આજ સવારથી મારા મગજમાં આ જ શબ્દો ઘૂમરાયા કરેછે! “જગદમ્બિકે જય જય જગ જનની મા.” આ ધૂનની સાથે મનેથાય છે..જેને આપણે “જગદમ્બા”તરીકે પૂજીએ છીએ એજ સ્ત્રી..પુરુષ માટે પ્રાર્થનાઓ કરે?, વ્રતો કરે,”જાગરણો કરે?, આવું કેમ?
સૃષ્ટિનું સર્જન થતું હોયતો એ સ્ત્રી થકી જ છે. જીવનદાત્રી તો સ્ત્રી જ છે.
છતાં સ્ત્રીએ પુરુષના ‘આયુષ્ય’ માટે, તંદુરસ્તી માટે વ્રત કરવાના? એવું કેમ?
પુરુષ અને સ્ત્રી જીવન રૂપી ગાડાના બે પૈડાં છે. જેટલો ભોગ સ્ત્રી પુરુષ માટે આપે છે, એટલોજ ભોગ પુરુષ સ્ત્રીને માટે આપે છે? જે હોય તે સર્જનહારે બન્નેને જુદી જુદી રીતે ઘડ્યા છે. સ્ત્રીના શરીરની રચના જ એવી છે કે એને પુરુષના આધારિત થવું જ પડે છે. સંસારના સર્જનની શક્તિ સ્ત્રીને મળી છે. તે કબૂલ.પણ એને નભાવવા માટે એ સામ,દામ,દંડ, ભેદથી પુરુષને સાચવી રાખવા કોશીશ કરે છે.
એનું(સ્ત્રીનું); ચાલે તો યમરાજની સામે પણ લડી લે છે!!!
આજે વડસાવિત્રી પૂનમ..સ્ત્રી,પોતાના પુરુષના દીર્ઘઆયુષ્ય માટે વ્રત કરે છે.
આપણી સંસ્કૃતિ કુદરતને આપણા સાથે એક યા બીજી રીતે સાકળી લે છે. અને એજ સાક્ષાત્ ભગવાન છે. આપણને એમના થકી જ જીવન મળે છે. સૂરજ,નદી,દરિયો, પહાડ,ધરતી. આપણા વેદો, ઉપનિષદ રુષિમુનિઓ કુદરતની પૂજા કરતા અને એટલે આપણે પણ કરીએ છીએ. આપણા શાસ્ત્રોએ વનસ્પતિ અને વ્રતોને એકસાથે એવી રીતે જોડી લીધા છે કે, સમય પ્રમાણેની વનસ્પતિનો ઉપયોગ જેતે સમયમાં થાય. અને એવી રીતે વ્રતનો સમય આવે કે, કામથી ખૂબ થાકી અને કંટાળેલી ગયેલી સ્ત્રીને આરામ અને આનંદ માણવા મળે.
‘વડ’ એવું વૃક્ષ છે જેના પાંદડેપાંદડા, ડાળી ડાળી, મૂળીયા ટેટા થડ બધી જ વસ્તુઓ સ્ત્રીના સ્વાસ્થ્ય માટે ઉપકારક અને ઉપયોગી છે.
વ્રત કરી, આધ્યાત્મિક રીતે,પુરુષનેતં દુરસ્તી અપાવી, પોતે સમય પ્રમાણેના વ્રત કરી તંદુરસ્ત રહે,
સમય પ્રમાણે આ વર્ષા રુતુની અને ગરમીની રુતુ, રોગો ફેલાવતી રુતુ, તેમાં પેટથી હલકા રહેવું,
આનંદિત રહેવું એજ સંસારના સુખનુ મૂળ સ્ત્રોત બની રહે.
મુક્તિદા ઓઝા
વનસ્પતિ, વર, અને વ્રત….. કેવી રીતે સંકળાયેલ..છે…!
