“જોઈને તો અંજાય
જ જવાય
અહીં લોકોથી….,
ચમકની તો જાણે હરીફાઈ
લાગી છે…!
ઘસારે ઘસારે પરખાય “અંગાર”
ઇમિટેશન છે કે….,
શુદ્ધ સોનાના દાગીના…!”
“ઇસબ મલેક “અંગાર”!
\\\ \\\ \\\ \\\ \\\ \\\ \\\ \\\ \\\
તમને ખરેખર ‘ઝાકઝમાળ’ જોવી હોય તો ફિલ્મી દુનિયાની પાર્ટીઓમાં જાવ. આહા! રાજામહારાજા અને રૂપરૂપના અંબાર જેવા લોકો દેખાશે. એક પછી એક, એમ થાય કે ચોક્કસ,આપણે સ્વર્ગમાં આવી ગયાં છીએ કે શું? એ લોકોને જોઈને આપણે તો મંત્રમુગ્ધ થઈ જાઈએ!!!એ લોકોની બોલવા-ચાલવાની રીત,ખાવા-પીવાની રીત,બસ જોતાં જ રહી જાવ.પણ,તમે એની નજીક જાવ અને એ લોકોનું સાચું વર્તન, એના નજીકના લોકો સાથેનું જોવું જોઈએ..ત્યારે સમજાય કે “હંડિયા બહારસે તો ચમકાદિ અંદર કબ સાફ કરોગે?!
કેટલીકવાર તમને પહેલી નજરે તો એમ જ થાય,આ તો જો કેટલો સારો માણસ છે.! પણ એના પાસે એક કામ કરાવો.. એ શુ જાત છે તે પરખાવી દેશે.પાંચ રૂપીયાની મદદ માગવા જાવ, એક રૂપીયો પણ નહિ પરખાવે.અરે!બપોરના જમવા ટાણે એના ઘરે જાવ…દેખાવમાં તો એવાં મીઠાં જાણે જલેબીની ચાસણી જોઈલો! પણ એ પાણી આપતાં આપશે પણ બે ધડક પૂછી જ નાખશે..જમીને આવ્યાં છોને??
એક વાર બઝાર ગઈ .. ત્યાં મેં કેરી જોઈ.પાક્કી મસ્ત સોનેરી રંગની અને સુગંધ પણ સરસ..જોતાં જ મોં માં પાણી આવી ગયાં, એટલે, મેં પાંચકિલો ખરીદી લીધી! ઘેર આવી કાપી, તો મોઢામાં નાખતાં જ દાત અંબાઈ જાય એવી ખાટી!!
‘સેલ્સમેન શીપ’ જે લોકોની પાવરફુલ હોય તે લોકોનું વ્યક્તિત્વ”ડબલ ઢોલકી”જેવું હોય.. હાથી ના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા.બહારથી તો એકદમ આકર્ષક!
એકવખત એક કાગડો “કા કા” કરીને અવાજ કરતો હતો.એ ઝાડ નીચે જે માણસ રહેતો હતો તે એ અવાજથી કંટાળ્યો.એટલે એ બોલ્યો “ઊભો રે! ઘરમાંથી હથોડી લઈ આવું,અને ઝાડની ડાળી કાપી તારા પણ ટુકડેટુકડા કરી નાખું! કાગડાભાઈ બોલ્યા “એટલીવારમાં તો ઊડી જાઈશ!” પણ આ “ઉસ્તાદ માણસે” ઘરમાંથીજ બંદૂક કાઢી અને એવું નિશાન તાક્યું કે “કાગડા ભાઈ”ના તો છોતે છોતા ઊડી ગયા.(માણસ લુચ્ચું પ્રાણી )બહારથી દેખાય એક અને કરે કશુંક જુદું.
એક સંત હતા.એમને કોઈ પણ વિષય પર પૂછો વારંવાર પૂછો એ હંમેશા જવાબ હસતાજ આપે ગુસ્સો કરે કયારેય નહી. એકવાર પત્રકારે પૂછ્યું, “બાબા તમે ધીરજ, ધ્યાન અને સાધનાનુ આ શિક્ષણ ક્યાંથી પ્રાપ્ત કરેલ છે ?”
સંતે પત્રકાર ને પ્રેમથી જોયો, કહ્યું,”બેટા, મેં 20 વર્ષ, સાડીના શો-રૂમમાં કામ કર્યુંછે
“પીળું એટલું સોનું નહિ!”!સંતે કેટલું સાચું કહ્યું તે ખબર નથી પણ અમુક વાતો તો અનુભવથી જ ખબર પડે
એટલેજ મિત્રો….., જોજો…સાવ દેખાવથી અંજાવવા વાળા અહીં વધુ છે…!
—-મુક્તિદા કુમાર ઓઝા
આંખ આંજી નાખતી ચમક દમક
