાં એક spark છે. પ્રતિભાને ચમકાવવા માટે, એક પરિસ્થિતિ, સંજોગોઅનેસમયનું નિર્માણ,અને સઘવડ જરૂરી છે.
મારા બાળપણની વાત..એક અંગ્રેજી બોલતો પાગલ,!સાચ્ચે જ,મારા બાળપણમાં,હું બહુજ ડરતી એ લોકોથી.હવે વિચાર આવે છે! એવું શુકામ? કે એ લોકો પાગલ થયા? સમય, સંજોગ અને સમાજે એમને, સચ્ચાઈથી સથવારો ના આપ્યો!!?
“રાનુ મંડલ” એક રસ્તે રઝળતી, ભીખમાંગીને ગુજારો કરતી બાઈ! અત્યારનું, આજના સમયનું જ ઉદાહરણ છે! એને .. ” ‘..હિમેશરેશમિયા’ જેવા”હીરાપારખુ”એ જગવિખ્યાત ગાયિકા બનાવી દીધી!!
બીજાની ચમકને પારખીએ અને શોધીએ,તો જ બહુ રત્ના વસુંધરા! બાકી,આજે તો હરીફાઈના જમાનામાં”મારો પ્રતિસ્પર્ધી “ઊભો થાય છે!”એ ભયે, ઊગતા છોડને બિલાડીનાટોપની જેમ ઠપકારી દેશું! તો એ તો, ધરતીમાં ધરબાઈ જાશે!
આપણે રત્નપારખુ બનીએ તો કેવુ સારું!
બહુરત્ના વસુંધરા! જેવો જેનો સ્વાદ, એવું એનું ખાવાનું, જેવી જેની જમીન, એવી એની ઊપજ!
પોતાની જાતને “SHOW-OFF” નો polish કરવાથી જે ચમક આવે, તે મર્યાદિત હોય. સમય આવ્યે એને કાટ લાગી જાયછે! પણ યાદગાર રત્નો, સદાસર્વદા ચમકતાં જ રહે.
એક દિવસ હું રિક્ષામા, long drive કરીતી હતી..જેવી હુ બેઠી રિક્ષામાં, કિક્ મારતાંજ, રીક્ષાવાળો, ચાલુ થઈ ગયો..રામાયણની ચોપાઈઓ બોલવા..જ્યારે હું ઉતરી ત્યારે થયું, બે કલાક ક્યાં પસાર થઈ ગયા! એથી વધારે તો મને રિક્ષાવાળાની ઇર્ષ્યા થઈ. ચોવીસ કલાક ટાઢ, તડકો, તાપ, વેઠીને પણ કેવા connected રહે છે પોતાની આધ્યાત્મિકતાથી..
મને થયું! હું ક્યાં શોધું “રત્ન”ને? સેના, સિપાહી, ચોકીદાર, ખેડૂત, શિક્ષક, જવાન, બાળક..? દરેકેદરેક રત્નોથી ભરપૂર છે..જરૂર છે, તો માત્ર આપણા જેવા સમજદાર નાગરિકના ઉત્સાહની અને માનસિક આધાર, તથાસંસ્કારની..મારી પ્રિય સખી પ્રગતિબેન.એચ.મહેતા! તમે કહેલા, વિષય પર લખું છું, ત્યારે તમારા જેવી સૌમ્ય, મધુરભાષી, સુશીલ સ્ત્રી….
મારી નજર સામે છે..લાગે છે સમાજને તમારા જેવી સ્ત્રીઓની જ જરૂર છે. જે દૂરથી શુક્રના તારાનુ તેજ પ્રસરાવી વસુંધરા ઉપરના નભને ચમકાવે.
મુક્તિદા કુમાર ઓઝા
“બહુ રત્ના વસુંધરા”
