જીવે છે…બે દોરી ના સહારે
અહીં લોક “અંગાર”,
એક “કશુંક” ખોવા વા નો ડર,
બીજું….
“કશુંક” પામવાની ઈચ્છા…!”
— (ઇસબ મલેક “અંગાર”)
—–ગુડમોર્નિંગ”જીવે છે…બે દોરી ના સહારે અહીં “અંગાર”
જીવન-મૃત્યુથી જ આપણા,‘ભય અને આશા’ શરૂ થઈ જાય છે.
મારાં ઘરસામે મોટી ઝૂપડપટ્ટી છે.એ બાજુ હું સાંજના લટાર મારું,એટલે.. એ એરીયામાં મારી બહેનપણી બહુ! એક બહેનપણી હાઈવે ઉપર જ એક ઝૂંપડાંમાં રહે..કોઈએ એને કહ્યું હતું “તુ ગાડીથી કચરાઈને મરીશ (તારો એક્ષીડન્ટ થાશે!) ”એટલે એ ઘરથી બહાર જ ન નીકળે! એક દિવસ એક રિક્ષાએ,પોતાનો કંટ્રોલ ગુમાવ્યો..અને સીધી બાઈના ઘરમાં! ‘પાંચ બાય પાંચ’ની ઝૂંપડીમાં બહેન “હતાંન હતાં” થઈ ગયાં!!!..(આ સાચો બનેલો બનાવછે.. .
“વારસદાર તો જોઈએ જ.”!! મોટા થઈને અમારું “નામ”કરવાવાળા તો જોઈએ જ.!
છોકરું જન્મ્યું પણ ના હોય,એથી પહેલાં જ કંઈક કેટલાય આશાના મિનારાઓ બંધાઈ જાય.”દિકરો કે દિકરી”??થી શરૂ થાય..
મા–આશા બતાવે, આટલું ભણીશ તો…ચૉકલેટ આપીશ થી શરૂ થાય! તે ..શાળામાં”લેમન ઈન સ્પૂન, બાલચિત્ર હરિફાઈ, વર્ગમા ‘પ્રથમ નંબર’થી માંડીને…દસમા ધોરણમાં 99% માર્ક્સથી તે… મારું છોકરું ડોક્ટર\ઈન્જીનીયર થાશે કે નહિ? વહુ જમાઈમાં પણ જુદીજુદી આશાઓ રાખી બેઠાં હોય!!! અને એ પૂરી ના થાય તો માનસિક રોગોથી ગ્રસ્ત થઈ જાય..
પિતા તરફ થી સલાહો માં જે ભય અપાય છે તેનું ઉદાહરણ “જો અંધારું છે,ચોર આવશે,પોલીસ પકડી જાશે,ભૂત આવશે,”આપણે એવું ના કરાય, લોકો શું કહેશે!? આટલુ ના કરીએ તો આગળ કેમ વધીએ??? વડીલોનો આદરતો કરવો જ પડે!(સાચું\ખોટું રામ જાણે) હું નાનો હતો ત્યારે….તો…તું એમ નહિ કરે તો.. “ધરતીકંપ”થઈ જાશે!!”આવી આપણી મનોવૃત્તિ સતત ભય ને અનુભવતી રહે છે..અને બીજાંને ડરાવતી રહે છે..
the whole world runs on this two emotion hope and fear
આ દુનિયામાં બેજ વેંચાય છે. આ બે વસતુ વેંચી શકો તો, તમે ધનવાન થઈ જાવ!!!
પોલીસ કાયદાની ધમકી આપે ચોર બીક બતાવે
આજકાલ ધાર્મિક નેતાઓ, અને! પોતાની જાતને સ્પીરીચ્યુઅલ માનતા હોય એવા લોકો, નેજોયાછે? “હું તો બહુજ અધ્યાત્મિક છું! અને મારાથી કોઈ ‘મહાન’ નથી!આવો ‘ભય’ સતત લોકોને સતાવ્યા કરતો હોય છે. એટલે ધર્મોના અને પંથોના ઝઘડા આપણે,. પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ .. જોતા હોઈએ છીએ
અત્યારના સમયે લોકોને જોશું તો સતત ચોવીસ કલાક..એમને એકજ ભય સતાવતો રહે છે..
“મને કૉરોના થાશે તો?” કૉરોના માટે વેક્સીન ક્યારે શોધાશે? આ કોરોના કાળમાં બેવર્ગ છે.એક કોરોનાને ગંભીર ગણી તમામ સાવચેતી રાખે છે. બીજો તદ્દન બિન્દાસ છે. બન્ને વર્ગ તમામ સાવચેતી રાખે છે. બન્ને વર્ગ એકબીજાને મૂર્ખ/ગાંડા ગણે છે.!!!
“રહિમન વૈક્સીન ઢૂંઢિયે,
બિન વૈક્સીન સબ સૂન,
વૈક્સીન બિના હી બીત ગયે,એપ્રિલ,મે ઔર જૂન..
કબીરા વૈક્સીન ઢૂંઢ લીયા, ધીરજ ધરો તનિક તુમ!
ટ્રાયલ ફાઇનલ ચલ રહા. વૈક્સીંન કમીંગ સૂન..!!!!!!”
આ વોટ્સેપ મેસેજ વાંચીને ખૂબ હસવું આવ્યું!!
થયું કે,મનમાં વિચાર આવ્યો,આપણે પોતાની જાતને,અને મનને સ્વચ્છ અને શક્તિશાળી કેમ નથી કરતાં? સતત એક ભય સતાવે છે “કશુંક ખરાબ થશે તો?!!!”
વાઇબ્રાશન વધારો-positive vibration..પ્રાણાયામ,એક્ષરસાઈઝ,સરસ ખાવાનું, મસ્તી કરવાની,ગમતું સાંભળવાનું,ગમતું નવુંનવું શીખવાનું….અહીં મેં ‘મેડીટેશન’ નથી લખ્યું કારણકે એ “નવા નિશાળિયા ઓ”માટે નથી, “આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય”. ઉપર જે લખ્યા તેવા આનંદ કરીશું તો એવા સતત અભ્યાસથી’મેડીટેશન પણ કરી શકીશું..
જિંદગીના બે આધાર છે “ભય અને આશા”પણ positive energy રૂપી સિમેન્ટથી એને ખાડામાં ધરબી દો..
—- મુક્તિદા કુમાર ઓઝા