પગ તળે પાણીનો રેલો આવે ત્યારે સમજાય! અને positive વિચાર ક્યાં ઊડી જાય? તે ખબર નથી પડતી. બીજાને કહેવા માટે બધી વાતો છે.
પેટમા દુખે અને જલ્દી ભાગવું પડે, તેમ હોય અને શૌચાલયની વ્યવસ્થા ન હોય, તો શું થાય? તે વખતે તમારા ‘મુખારવિંદ’ ઉપરના ‘પ્રતિભાવો’. કેવા ‘ભાવ’ આપી શક્શે? અભિનેતા ચાર્લીચેપ્લીન જ આવી પરિસ્થિતિને હાસ્યમાં બદલી શકે. ખરુંને?
પણ જિંદગીને જો આપણે એક નાટકના સ્ટેજ તરીકે લઈએ, અને સમજીએ કે “ભાઈ! આ તો થોડા સમયનો ખેલ છે. સમયને અનુરૂપ,પાત્રને અનુરૂપ નાટક (અભિનય) ભજવીલો!” તો ઘણો ફાયદો થાય. પણ એ દરેક વ્યક્તિ માટે કેટલું શક્ય છે?
” ભય” એ માણસના વિચારને ડગાવી દેછે. ભયને ભગાડવા માટે માણસે સતત અભ્યાસ કરતા રહેવું પડે,કે ભાઈ આ જે સમય છે, જે દુ:ખનો સમય છે તે પણ પસાર થઈ જશે. અને આવા વખતે પોતાની જાતને શીખવ્યા કરવું જ પડે . કે ખોટેખોટું પણ પેટમાં ગુદગુદી કર! અને હાસ્ય પેદા કર.!
નકારાત્મક વિચારોને કેવી રીતે દૂર કરવા? એ વ્યક્તિના હાથની જ વાત છે.
સામે જ ભરેલું ભાણું મૂક્યું છે! તેમાં જુદીજુદી વાનગીઓ પીરસાયેલી છે.કારેલાનું, બટાટાનુશાક, કઢી, દાળ, બાસુંદી, જલેબી,પુરી,રોટલી .તમને ઈચ્છા થાય તે તમે ઉપાડો છો! ખાવ છો..એના પાચનની પરવા પણ નથી કરતા,પણ જો,તમને કહેવામાં આવ્યું હોય કે,”અમુક વસ્તુ ખાવાથી તરત જ તમારું મૃત્યુ થશે” તો તમે તે નહિ જ ખાવ ! તમને એ વસ્તુ બહુજ ભાવે છે, પણ ” મૃત્યુભય”ના કારણે તમે એ નહિ ખાવ “હા હવે શું થાશે?!” એવા ભયથી દુ:ખ વધશે.
એટલે… જો કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે positivethinking .,!
દાખલા તરીકે, ઈશ્વરશરણ, ઈશ્વરસમર્પણ.
કોઈ તકલીફ આવે ત્યારે, તેનાથી તે તકલીફથી તદ્દન ઊંધો વિચાર કરીશું. આનંદ ક્યાંથી મળશે તે જ શોધીશું, અને આનંદનો જ અભ્યાસ કરીશું.તો ગમે તેવા દુ:ખના પહાડ તોડી સુખ સુધી પહોંચવાના રસ્તા કંડારી શકીશુ.
મુક્તિદા ઓઝા