“મોજમાં રેવું, મોજમા રેવું રે… દિવ્યતાને એટલું કે આનંદમાં રહેવું રે!”

જીવનમાં મુશ્કેલીઓ,તનાવ,એ એક સ્વભાવિક બાબત છે,
હર કોઈના જીવનમાં એ
આવેજ…,
પણ,
આ બધી દોડધામ વચ્ચે
પોતાના નિર્દોષ રચનાત્મકત
શોખ ને જીવતો રાખે,
તો તેમાંથી સતત તાજગી
મળ્યા કરે..”
——– (ઇસબ મલેક “અંગાર”)

જીવનને એક સંગ્રામ કહો!,જીવનનેએક લડાઈ કહો, જીવનને ચલતીકા નામ ગાડી કહો! મંજિલ સુધી પહોંચવા માટે! બસ ચલ ચલા ચલ,ચલ ચલાચલ, ચલા ચલ..મંઝિલ ઘણી દૂર છે, જીવનના રસ્તાને આગળ ધપાવવો છે! બાળપણ,જવાની,બુઢાપો બધા જ ‘પડાવો’ પાર પાડવાના છે જ. આ જીવન આપણે જીવીએ છીએ, તે ધારીએ એટલું સહેલું નથી. એની સાથે આપણી આશાઓ આકાંક્ષાઓ જોડાયેલી છે. એ એટલી અઘરી છે કે તે મેળવવા,આપણે જે રસ્તો લઈએ તે સીધો નથી. સુખ-દુ:ખ, બિમારી,હરીફાઈ,તારું-મારું, બધા ખાડા-ખાબોચીયાં, માંથી પસાર થાવું પડે છે. જીવનમાં મુશ્કેલી આપણે પોતે જ પેદા કરી છે..
આપણે, જિંદગીના એવા રસ્તા ઉપર ભેરવાઇ પડ્યા છીએ,કે પગ લઈ જાય ત્યાં અને તે તરફ ચાલીએ છીએ, દોટ મૂકીએ છીએ,પગને આંખ પણ નથી,મગજ પણ નથી. એટલે ક્યાં જાવું? કેટલે પહોંચવું? કેવી રીતે પહોંચવું? કશી ખબર નથી. રસ્તે રઝળતા ,બળદને એક જગ્યાએથી હાકો તો, તે જરાક ખસકે અને પૂંછડી હલાવતો હલાવતો ત્યાંને ત્યાં જ ઊભો રહે! એમ આપણે પણ ખાલી ચાલ્યા જ કરીએ છીએ.પણ એ માત્ર ચાલવાનું છે ‘ગતિ’ નથી! માત્ર બળદ જેવી જિંદગી ગુજારવા કરતાં,કાંઈક નવુ કરવુ,
સમાજમાં રહીએ છીએ, તે સમાજને આપણા આનંદમાં,ખુશીમાં સંમિલિત કરવો..દા..ત..”ચાક વધાવવા જવું!” શક્ય છે આ પ્રથા શું છે? એ પણ લોકો ભૂલી ગયા હશે! લગ્નમાં એક વિધિ હતો.. જેમાં ઢોલ વગાડતાં, ગામ સાંભળે એમ ગીતો ગાતાં ગાતાં “કુંભારવાડે જઈ,ચાકડાની પૂજા કરી,કુંભારને એક ભાગરૂપે કશીક યાદગિરી આપવામાં આવતી.
ઉત્સાહ,આનંદ,ખુશી….ખોવાઈ ગયાં છે..આપણા ઉત્સવોમાં પણ કેટલું બધું વૈવિધ્ય છે! પણ આધુનિકતા અને દેખાદેખીએ એ ઝાકઝમાળ મૃત:પ્રાય થઈ ગઈ છે..એવું નથી કે જૂના જમાનાનો માણસ આળસુ હતો કે અત્યારનો આળસુ છે,પણ પોતાની જાતને કેમ ખુશ રાખવું તે જૂનો માણસ વધારે જાણતો હતો..કદાચ એટલે જ સુથારનો દીકરો સુથાર, કડીયાનો દિકરો કડીયો જ બને!!!
જેમાં મન લાગે, શોખ જાગે, આનંદ મળે, તે પોતે જ શોધી લેવું જોઈએ. પોતાના ભેરુ બાંધવ આપણે પોતે..જેમ જવાબદારીઓ વધે તેમ તકલીફો વધતી રહેવાની.જેટલું છે એમાં જ સંતોષ નથી! વધારેની લોલુપતા પાછળ દોડતો માણસ, ભવિષ્ય માટે ભાગંભાગી કરેક છે. ભૂતકાળમાં ભટકી ગયો હતો,ભવિષ્ય માં શુંકરીશ? એટલે એ અત્યારની ઘડી માણવાનું,મહાલવાનું ચૂકી જાય છે. એ ભૂલી જાય છે કે તે ‘તું’ જે કરી રહ્યો છે, તે તારા ખુદને માટે છે. પણ એ તો પોતાની જાત ઉપર દુનિયા આખીની જવાબદારીઓ થોપી દે છે! અને “કૂતરાની જેમ આ ગાડું તો હું જ ચલાવું છું”..
સ્ત્રી પોતાના ઘરકામમાં ખુશ હતી,અત્યારે ઘરનું કામ કરવામાં એને ‘નાનમ્’ લાગેછે! Monotonous લાગે છે!ઘરકામ કરી, બપોરના નવરાશની પળોમાં ગીતો ગાતાં ગાતાં ગોદડી બનાવવી કે ગૂંથણી કરવી એ તો એને જુનવાણી લાગે છે.. આજની ઘડીને બીજા માટે નહિ પણ પોતા માટે માણીએ તો?આ ટ્રેનની દોડાદોડી, જાણે પોતાનું બાળક
મહાન ક્રિકેટર બની જવાનનો હોય,મહાન નર્તકી બની જવાની હોય મહાન વિદ્વાન બનીમજાવાનું હોય તેમતેના પાછળએવી દોડાદોડી કે “બાળપણ”ખોવાઈ જાય ..પોતે પણ depression માં જાય!
પોતાને મજા આવે તે ખાઈએ,પીએ,ગાઈએ નાચીએ!!
આપણા જે શોખ છે તેને અનુભવીએ. હાય હાય કોઈને કેમ લાગશે? એવું વિચારવાના બદલે,જે કરીએ છીએ તે જવાબદારી નહિ,પણ ખુશી માટે!
આજની ઘડી છે રળિયામણી રે.આજ સારી તો આવતીકાલ સારી થવાની જ..
જે કશું કરીએ તેમાં,’શબરી’ બની જઈએ? રામ રૂપી સુખ મળવાનું જ છે..
નાચીએ તો એવા કે સૂફીના સંત બની જઈએ.!
ગાઈએ તો નરસિંહમહેતા બની જઈએ !
પણ..જે કરીએ છીએ, તે ઈશ્વર સમર્પણ કરી ખુશી .પેદા કરીએ!
આનંદમાં પોતાને શોધશુંને ?……બાકી બધું તો ગૂગલ પર મળે છે..!
STAY CHEERFULL NEGATIVIITY IS WORST THAN VIRUS…
મુક્તિદા કુમાર ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: