અષ્ટાંગ યોગ માં ‘ અસ્તેય’ વિષે કહ્યું છે, તમે વિચારો છો ત્યાંથી કરી ને જીવો છો ત્યાં સુધી ક્યાંય ચોરી ના હોવી જોઈએ. મનથી પણ નહિ.. એટલે જે કરો છો તે સારૂં જ કરો છો, સારું જ વિચારો છો..બીજા શું કહેશે? શું વિચારશે? તે કરતાં, પોતે જે કરી ,છીએ તે જ સત્ય છે એમ પોતાના આત્મા બોલે .
અને એ જ નરથી નારાયણ બનવા સુધીની યાત્રા છે.
લગે રહો..!. આમાપ દંડ સંપૂર્ણ સંતનો જ હોઈ શકે.
શક્ય છે, સંત જેવા દેખાતા ના પણ હોય, કેસરી કપડાં પહેર્યાં નાપણ હોય.
જેને મદદ કરતા હો તેને “કરવા ખાતર જ મદદ કરતા હો, પણ કંઈક તો સારું જ થઈ રહ્યું છે ને? તમને કશુંક આપવાનો, સારું આપવાનો માનસિક આનંદ થઈ રહ્યો છે.
“આંગળી ચીંધ્યાનું પુણ્ય છે”..
અને કોઈ કોઈના “કહેવાવા માટે થોડું કરવાનું હોય? દુનિયાની દૃષ્ટિ તો હંમેશાં વક્ર જ રહી છે.
નહિતો “રામાયણ” ના સર્જાત!
Everything is beautiful when we drape the world around us with colors of kindness and helpfulness, love and a helping hand.
આપણી આસપાસના જગતને જ્યારે આપણે આપણી ભલાઇ અને સહાનુભૂતિથી તથા પ્રેમથી સજાવીએ છીએ, અન્યને ઉપયોગી થઈએ છીએ ત્યારે બધું જ સુંદર અને આકર્ષક લાગે છે.
આ માણસ જાતની મનોવૃત્તિ છે .. જે છે તે આ જ છે કામા વાલા!!!
તમે કોકનું સારું કરો તમારું સારું થશે જ.
..ઈશબમલેક”અંગાર”સર (Ishabbhai Malek)ની એક સરસ વાર્તા મેં fb માં વાંચી છે–
એક શેઠ .. ગાડીમાં જતા હતા,રસ્તે જતાં તેમણે કોઈને માનવતાના ધોરણે મદદ કરી અને એ વાત ને ભૂલી પણ ગયા!!
એક રાતે ચોરના વેશમાં એક માણસ એમના બેડરૂમમાં ઘૂસ્યો!! અને શેઠનો ડર ભગાડી કીધું:
શેઠ.. તમે મને મદદ કરેલ… આજે તમને મારી નાખવા મને સોપારી મળેલી છે…એટલે તમને મારવા અહીં આવ્યો….પણ તમે મને જે મદદ કરેલી તે ઉપકાર હું ભૂલું નહિ…, એટલે ચેતવીને જાઉં છું.. તમે સાવધાન રહેજો..”
આ વાર્તાનુ નામ છે “સોપારી”……
કહેવાનો ભાવાર્થ કે
“ભલાઈ કરો તમારું ભલું થઈ જ રહ્યું છે.”
મુક્તિદા ઓઝા