“સુખની શોધ”

“દોડમાં….,
ઝાંઝવાઓના
સમુદ્ર પાછળ..,
તરસ મટી શકે છે “ અંગાર”,
કળશ્યો એક પાણીથી…,
એ તને તારા…
ભીતરમાં જ મળશે…, “
———“અંગાર”

સુખ-દુઃખ વગેરે દ્વંદ્વોમાંથી મુક્ત થવાની ઇચ્છા હોય તેણે, હસતા મોઢે, સ્વસ્થ ચિત્તે સહન કરી લેવાં. અગર તો તેની ઉપેક્ષા કરવી. “Either ignore them or endure them.”
કવિ કલાપી લખે છે,
‘પડ્યું પાનું સુધારી લે અથવા તો નિભાવી લે.’
દરેક ભાવના, દરેક ઈન્દ્રીયો ઉપર કાબુ મેળવશું, તો જ સાચું સુખ મળશે..
મનથી શ્રીમંત બની, મનનીગરીબાઈ દૂર કરી,ખુશીઓના ભંડાર બનો..!
બાજુવાળાને મળે, એનાથી મને ડબલ મળે! એના બદલે “ બીજાનું પણ ભલું થાય!

“ભગવાનનીમરજી!” એમ,આપણે છોડતાં નથી..આપણે આપણી નજરથી દુનિયાને જોઈએ છીએ..આપણી “નજર”આપણા “મન”થકી ચાલે છે..અને મન મરકટ છે, અસંતુષ્ટ છે,એને પોતાની જિંદગીમાં અધૂરાશ જ દેખાય છે..કામ,ક્રોધ,લોભ,મદ,મોહ અને અહંકાર, આવાં, જુદીજુદી જાતના દોરડાં ઉપર મનરૂપીમરકટ નાચ્યા કરે છે..આ મનની નજર,એવા કૂદકા મારે છે, અને બહાર જ જુએ છે..એને જે મળ્યું છે!,તે નહિ,પણ બીજામાં એનો જીવ રહે છે,અને ઇર્ષ્યાથી ખદખદે છે. લીલાવતીબેનના પતિએ “Mercedes”કાર ખરીદી…”આપણે ક્યારે ખરીદશું?” બાજુવાળાં લલિતાબેનતો, પચ્ચીસહજારથી ઓછી કિમ્મતની સાડી જ નથી પહેરતાં!..looking to London, talking to talkio!! બીજા શું કરે? કેમ કરે?તે જ જોયા કરવું, વાજબી નથી..ખરેખર પોતાની ખુશી પોતા અંદર જ છે….પણ મન તો બહારની દુનિયા તરફ ભટકે છે..

“તુ ઢૂંઢતા મુઝે થા,જબ કુંજ ઔર વનમેં, મૈં ખોજતા તુજે થા તબ દીનકે વતનમેં..”

એક લોભીયો,મફતમાં મળવાની લાલચમાં,એકથી બીજી દુકાને ભટકતાં,”આગળ જતાં,આગળની દુકાનમાં સારુ મળશે! અને.દાળિયા લેવા ગયેલા લોભીયાને હાથમાં, મમરા પણ માંડ આવ્યા….!
“યે અંદર કી બાત હૈ”…!
તમારી ભાવના પ્રમાણે તમે બધું જોશો. કેટલાક લોકો ‘દુ:ખડાંદેવી’ હોય..નાની નાની વાતોમાં દુ:ખી થઈ જાય! કોઈ ભારે ‘ઉત્સાહી’ હોય કોઈ સ્થિતપ્રગ્ન જેવા હોય” “મેતોજી મારે નહિ ને ભણાવે નહિ”..કોઈ “મહા ભયંકર ડાકુ જેવા હોય”…. જેવી જમીન એવી ઊપજ! જેવા ઘરમાં, જેવા વાતાવરણમાં જન્મ થયો હોય તે પ્રમાણે તમારું વ્યક્તિત્વ ઘડાય.. પણ એવાં વ્યક્તિત્વમાં આપણે આપણી ઇચ્છા પ્રમાણે, ધારીએ એવો બદલાવ પણ લાવી શકીએ.!.ઈન્દ્રિયો ઘોડા જેવી છે, મન અને બુદ્ધિ સારથી છે. આપણી વિચાર ધારા આસપાસના વાતાવરણ પ્રમાણે પ્રવાહિત થાચ.
પારકી થાળીમાં લાડુ મોટો લાગે! મન મરકટ જેવુ છે. પોતાના વિચારો ઉપર કોઈનો કાબુ નથી હોતો અને ઇચ્છાઓ ઉપર પણ કાબૂ નથી હોતો.our thoughts generates words,words generate actions, actions generate habits, habits generate character,and character breeds destiny.
—– મુક્તિદા ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: