“માનસિક બીમારી માપવાના
થર્મોમીટર એટલે નથી હોતા “અંગાર”,
ચીડિયો સ્વભાવ..,અને
નાની નાની વાતોમાં ગુસ્સો…..,
તેની માનસિકતા જાણવા પૂરતા છે…!”
———- (ઇસબ મલેક “અંગાર”)
આવી બિમારીનું થર્મોમીટર, આપણે પોતે જ તો નથી ને? એ શા માટે ચિડાય છે? તે આપણે જોવું જરૂરી નથી લાગતું? એની આશા-આકાંક્ષાઓ ક્યાંક ધરબાઈ ગઈ હોય!શક્ય છે કે એને તમારી “માનસિક હૂંફ”ની જરૂર હોય!!!
આપણે,જો એ વ્યક્તિની આસપાસ હોઈએ,તો આપણી જવાબદારી છે. અને જાણવું જરૂરી છે, કે આ વ્યક્તિ,આવું વર્તન કેમ કરે છે? શામાટે કરે છે? કેટલા વખતથી કરે છે? !
એને કોઇ psychiatristને અથવા counsellorને કેમ નથી બતાવ્યું?
”ઈ તો..એવાં..જ!”..કરીને વાતને! ટાળવામાં તો નથી આવીને??
અમે નાના હતાં ત્યારે,અમારા ગામમાં ઘણા ગાંડા હતા! હું ગાંડાથી બહુજ બીતી.અત્યારે, મને વિચાર થાય છે કે.. એ ગાંડાઓ સાથે,મેં સેલ્ફી ખેંચીને રાખ્યા હોત તો કેટલું સારું થાત.!પણ ત્યારે મોબાઈલ અને ઓટોમેટિક કેમેરા પણ નહોતા!! મને એકેએક ગાંડાના નામ,અને કેવી રીતનું તે લોકો વર્તન કરતા?!તે બધું જ યાદ છે..જેનુ લીસ્ટ બનાવીને રાખી દઉં તો મારે એ દરેક ગાંડા વિશે વાર્તા લખવી છે. જુદજુદી જાતનુ વર્તન કરતા ગાંડા!
એક તો સાવ અભણ હતો પણ fluent અંગ્રેજી બોલતો.
એકના ઘરનીચેથી પસાર થઈએ તો એ ઉપરથીઘરની બારીમાંથી ખૂબ પાણી ઢોળતી.
એક ગાંડો એવો હતો કે એનાથી બે ફૂટ આગળ, કોઈ લીટી દોરી જાય ,તો એ લીટી પાસે પહોંચતાં જ ધડામ દઈને પડી જાય.!!!
એક એવો હતો, જે ભર બઝારની વચ્ચે,દુકાનમાં ટીંગાવેલા અરીસાની સામે કલાકો સુધી ઊભો રહેતો. અને આ સામે કોઈને વાંધો પણ નહોતો!
એ સમય એવો હતો, કે એ લોકોને,’ગાંડા’કહી..”બેહાલ બેઘર” કર્યા. કરવામાં આવતા! હકીકતમાં હવે તો ઘણી બધી ટ્રીટમેન્ટ,દવાઓ આવા લોકો માટે શોધાઈ ગઈ છે.
.
કેટલીકવાર,બાળક નાનું હોય અને ખૂબ કજિયા કરતુ તો વડીલો, એના પેટપર નાભીની આસપાસ હીંગ લગાવતા ,કાન દબાવતા, કાળોદોરો ટીલા-ટપકા કરતાં કે “અમારું છોકરું નજરાઈ ગયું છે!”
આવું.. મોટામાં થાય ત્યારે નજર,મૂઠ, ભૂતનો પ્રવેશ, માતાજી પધારવા, ધૂણવું વગેરે માન્યતાઓ લઈ.. ભૂવા-ડાગલા પાસે ,ડામ દેવરાવવા, સોટીથી માર પણ ખવડાવવા.
આવું સામાન્ય રીતે સ્ત્રીઓમાં વધારે જોવા મળે, કારણકે એ ‘બિચારી’ અભણ હોય, પરાધીન હોય, “દિકરી ને ગાય દોરે ત્યાં જાય.” એવી માનસિકતા આપણી હતી. દિકરી પરણી જાય એટલે, પીયર માટે તો એ પારકી જ.જેમ સાસરા વાળા રાખે તેમ જ રહેવાનુ! મોઢું પણ નહિ ખોલવાનું! તેવા સંજોગોમાં,એને એની તકલીફ શું છે? એનો વિચાર કોણ કરવા નું?… “એ તો એવી જ છે” એતો આવી જ છે” એને કાંઈ ન આવડે”.. આવાં સ્ત્રી સહજ ઉદ્બોધન! પેલી ચિડચિડી સ્ત્રી માટે બોલાતાં હોય.!!! ઘરનું હૂંફ ભર્યું વાતાવરણ, પરણવાનું ફરીથી પરણવાનું,પ્લેટોનિક લવનો જન્મ પણ આવી જ પરિસ્થિતિઓ માંથી થયો છે. તો કોઈ ની માનસિકતા જાણવા આપણે જ એનો સધિયારો બનીએ તો કેટલું સારું
દિકરી સાપનાભારા! નબનાવતા દિકરી ને ભણાવીને પોતાના પગભર એવી કરીએ કે તે બીજા દસ જણને મદદ કરી શકે
કેટલીકવાર પુરષોમા પણ ચિડચિડાપન, ગુસ્સો વગેરે દેખાતા હોય છે. તેનું કારણ તેની “જવાબદારીઓ”. તે દુનિયા સામે, ખુલાપાથી કહી પણ નથી શકતો કે “હવે બહુ થયું!” આવા સંજોગોમાં,” મિત્ર, પત્ની,મા, બહેન કે પ્રેયસી કે સગાવહાલા.. જો એનો સાથ આપે, તો આવી પરિસ્થિતિમાંથી આરામથી બહાર આવી શકાય.
અત્યારે તો આપણે,ખૂબ આધુનિક થઈ ગયા છીએ…
આવા જ સંજોગોએ “પ્લેટોનિક લવ”ને જન્મ આપ્યો છે..’ડીવોર્સ’વધી ગયા,સુસાઈડનું પણ આવું જ કારણ હોઈ શકે..
એક વ્યક્તિ બીજી વ્યક્તિને, કોઈ કારણસર નીચી પાડવા કોશીશ કરતો હોય.”ઇર્ષ્યા”પણ એક કારણ છે..
એની આર્થિક સ્થિતિ એવી હોય જેને તે પહોંચી શકતો ના હોય.
જેમ ભીખ માંગવી,એ “પરિણામ” છે “કારણ” નથી એમ “ગુસ્સે થવું” ચિડચિડા બનવું ! એ પણ એક કારણ છે પરિણામ નથી.
પણ એ વ્યક્તિને રસ્તે લગાડો.એને ધંધે લગાડો જેમ “ભીખ માંગવા જાય એટલે એની માનસિકતા જ એવી.”
માની ના લેવું.!! ભીખ માંગતો હોય એ ભિખારી જ હોય.
ભિખારી તો આપણે બધા જ છીએ કોઈ મન નો, કોઈ તનનો,કોઈ ધન નો….
મંદિર પાસે જઈને ઊભા રહો. મર્સીડીઝ માંથી ઉતરતો “સૌથી મોટો ભિખારી” જોયો છે? પોતાના એક અર્ધા રોટલા માંથી બટકું રોટલો બીજાને કે કૂતરાને આપતો “દાનવીર” જોયો છે..?
“કસોટીના કાળમાંથી માણસ બહાર નિકળે છે ત્યારે તેનું સ્વરૂપ અનેરૂ અને અદ્ભૂત હોય છે.!!
-અફસોસ ઈખરવી.
આ માનસિક કસોટી માં આપણે મદદગાર થવું જ રહ્યું.
મુક્તિદા કુમાર ઓઝા