મને ગમે અંધારું!આંખ બંધ કરું,અને અંધારું થઈ જાય! પણ એ અંધારું મને જ્યાં ધારું ત્યાં લઈ જાય.
અમેરિકા? ચાલ બેસીજા વિમાનમાં!
“કેદારનાથ”ના શિવલીંગની પૂજા કરવી છે? લે….આ જાસૂદના લાલફૂલ,ચંદનનો લેપ લાલગુલાબ,ગંગાજળ,દૂધ,દહીં, મધ,સાકર,ઘીનું પંચામૃત! અને બિલી પત્ર!….જો કેવી આહ્લાદક ઠંડક છે હિમગિરીથી ફૂંકાતા પવનોની! કેવું મનને અજવાળે છે?અંધારું! “તમે શું ઈચ્છો છો? ’અંધારું’ તમને ઈચ્છો ત્યાં પહોંચાડી દેશે..!
અજવાળાં તરફ જવાનો રસ્તો તો અંધારું જ બતાવે છે.એક વખત એક જગ્યાએ,હું ભાષણ આપી રહી હતી..ત્યારે મેં લોકોને સુખાસનમાં બેસવા કહ્યું,અને આંખ બંધ કરવા કહ્યું,અને પૂછ્યું,“હવે તમે શું જુઓ છો?” એવું કોઈ નહોતું, જેણે કહ્યું”અંધારું” કે “ઉજાસ”. દરેક વ્યક્તિના જુદાજુદા જવાબ હતા.કોઇ કહે હું જોતી હતી.. “મારો વર ઑફિસમાં બેઠો કઈ સ્ત્રીને લાઈન મારેછે!” કોઈ કહે “ઘરે જઈને,શું રસોઈ બનાવીશ,આજે કામવાળીને કેમ ના આવી…? જાટકીશ?!
આજે,મોડું તો થઈ ગયું છે,વાઈફને હવે કેમ પટાવીશ?!”
અંધારું એટલે ‘અધઃપતન’? ‘ના’.. અંધારુ એવો રસ્તો, જે તમને અજવાળાં તરફ દોરી જાય!
અંધારાથી ડરો છો શામાટે? અંધારાંનો અનુભવ કરવા,અંધારાંની અંદર પ્રવેશવાની કોશીશ તો કરો.!!!
દોસ્તો મેં તો અંધારાથી દોસ્તી કરી લીધી.તમે પૂછો છો,તો વાત કરું. એ અંધારાની! બ્રહ્માંડની કલ્પના કરશું,તો ઘોર અંધકારની વચ્ચે,તેજ ફેલાવતાં ફરતા,આ ગ્રહો,નક્ષત્રો,સિતારાઓ! જોયા જ હશે? એવી જ રીતે, જીવન સરસ ગતિથી ચાલતું હોય.અચાનક કોઈ અણધારી ઘટના એવી બને કે,થોડી વાર માટે તો આંખે અંધારાં લાવી દે છે. પહેલાં બહુ ડર લાગતો હતો. જ્યારે મારી આસપાસ કોઈ હતું.પણ હવે કેટલીય વાર ‘એકલાં જ અંધકારનો સામનો કરવો પડે’.તો મેં દોસ્તી કરી લીધી અંધકારથી એટલે ‘ડર’ ના લાગે..
એવું જીવનમાં પણ, જે વસ્તુનો ડર હોય,એની દોસ્તી કરી લઉં, અને એવું સમજું કે ‘દોસ્ત’ આપણને કોઈ નુકસાન ના કરે! એવું વિચારીને, મેં મુસીબતો,પરેશાનીઓ,બીમારીઓઆકસ્મિક ઘટનાઓ,બીજા તરફથી મળતી ઉપેક્ષાઓ, જે જે નકારાત્મક વાતો છે,એની સાથે દોસ્તી કરી લીધી..સાચું નહિ લાગે તમને પણ પ્રયોગ કરી જોજો.એટલી હિંમત આવી ગઈ! કે ‘ડર’ ભાગી ગયો! અંધારું અજવાળામાં બદલાઈ ગયું! ‘મુસીબતો’ ખુશીઓ લઈ આવતી થઈ ગઈ! ‘ઉપેક્ષા’ ઘણું શીખવાડી ગઈ.અને ‘પરેશાનીઓ’ તો હવે માંરાથીજ પરેશાન છે..!! બોલો.થાંભલો આપણને છોડે કે આપણે એને?? કોઈ પણ તકલીફને પકડી,એને આપણી ‘મિલ્કત’માની, આપણે એના ઉપર સાપની જેમ બેસી જાઈએ છીએ!! કોઈ પોતાની તકલીફનીવાત કરવા,આવે તો એની તકલીફ સાથે પણ આપણે હરીફાઇ કરીએ! અને “કબ્બડીની રમતની જેમ વગરશ્વાસે,સામેવાળા”તકલીફ-રમવીર”ને હરાવવાની કોશીશ કરીએ.
નાના હતા, ત્યારે ‘અંધારાં’થી ગભરાતા હતા,હવે ‘લાઈટબીલ’ જોઈને ‘લાઈટો’થી બીક લાગે છે. દ્રષ્ટિનો ઈલાજ શક્ય છે.પરંતુ…દ્રષ્ટિકોણનો નહીં…!!!
રહેવા દો ને જેમ છે તેમ!!!જિંદગીને પકડી રાખવીછે.. તરણા ઓથે.!
જે છે તેટલું,તેટલીવાર‘તેજ’ ફેલાવી લે!!!(તારું).પછી તો અંધારું જ અંધારું!!!દીવાતળે અંધારું!
“રુડાલી”.. રે હું તો એકલી રે.. મારે તો હવે ‘અંધારું’ રે મારે તો….
કેટલાક સમાજમાં આવી “રુડાલી”,ખાસ ભાડે રાખવામાં આવે છે. આવું રડવાનું,કેટલાક લોકોની ગળથૂથીમાં હોય. શક્ય છે એ લોકો,એક યા બીજી રીતે,બીજા લોકોને અથવા સમાજને “આકર્ષવા” અથવા “દયા” મેળવવા,કોશીશ કરતાહોય! ત્યારે મનમાં થાય મનની અંદર જાવ,જુવો! ત્યાં અંધારુ નથી.
તમારો એક દરવાજો બંધ થયો હશે,પણ હજાર દરવાજા ખુલ્લા છે. અંતરની આંખ ઉઘાડો. ભગવાને, તમને આ શરીર ‘પરાધીનતા’માટે નથી આપ્યુ. શરીરને હલાવો. અરીસા સામે ઊભા રહો. જુઓતો ખરા,કેટલી સુંદર આંખ! જેનાથી, તમે,આખાં બ્રહ્માંડને જોઈ,અનુભવી શકો છો! હાથ,પગ,નાક,જીભ દરેક અંગ અને ઈન્દ્રિયોનો સરસ રીતે ઉપયોગ કરી શકો છો.તમારી જિંદગીમાં,’અંધારું’ શામાટે, શેનું? તું દીવો થા!
“ધ્યાન”માં(મેડીટેશન) આગળ વધો..ત્યાર પછી,તમારે તમારા,અનાહતચક્રની વચ્ચોવચ,એક બખોલમાં,હૃદયની બાજુમાં,એક જ્વલંત જ્યોતીની શગની કલ્પના કરવાની હોય છે. આ “કલ્પના નથી હકીકત” છે. તમારું તેજ તમારા પાસે જ છે. એને કેવી રીતે,ઉજાળવું એ પોતાના હાથમાં છે.
“ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા”
—— મુક્તિદા કુમાર ઓઝા
અંધારું
