આકાશના ઊંડા ખાલીપાને કહેજો, અવિરત ‘આનંદની ઉલટ’ મારામાં છે.
મળે જો સૂરજ, તો કહી દેજો તારું ‘તેજ’ મારામાં છે
મળે જો ચાંદ, તો કહેજો ‘શીતળતા’ મારા માં છે
ખળખળતા ઝરણાં ને કહેજો તારો ‘ઉત્સાહ’ મારામાં છે
મળેજો નંદિની કેજો ‘કોટી દેવતા’ મારા માં છે
અડગ ઊભા પેલા પહાડને કહેજો હું ‘અડીખમ’ છું
હરિયાળી ને ધરતીની ભીનાશને કહેજો ‘આનંદની ઉપજ’ મારામાં છે
એ માનાં ધાવણને કહેજો, ‘સવાશેર સૂઠની ‘.તાકાત’ મારામાં છે.!
——મુક્તિદા કુમાર ઓઝા
કુદરતનું નજરાણું
