માણવા અને…, મહાલવા છે… ” જિંદગી”…..!

“થોડીક ભ્રમણાઓ,
કેટલાંક શમણાંઓ…,
ઢગલાબંધ મુશ્કેલીઓ…,
વચ્ચે…પણ..,
સતત મહેકવું “અંગાર”….,
તેનું બીજું નામ…….,
એટલે આપણી જિંદગી…!”
————–“અંગાર”

બાળકોની‘પઝલગેમ’ જોઈ છે? લે આ ટુકડામાંથી…. ‘હાથી,બળદ,માછલી….’ બનાવી દે..
અલગઅલગ,દુ:ખ-સુખના ટુકડાઓ ભેગા કરી….,આપણે જ જિંદગીને સુંદર આકાર આપવાનો છે..
આ ઘડી પણ આપણી નથી.જિંદગી જ એક ભ્રમ છે અત્યારે જે આઈસ્ક્રીમનો સ્વાદ માણીએ, તે જ સ્વાદ પાંચ મિનિટ કે કલાક પછી ભૂલી જઈએ,ફરીથી ખાવાની ઈચ્છા થાય!
મોટા સોફા ઉપર બેસીને હુકમો છોડતા, સો ટનના શેઠ, આસપાસ આંટા મારતી લલનાઓ, પાણી માગે ત્યાં દૂધ હાજર થાય એવી પરિસ્થિતિ, પણ કાલ સવારે! શેઠ! શેઠ જાગો!” કોઈની તાકાત નથીકે શેઠની આંખ ખોલાવી શકે! શેઠ એક ઘડીમાં, હતા ન હતા થઈ જાય! “શેઠ”, શેઠના બદલે “બોડી” બની જાય! આ “બોડી”ને ક્યારે હવે કાઢવું છે? એવી વાતો થવા માંડે!
એટલે, આ શરીર પણ એક ભ્રમણા છે! આ જાહોજલાલી,એશઆરામ,અમન-ચમન,આંખને જીભને અને મનને, એટલાં તો ગમે છે કે એમાં જ મન રાચે છે.
શ્રીદેવીનો ફોટો ખીસામાં લઈને,ફરતા જુવાનિયાઓ જોયા છે? મનમાં પૈણેને મનમાં રંડાવે!
શમણાંની ઉડાન તો એવી છે,ધારે ત્યારે અને ધારે તેવાં સપનાં જોઈ શકાય.! અને પોતે સપનાં સિદ્ધ ના કરી શક્યા હોય એટલે છોકરાંઓ દ્વારા સિદ્ધ કરવાં હોય! એટલે પછી..સામ,દામ,દંડ,ભેદ બધું જ અજમાવી જોવાનું..એટલે તો એજ્યુકેશનમાં ‘કાળાંનાણાં’ અને ‘કાળાધોળા’નો બહુજ ઉપદ્રવ વધી ગયો.
જિંદગી એક સાંકળ છે.એક ઇચ્છાને પૂરી કરવા બીજી સાંકળ જોડવી જ પડે!
એક ખોટુ કામ હાજર ખોટાં કામ કરાવે. એટલે શારીરિક માનસિક સમસ્યા વધતી જ જાય. એક પરપોટા માંથી હજારો પેદા થઈ જાય.તેવીરીતે..
સતત મહેકવું તેનું બીજું નામ જિંદગી!
સતત આનંદ,સતત ખુશ રહેવા માટે માણસે પોતે જ પોતાની જાતને સમજાવી, તૈયાર કરવી પડે. જે ‘જીવન’ છે, તે માત્ર આ‘ક્ષણ’છે. ભૂતકાળ ગયો, ભવિષ્ય આવશે કે નહિ ખબર નથી. તો પછી…
આ જ ઘડિ છે.. ’રળિયામણિ’ રે……!
પોતાની ભાવનાઓને શુદ્ધ રાખવી. ચિંતાની જ્વાળાઓ ફેલાવવા કરતાં. જે અત્યારે છે, તે ખૂબ આનંદ થી માણીએ, કારણકે આપણને જે મળ્યું છે, તે મેળવવા માટે બીજા લોકો તડપતા હશે!!!
આ બધીજ તકલીફો માથી પસાર થઈ,ખુશી ફેલાવવાની છે.
…. જિંદગી અને જામ માણવા માટે છે ….
જિંદગી એટલે એવો એકજ થાળ, જેમાં જુદીજુદી જાતની, જુદાજુદા સ્વાદની, વાનગીઓ એક સાથે પીરસવામાં આવી છે આપણેતો ખાઈને ઓડકાર ખાવાના છે!
જીવનને સુગંધિત બનાવવા હકારાત્મકતને વધારવી જોઇએ
પોતાની જાતને પ્રેમ કરીશું,તો જિંદગીને માણી શકીશું
જિંદગી તો ક્ષણભંગૂર છે,પાણીના પરપોટા જેવી છે
જિંદગી સામા પવને જજૂમવાની વાત છે.કુદરતની એક એક વસ્તુ, કેવી ખિલખિલાટ છે. એને પણ દુ:ખતો પડે જ છે. ઝાડનૈ કઠિયારો કુહાડી મારી કાપે જ છે ને? છત્તા ઝાડ એમ કહેછે કે “તે મને માર્યું! તેથી, તને હું ફળ,છાંયડો વગેરે નહિ આપું?
જિંદગી એક સ્વાદિષ્ટ ભેળ છે ખાઓ પીઓને મઝા કરો….!
મુક્તિદા ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: