“શુભેચ્છા”શબ્દ બહુજ સરસ છે.
ક્યારેક મને થાય છે, માણસના મનને બારી હોત તો કેટલું સારું? ખબર તો પડત કે શુભેચ્છાઓ આપે છે કે ગાળો.!. મનને મનાવવા આપણે ખૂબ કોશીશ કરીએ છીએ કે “સારું વિચાર, સારું બોલ, સારું વર્તન કર,પણ પોતે જ પોતાની જાતને પૂછીએ કે, ખરેખર આપણે શુભેચ્છાઓ આપીએ છીએ?
उसकी साड़ी मेरी साड़ीसे सफ़ेद कैसे?, આનું લખાણ newespaperમાં છપાયું મારું કેમ નહિ?
જ્યારે જ્યારે આપણે બીજી વ્યક્તિને માત્ર જોઈએ છીએ, ત્યારે આવા વિચારો આવે છે કે નહિ!?
આપણે જુદાજુદા શબ્દોથી જુદાંજદાં વાક્યોથી ભાષાને શણગારી,મઠારીને રજુઆત કરવાનો દેખાવ તો બહુજ કરીએ છીએ,પણ ભાવ તો ઇર્ષ્યાનો જ દેખાતો હોય છે.
આશીર્વાદ લેવા જતી વખતે, એવા વડીલોને જોયા છે જે માત્ર મસીનવત્ હાથ તમારા માથા પર મૂકે, પણ જીભ તલવારની જેમ ચાલતી હોય! અને આશીર્વાદ આપવાના બદલે બોલે, ઓ આ “તમે ફલાણા? હવે ધંધો કેમ ચાલે છે?!!!” ત્યારે ,થાય તમે શુ આપવા બેઠા છો?, કારણ કે “ફલાણા” શબ્દ જેતે વ્યક્તિનું નેગેટીવપાસું ખોલવા માટે બોલાયેલુ હોય છે અને એ…જેતે…… વ્યક્તિને થતું હોય “ધરતી મારગ આપે તો સમાઈ જાઉં”..!
આવા વડીલાઈ બતાવતા લોકોને પૂછવું જોઈએ કે; શું તમે શુભેચ્છાઓ આપો છો?
ગલેમળવું, પગેપડવું કે શબ્દોથી શુભેચ્છાઓ આપવી.. પણ જો તેની પાછળ, સારા ભાવ ન હોય તો, એનો મતલબ કાઈ રહેતો નથી. એમાત્ર એક રૂઢીચુસ્તતા જ રહે છે. શુભેચ્છાઓ સાથે શુભ વિચારો, વાણી અને વર્તન સામેલ હોય તો કેટલું સારું!
શુભેચ્છાઓ એ સારા કાર્યમાટેનું બીજ છે.
મુક્તિદા ઓઝા